By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    40 minutes ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    31 minutes ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    46 minutes ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor
Last updated: 2026/10/05 at 2:22 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

અમદાવાદમાં બે અકસ્માત : ઇસ્કોન બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં જતી સ્વિફ્ટ ડિઝાયર બેકાબૂ, BMW સહિત 3 કાર અડફેટે લીધી

કારચાલક હિમાંશુ સિવિલમાંથી પોલીસને થાપ આપી ફરાર

- Advertisement -

અમદાવાદમાં ગત રાત્રે ઈસ્કોન બ્રિજ અને સાબરમતીમાં એક-એક અકસ્માત થયા છે. જેમાં ઈસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018) કારના ચાલક હિમાંશુએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ફરી સર્વિસ રોડ પરની BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જ્યારે સાબરમતીમાં થયેલા બીજ અકસ્માત અમદાવાદ શહેર ટ્રાફિકના PSI ભરત પંડ્યાએ કર્યો છે. તેમણે નશાની હાલતમાં પોતાની ક્રેટા (GJ04 DA6745)થી અકસ્માત કર્યો હતો. તેમજ ડેકીમાં દારૂની બોટલ હતી. PSI ભરત પંડ્યાને અન્ય પોલીસકર્મી દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તે ઊભા જ ન રહ્યા. આ સાથે મીડિયા સમક્ષ વીડિયો લેવા ઊભા રહેવાનું કહ્યું, પરંતુ PSI રોફ જમાવી ત્યાંથી નિકળી ગયા. સામાન્ય રીતે આરોપીને લોકઅપમાં રાખવામાં આવે છે, પરંતુ આ કેસમાં આરોપી PSI હોવાથી તેમને રૂમમાં બેસાડવામાં આવ્યા છે. પોલીસ ઈસ્કોન બ્રિજ પહોંચે તે પહેલા ગાડીઓને અડફેટે લેનાર હિમાંશુને ૧૦૮માં સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી ફોર-વ્હીલર કાર લાવ્યો હતો. કારમાં કુલ ૬ લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઈસ્કોન બ્રિજ પાસે આવતા જ ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતના ધડાકાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઈનોવા કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી શર૦ ગાડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક ઈખઠ કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત સમયે ઈખઠ કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી. સીસીટીવી પણ જોઈ શકાય છે કે, બેફામ સ્પીડમાં આવતી કાર કેવી રીતે દિશા બદલીને એક પછી એક ગાડીઓનો કચ્ચરઘાણ વાળે છે. કારચાલક હિમાંશુએ પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જ્યો હોવાનું વિડિયોમાં સ્વીકાર્યું છે.

PSIની કારમાંથી દારૂની બોટલો મળી
અમદાવાદ શહેરના PSI ભરત પંડયાનો પણ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં PSIની (GJ04 DA6745) ક્રેટા કારની ડેકીમાં દારૂની બોટલ હતી. તેમણે દારૂ પીધેલી હાલતમાં સાબરમતીના ત્રાગડ રબારી વાસના નાકે અકસ્માત કર્યો હતો. સ્થાનિકોએ PSI પંડયાને ઘેરીને વીડિયો બનાવી પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. PSI પંડ્યા અને ગાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. એસીપી ડી.વી રાણાએ જણાવ્યું કે, PSI ભરત પંડ્યા ટ્રાફિક વિભાગમાં નવ મહિનાથી ફરજ બજાવે છે. PSIની કારમાંથી ૯ જેટલી નાની-મોટી દારૂની બોટલો મળી આવી છે. PSI વિરુદ્ધ બે અલગ-અલગ દારૂની બોટલો મળવાની અને નશાની હાલતમાં હોવાની ફરિયાદો નોંધવામાં આવી છે. દારૂની બોટલો ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરાશે. દારૂની બોટલો પોતાના માટે હતી કે, અન્ય કોઈને આપવાની હતી તે અંગે પણ તપાસ થશે.

- Advertisement -

PSI પંડયાનો વિવાદો સાથે જૂનો નાતો!
PSI ભરત પંડ્યા અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. અગાઉ તેઓ જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથે તેમનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલા જ તેમના બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા તેણે જવાનને માર મારવાની ધમકી આપી હતી. આ ધમકીના મામલે તે જવાને પીએસઆઈ સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

You Might Also Like

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

‘હું તને પાસ કરાવી દઈશ’, સરકારી શિક્ષકનું સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ

બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન
Next Article ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર
ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે
રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?