By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    17 minutes ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    52 minutes ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    60 minutes ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    46 minutes ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2026/10/02 at 12:56 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

ગેરકાયદે બાંધકામના કેસમાં બિલ્ડરની અરજીને RMCના વકીલનું સમર્થન, કોંગ્રેસ અગ્રણી સંજયભાઈ લાખાણીએ ઉઠાવ્યા સવાલો

તા. 14 મે, 2025ના સીલિંગ આદેશને રદ કરાયો હોવાનો કોઈ દસ્તાવેજ કોર્ટમાં રજૂ ન થયાનો આક્ષેપ

- Advertisement -

રાજકોટના વિવાદાસ્પદ ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં ઘટસ્ફોટ થયો છે તા. ૧૪.૦૫.૨૦૨૫ ના રોજ TPO ના સીલિંગ આદેશને રદ કરવા ક્યારેય કોઈ કાર્યવાહી થઈ નથી, એટલે કે સીલિંગનો આદેશ આજદિન સુધી ‘લાઈવ’ અને અકબંધ છે! છતાં ભ્રષ્ટાચારને છાવરવા RMC એ કોર્ટમાં બિલ્ડરની અરજીને ખુલ્લું સમર્થન આપ્યુ છે!

શહેરમાં કાયદાકીય નિયમો, ટાઉન પ્લાનિંગના ધોરણો અને જાહેર સલામતી (Public Safety) ને નેવે મૂકીને ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે રાજકોટ ના કોંગ્રેસ અગ્રણી સંજયભાઈ લાખાણી દ્વારા લડવામાં આવી રહેલી કાનૂની લડાઈમાં આજે 1-10-2026) ના રોજ એક અત્યંત ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. રાજકોટની સિવિલ કોર્ટમાં ‘ક્રિસ્ટલ નેક્સસ’ કોમર્શિયલ બિલ્ડિંગ વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં (Regular Civil Suit) આજે ઓર્ડર ૭ રૂલ ૧૧ ની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બિલ્ડર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ની મિલીભગત અને ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ગયા છે.

આ કોઈ વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ રાજકોટની જનતાની પબ્લિક સેફ્ટી (જાહેર સલામતી) અને કાયદાના પાલનનો ગંભીર મામલો છે. કાગળો પર કાયદો અને લાઈવ ઓર્ડર હોવા છતાં ભ્રષ્ટાચારને છાવરતી આ નિંભર વ્યવસ્થા સામે કાયદાકીય અને જનહિતની આ લડાઈ વધુ ઉગ્ર સ્વરૂપે ચાલુ રહેશે તેવુ સંજયભાઈ લાખાણી એ પોતાની યાદી મા જણાવ્યુ છે. હવે કોર્ટ આ બાબતે શુ હુકમ કરશે તે અંગે મીટ મંડાઈ છે. આ કામે વાદી સંજયભાઈ લાખાણી વતી સૌરાષ્ટ્રના જાણીતા વકિલ સંજયભાઈ પંડિત રોકાયેલ છે.

- Advertisement -

આ કેસની વાસ્તવિક હકીકતો અને સુનાવણીના મુદ્દાઓ

૧. ‘ઓર્ડર ૭ રૂલ ૧૧’ એટલે શું?
સામાન્ય ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ જાગૃત નાગરિક ગેરકાયદેસર બાંધકામ સામે કોર્ટમાં જાય, ત્યારે બિલ્ડર કોર્ટમાં “ઓર્ડર ૭ રૂલ ૧૧” મુજબ અરજી કરીને એવો દાવો કરે છે કે, “અમારું બાંધકામ એકદમ કાયદેસર છે, પ્લેઇન્ટિફ (વાદી) ને આ કેસ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી, તેથી આ દાવો શરૂઆતમાં જ રદ કરી દો.” બિલ્ડરનો આશય હંમેશાં એવો હોય છે કે કેસની સાક્ષી-પુરાવા (ટ્રાયલ) થાય જ નહીં અને કાયદાકીય છટકબારીથી મામલો દબાઈ જાય.

