By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    3 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    5 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    5 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 hours ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 hours ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    3 hours ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    1 day ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 hours ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    3 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    4 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    5 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
CRIME

રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2026/09/26 at 2:33 PM
Khaskhabar Editor 2 hours ago
Share
22 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

જિલ્લા પોલીસે ઓફિસની જડતી લેતા 14 મહિલાઓ કામ કરતી હતી : કુખ્યાત અલ્પેશ દોંગાની ધરપકડ

- Advertisement -

બાલાજી લોન, ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ તથા પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામે આચરતા હતા કૌભાંડ

રાજકોટમાં મનીપ્લ્સ મંડળી નામે ખેડૂતોને લોન આપી તેમની જમીન પચાવી પાડવા અંગે પડધરી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસીંગ ગુર્જરની રાહબરીમાં એલસીબી પીઆઇ જે પી રાવ સહિતની ટીમે સૂત્રધાર અલ્પેશ દોંગાની ધરપકડ કરી તેની રાજકોટના ટ્વીન સ્ટાફ સ્થિત ઓફિસની જડતી લેતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે પોલીસે ઓફિસની જડતી લેતા ત્યાં 14 મહિલાઓ કામ કરતી મળી આવતા તમામના નિવેદન નોંધવામાં આવ્યા છે આ ટોળકી બાલાજી લોન, ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ તથા પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામે કૌભાંડ આચરતા હતા. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પડધરીના સરપદડ ગામે રહેતાં પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવાડીયાને વ્યાજે પૈસા આપી 1.07 કરોડની જમીન પચાવી પાડવા અંગે સૂત્રધાર અલ્પેશ ગોપાલ દોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુ છગન વિરડીયા, પિયુષ ચંદુ વિરડીયા અને સરપદડના હિરેન રતિભાઈ લુણાગરીયા સામે પડધરી પોલીસમાં ગુનો નોંધાયા બાદ તપાસ તેજ કરવામાં આવી હતી દરમિયાન સ્ટાફે બાતમી આધારે અલ્પેશ દોંગા રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ “ટ્વીન સ્ટાર” સાઉથ બ્લોક બિલ્ડિંગના આઠમા માળે ઓફિસ નં. ૮૦૧ માં માણસો રાખી, ખેડૂતોને લોનની લાલચ આપી તેમની જમીનના લખાણ કરાવી લેતો હોવાની બાતમી આધારે ઝડતી કરવામાં આવી હતી ઝડતી સમયે ઓફિસમાં અલગ અલગ રૂમમાં કુલ 14 મહિલા કર્મચારીઓ ફોન પર કામ કરતી મળી આવતા તમામ મહિલાઓની પૂછપરછ મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા રાજકોટ ઉપરાંત અમદાવાદ શહેર ખાતે પણ આવુ કોલ સેન્ટર ચલાવતાં હોય જેથી ઉપરોકત અમદાવાદ ગણેશ ગ્લોરી, જગતપુરા રોડ, ગોતા. અમદાવાદ ખાતેની જગ્યાએ પણ ઝડતી કરતાં ત્યાંથી પણ ચાર સીમ કાર્ડ, ત્રણ મોબાઇલ ફોન, અલગ-અલગ વ્યકિતના સહિ વાળા કોરા ચેક નંગ-૦૯, એરટેલ કંપનીનુ વાઇફાઇ એક, અલગ-અલગ લખાણ લખેલ ચોપડા, ડાયરી, નોટીસ વિજીટીંગ કાર્ડ, દસ્તાવેજોની નકલો ખેડુતોની જમીનના ૭/૧૨ના ઉતારા, સમંતિપત્રક સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. એસપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે સૂત્રધાર અલ્પેશ દોંગા સામે રાજકોટ શહેર અને જિલ્લામાં બોગસ દસ્તાવેજ, છેતરપિંડી, મનીલેન્ડ, સહીત 13 ગુના નોંધાઈ ચૂકાય છે જયારે અક્ષીત અને પિયુષ સામે એક એક ગુનો નોંધાઈ ચુક્યો છે. આ ટોળકીના સૂત્રધાર અલ્પેશ દોંગા તથા અક્ષીત અકબરી, લોનની જરૂરિયાતવાળા તથા ખેતીની જમીન લે-વેચ કરવા ઇચ્છુક સંભવિત લોકોના મોબાઇલ નંબરોની યાદી અને બોલવાની સ્ક્રિપ્ટ કર્મચારીઓને આપતા હતા. કર્મચારીઓને રૂબરૂ તથા “Trust” નામના વોટ્સએપ ગ્રુપ મારફતે સૂચનાઓ આપવામાં આવતી હતી કર્મચારીઓ ઓફિસે આપેલ ફોન/સીમકાર્ડ પરથી પોતાને “બાલાજી લોન” અથવા “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ” માંથી બોલે છે તેમ જણાવી માલિકોની સૂચના મુજબ પોતાનું સાચું નામ બદલીને ખોટા નામે ખેડૂતોને “એગ્રીકલ્ચરલ લોન” માટે કોલ કરતા હતા દરેક કોલની વાતચીત અને ખેડૂતના પ્રતિભાવની નોંધ ડાયરી/ફૂલસ્કેપ બુકમાં રાખવામાં આવતી હતી શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ – ખેતીની જમીન તથા મકાન ઉપર બે કરોડ સુધી લોન” તથા “ખેડૂત ભાઈઓ માટે ૭/૧૨ ઉપર સૌથી વધુ લોન” જેવા લખાણવાળી પત્રિકાઓ અને કવરો દ્વારા ખેડૂતોને આકર્ષવામાં આવતા હતા ત્યાર બાદ ઓફિસ પર બોલાવી સાટાખત આધારે લોનનું કહી જમીનના દસ્તાવેજ કરાવી લેવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

