11થી 19 ઓકટોબર સુધી ખેલૈયાઓ માટે ગરબાની સાથે અનેક વિશેષ આકર્ષણો
નવરાત્રિના પાવન અવસર પર રાજકોટવાસીઓ માટે ખેલૈયાઓની ગરબે ઘૂમવાની ધામધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના જાણીતા ડો. યાજ્ઞિક રોડ પર આવેલ આર.કે.સી. કોલેજની સામે, જિમખાના ગ્રાઉન્ડ ખાતે ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૧થી ૧૯ ઓકટોબર ૨૦૨૬ સુધી યોજાનાર આ મહોત્સવમાં ખેલૈયાઓ માટે અનેક આકર્ષક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સિંગર ધ્રુવીલ સાગઠિયા, તુષાર ચુડાસમા, શ્રદ્ધા મારુ રહેશે.
રાજકોટના ગરબી રસિકો માટે આ વર્ષે ‘બ્રિજ રાસોત્સવ’માં કોઈ કચાશ રાખવામાં આવી નથી. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ અહીંનો પારિવારીક માહોલ, પ્રીમિયમ ક્રાઉડ, બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ ગ્રાઉન્ડ તથા પાર્કિંગ સુવિધા છે. ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધા માટે સ્પેશિયલ લેડીઝ બાઉન્સર્સ, ઓન-સ્પોટ મેડિકલ ટીમ, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આ સાથે હેલ્ધી કેન્ટીન, તટસ્થ જજમેન્ટ અને વિજેતાઓ માટે શાનદાર ઈનામો પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લેડીઝ માટે બ્રિજ રાસોત્સવના પાસની ખરીદી સાથે હેરકટ ફ્રીની ધમાકેદાર ઓફર રાખવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભલઈ રહ્યા છે. આ ઉપરાંત આકર્ષક ઓફર છે, જેમાં બ્રિજ રાસોત્સવના પાસ ખરીદનાર લેડીઝ માટે હેરકટ એકદમ ફ્રી તેમજ ભાઈ અને બહેનો બંને માટે ઉમિયા મોબાઈલમાંથી ટફન ગ્લાસ પણ એકદમ ફ્રી આપવામાં આવશે.
આ નવરાત્રિમાં બ્રિજ રાસોત્સવના ખેલૈયાઓને ગરબાની સાથે મસ્તી, સંગીત, સુરક્ષા, સુવિધા અને આકર્ષક ઓફર્સનો અનોખો સંગમ માણવા મળશે. સ્થળઃ ડો. યાજ્ઞિક રોડ, આર.કે.સી. કોલેજની સામે, જિમખાના ગ્રાઉન્ડ, રાજકોટ. સંપર્ક નંબર (પાસ માટે)મો. ૮૪૬૯૦૦૦૦૦૭, ૯૭૧૪૯૪૧૩૨૯. અંકિતસિંહ ચાવડા, યજરાજસિંહ સિંધવ, હર્ષિતસિંહ નકુમ, સહદેવસિંહ ચાવડા, ધવલસિંહ ચૌહાણ, કિશનસિંહ ડોડીયા, હિમાંશુસિંહ ડોડીયા, ભવ્યરાજસિંહ ડોડીયા, નિરવભાઈ નડીયાપરા, જયભાઈ વિઠ્ઠલપરા, બલીભાઈ ટોયટા, સંજયભાઈ જળુ, વિનીતભાઈ, હિતેષભાઈ રાણપરા, પિન્ટુભાઈ રાણપરા, રીતેશભાઈ જૈન, ચિંતનભાઈ જીંજુવાડીયા, જીજ્ઞેશભાઈ પંડયા, કિરીટભાઈ ભટ્ટ, રાકેશભાઈ દેસાણી, પરેશભાઈ ચૌહાણ.