૨. બિલ્ડર અને RMC નું હાસ્યાસ્પદ સ્ટેન્ડ – નાગરિકને ‘સ્ટ્રેન્જર’ ગણાવવા નો પ્રયાસ
કોર્ટની સુનાવણી દરમિયાન બિલ્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલોએ એવું સ્ટેન્ડ લીધું હતું કે પ્લેઇન્ટિફ (વાદી) ને આ પ્રોપર્ટી સાથે કોઈ લેવાદેવા નથી અને તે ‘સ્ટ્રેન્જર’ (અજાણ વ્યક્તિ / થર્ડ પાર્ટી) છે, જેથી ‘નો રાઈટ મીન્સ નો રેમેડી’ નો સિદ્ધાંત લાગુ પડે છે. હવે સવાલ એ છે કે જ્યારે તા. ૧૪.૦૫.૨૦૨૫ નો TPO નો સીલિંગ આદેશ રેકોર્ડ પર હાજર હોય અને ખુદ કોર્પોરેશન એમ સ્વીકારે કે બાંધકામ લીગલાઈઝેશનની અરજી પેન્ડિંગ છે, ત્યારે ગેરકાયદેસર અને જોખમી બાંધકામ સામે અવાજ ઉઠાવનાર નાગરિક ક્યારેય ‘સ્ટ્રેન્જર’ ન હોઈ શકે. બિલ્ડરના ભ્રષ્ટાચારને બચાવવા માટે કોર્પોરેશન દ્વારા વકીલ મારફત આપવામાં આવતું આ સમર્થન તંત્રની મિલીભગતની હદ દર્શાવે છે.

૩. તા. ૧૪.૦૫.૨૦૨૫ ના TPO ના સીલિંગ આદેશને ક્યારેય રદ કરવામાં આવ્યો નથી – આદેશ આજદિન સુધી ‘લાઈવ’ છે!
આ કેસમાં અગાઉ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) દ્વારા તારીખ ૧૪.૦૫.૨૦૨૫ ના રોજ સિટી ઇજનેરને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે આ જોખમી અને અનધિકૃત બાંધકામ સામે કડક પગલાં ભરીને તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ સીલ કરવામાં આવે. સૌથી મોટો ઘટસ્ફોટ એ છે કે કોર્ટમાં કે કોર્પોરેશનના રેકોર્ડ પર બિલ્ડર કે કોર્પોરેશનના વકીલ દ્વારા ક્યારેય એવો કોઈ દસ્તાવેજ કે તથ્ય રજૂ કરવામાં આવ્યું નથી કે જે સાબિત કરે કે તા. ૧૪.૦૫.૨૦૨૫ ના આ સીલિંગ ઓર્ડરને ક્યારેય રદ (Revoke) કરવામાં આવ્યો છે! આનો અર્થ શું થાય? કાગળ પરનો આ સીલિંગ ઓર્ડર આજદિન સુધી ‘લાઈવ’ (અકબંધ) છે. છતાં સિટી ઇજનેર કે સંબંધિત અધિકારીઓએ આજદિન સુધી તે અમલમાં કેમ ન મૂક્યો? આ આદેશને ફાઇલમાં દબાવીને શા માટે બેસી રહ્યા? તે તંત્રની ગંભાર ફોજદારી બેદરકારી સાબિત કરે છે.

૪. કોર્ટમાં RMC દ્વારા બિલ્ડરની અરજીનું ખુલ્લું સમર્થન અને ભ્રષ્ટાચાર છાવરવાનો પ્રયાસ
આજની કોર્ટ સુનાવણી દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના વકીલ દ્વારા કોર્ટમાં એવું મૌખિક સબમિશન આપવામાં આવ્યું કે, “આ બાંધકામને લીગલાઈઝ (નિયમિત) કરવાની અરજી હાલ કોર્પોરેશનમાં પેન્ડિંગ છે.” કોર્પોરેશને પરોક્ષ તથા પ્રત્યક્ષ રીતે બિલ્ડરની આ અરજી તથા તેના સ્ટેન્ડને ખુલ્લું સમર્થન પૂરું પાડ્યું હતું. આનો સીધો અર્થ શું થાય? જો બિલ્ડરનું બાંધકામ પહેલેથી જ તમામ નિયમો મુજબ કાયદેસરનું હોત, તો તેને “લીગલાઈઝ” કરાવવાની અરજી કોર્પોરેશનમાં કરવાની જરૂર જ શી પડત? આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે સાબિત કરે છે કે બિલ્ડરનો આડેધડ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરતા છુપાવવા માટે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પીઠબળ પૂરું પાડી રહ્યું છે અને આ મામલાને છાવરવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે.

૫. જાહેર સલામતીનો ભોગ અને નાગરિકોનો અવાજ
એક તરફ તા. ૧૪.૦૫.૨૦૨૫ નો TPO નો સીલિંગ આદેશ આજદિન સુધી લાઈવ છે, બીજી તરફ બિલ્ડર ગેરકાયદેસર બાંધકામને સાચું ઠેરવવા માંગે છે, અને કોર્ટમાં કોર્પોરેશન ખુદ બિલ્ડરની તરફેણ કરે છે—આ ડબલ ધોરણો સાબિત કરે છે કે ભ્રષ્ટ વ્યવસ્થાના જોરે પ્રજાની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે.

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો
Next Article યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?