આજથી તા.10 સુધી અમલવારી : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવાળી કાર્નિવલની ઉજવણીના ભાગરૂપે તા. 07/11/2026થી તા. 10/11/2026 દરમિયાન ‘દિવાળી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામા અન્વયે આજથી તા.10 સુધી રેસકોર્ષ રિંગ રોડ ફરતે મોર્નિંગ વોક ટ્રેક ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય જેથી તમામ વાહનોને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરનામું તા. 07/11/2026 ના રોજ બપોરે 14:00 કલાકથી તા. 10/11/2026 ના રોજ રાત્રે 24:00 કલાક સુધી અમલમાં રહેશે.
- Advertisement -
વાહન વ્યવહાર અંગેના મુખ્ય નિયંત્રણો
1. રેસકોર્સ રિંગ રોડ ખાતે બહુમાળી ભવન ચોકથી મેયર બંગલા સુધીના અંદરની સાઇડના રોડ (મોર્નિંગ વોક વાળો રસ્તો) પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.
2. રેસકોર્સ રિંગ રોડની બહારના ભાગે આવેલ રોડ પર ભારે વાહનો સિવાયના તમામ વાહનોની અવર-જવર ચાલુ રહેશે.
3. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારો કે નાગરિકો પોતાના કોઈપણ વાહનો રંગોળીના સ્થળ પર લાવી શકશે નહીં; તેઓએ નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ વાહન પાર્ક કરવાના રહેશે.
વાહન પાર્કિંગ માટેના નિર્ધારિત સ્થળો
- Advertisement -
1. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ સામે (ચબૂતરા વાળું ગ્રાઉન્ડ)
2. બાલભવનના ગેટથી એથ્લેટિક ગ્રાઉન્ડ સુધી
3. બાલભવનના ગેટથી આટી ગેલેરી સુધી
4. આમ્રપાલી ફાટકથી એરપોર્ટ સુધી (રેલવે પાટા તરફ)
5. રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ (જ્યાં કન્વર્ટ ડિવાઇડર વાળો ગેટ, એસ.પી. ગ્રામ્ય બંગલા સામેનો ગેટ અને જૂની એન.સી.સી. વાળા ગેટથી પ્રવેશ કરી શકાશે)