કબ્જે કરેલ મુદામાલ

- Advertisement -

કોલિંગ માટે વપરાતા જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન 14 : 1.40 લાખ
કમ્પ્યુટર સી.પી.યુ. 1 : 5000
વાઇ-ફાઇ રાઉટર 1 : 2000
અગાઉ વપરાયેલ સીમકાર્ડ – ૧ તથા સીલપેક નવા સીમકાર્ડ 4
કોલ રેકોર્ડની નોંધવાળી ડાયરીઓ તથા ફૂલસ્કેપ બુકો
રાજ્યના ૮ જિલ્લાઓ (રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા)ના ૩૨ જેટલા જમીન માલિકોના ગામ નમૂના નં. ૭/૧૨, ૮-અ, હક્કપત્રક, બોજા પત્રક તથા આધાર/પાન કાર્ડની નકલો
અન્ય વ્યક્તિઓના કબજા રહિત સાટાખત કરાર – 4 તથા સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું 1
જુદા જુદા ખાતેદારોના સહીવાળા ચેક 25 તથા આરોપી અલ્પેશ દોંગાનો કેન્સલ ચેક – 1
નામો તથા મોબાઇલ નંબરોની યાદીવાળા છૂટા પાના – આશરે 400
લોન બાબતની વાતચીતના લખાણ તથા ૭/૧૨ ની નકલો – આશરે 50 પાના
શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” લખાણવાળા આશરે 300 કવરો તથા આશરે 200 જાહેરાત પત્રિકાઓ પૈકી નમૂનારૂપ
આરોપી અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ નોંધાયેલ એફ.આઇ.આર. તથા જામીન હુકમોની નકલો 29 પાના

પોલીસ હવે આ કોલ સેન્ટર મુદ્દે મુદ્દે તપાસ કરશે

કબજે કરેલ ૭/૧૨, સાટાખત તથા સહીવાળા કોરા ચેક જે ખેડૂતો/વ્યક્તિઓના છે, તેઓનો સંપર્ક કરી તેઓ પણ આ ટોળકીનો ભોગ બન્યા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવશે., મોબાઇલ ફોન, કમ્પ્યુટર તથા “Trust” વોટ્સએપ ગ્રુપનો ડેટા સાયબર નિષ્ણાતો મારફતે મેળવી વિશ્લેષણ કરવામાં આવશે.
આરોપીઓ પાસે નાણાં ધીરધારનું માન્ય લાયસન્સ છે કે કેમ, નાણાંકીય વ્યવહારો, બેંક ખાતાઓ તથા જમીનના દસ્તાવેજોના આધારે લેવાયેલ નાણાંની તપાસ કરવામાં આવશે.”બાલાજી લોન”, “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ”, “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” તથા “પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ” નામે થયેલ પ્રવૃત્તિઓ, આ ટોળકીમાં અન્ય સંડોવાયેલ વ્યક્તિઓ તથા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવશે.

વરસાદના અછત વચ્ચે પડધરીના અમરેલીમાં નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ : બાયર ક્રોપ, યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા, ઇન્સેકટીસાઇડસ, એફએમસી કંપનીની નકલી દવાઓ સૌરાષ્ટ્રમાં સપ્લાય થતી : રાજકોટના શખ્સ સામે કોપીરાઈટ એકટનો ગુનો નોંધી 10.12 લાખની ડુપ્લીકેટ દવાઓ, સ્ટીકર, રોલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો

રાજકોટ જિલ્લાના પડધરીના અમરેલીમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવતી ફેકટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે બાયર ક્રોપ, યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા, ઇન્સેકટીસાઇડસ અને એફએમસી કંપનીની નકલી દવાઓ બની સૌરાષ્ટ્રભરના એગ્રોમાં વેંચાણ પણ થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે અસલી બ્રાન્ડની કંપનીની ટીમ અને એસઓજીની સંયુક્ત ટીમે દરોડો પાડી 10.12 લાખની ડુપ્લીકેટ દવાઓ, સ્ટીકર, રોલ, ખાલી બોટલ સહિતનો મુદામાલ જપ્ત કરી રાજકોટના શખ્સ સામે કોપીરાઈટ એકટ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં રહેતાં નીતીનકુમાર ભીખાભાઈ પટેલ ઉ.49એ રાજકોટના માયાણી ચોકમાં રહેતા નિર્ભય હરસુખ સુદાણી ઉ.30 સામે પડધરી પોલીસમાં કોપીરાઇટ એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોરેગાંવમાં આવેલ ચેક આઇપી સોલ્યુશન્સ કંપનીમાં સીનીયર ઇન્વેસ્ટીગેશન ઓફીસરથી આશરે પાંચ વર્ષથી કામ કરે છે તેઓને બાયર ક્રોપ સાયન્સ, યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ, સીજેન્ટા કંપની, ઇન્સેકટી સાઇડસ ઇન્ડીયા લીમીટેડ, એફએમસી ઇન્ડીયા કંપનીમાં બનતી ખેતીવાડીની દવાઓનું ભારત દેશમાં કોઇ જગ્યાએ કોઈ કંપની કોપી કરતુ હોય તેઓની સામે કાર્યવાહી કરવાની હોય છે દરમિયાન તેને માહીતી મળેલ કે, રાજકોટ જીલ્લાના પડધરીના અમરેલી ગામની સીમમાં રેડવુડ ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં ઉપરોક્ત કંપનીની દવાઓનું ડુપ્લીકેટ દવાઓ બનાવી વેચાણ થાય છે જેથી રૂરલ એસઓજી પીઆઈને અરજી આપી હતી જે બાદ એસઓજીની ટીમે રેડવુડ ઇન્ડસ્ટ્રીજમા દરોડો પાડ્યો હતો ફેકટરીમાં બેસેલ શખ્સનું નામ પૂછતા નિર્ભય હરસુખ સુદાણી હોવાનુ જણાવ્યુ હતું તે શખ્સને સાથે રાખી રેડવુડ ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં પડેલા બોકસો ખોલી જોતા અલગ અલગ કંપનીની ખેતીની દવાઓ જોવામાં આવેલ જે દવાઓ જોતા બાયર ક્રોપ સાયન્સ લીમીટેડ,યુ નાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ, સીજેન્ટા કંપની, ઇન્સેકટીસાઇડસ ઇન્ડીયા લીમીટેડ તથા એફએમસી ઇન્ડીયા કંપનીમાં બનતી ખેતીવાડીની ટેકનીકલવાળી દવાઓની ડુપ્લીકેટ ખેતીની દવાઓ હોવાનું સામે આવ્યું હતું તેમજ ઓરડીમાંથી અલગ અલગ કંપનીના બ્રાન્ડના સ્ટીકરો તથા ખાલી બોટલો મળી આવેલ જેથી પોલીસે તે શખ્સ પાસે બાયર ક્રોપ, યુનાઈટેડ ફોસ્ફરસ, સીજેન્ટા કંપનીમાં બનતી ખેતીની દવાઓ બનાવવા, રાખવા કે વેચાણ કરવા બાબતનું કોઈ લાયસન્સ રજુ કરવાનું કહેતા તેની પાસે લાયસન્સ નહી હોવાની કબૂલાત આપી હતી ફેક્ટરીની જગ્યા બાબતે પૂછતા શખ્સે જણાવેલ કે, તે જગ્યા રેડવુડ ઇન્ડસ્ટ્રીયલના માલીક રોહિતભાઈ ભગવાનજીભાઈ મોણપરા છે અને કારખાનામાં આવેલ ઓરડીઓ મિત્રતાના લીધે ઉપયોગ કરવા આપેલ હોવાનું જણાવેલ હતું.

પોલીસે ફેક્ટરીની ઓરડીમાંથી બાયર ક્રોપ, યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા કંપની, ઇન્સેકટીસાઇડસ ઇન્ડીયા લીમીટેડ તથા એફએમસી ઇન્ડીયામાં બનતી ખેતીની દવાઓનું ડુપ્લીકેટ દવાઓનો જથ્થો તેમજ ડુપ્લીકેટ સ્ટીકર તથા ખાલી બોટલો તથા રોલ મળી આવેલ છે. જેમાં રૂ.10.12 લાખની ડુપ્લીકેટ દવાઓ, સ્ટીકર, રોલ નં.44760 1.95 લાખનો મુદામાલ મળી આવતાં કબ્જે કરાયો હતો જે બાદ ખેતીવાડી અધિકારીને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યાં હતા અને શંકાસ્પદ ખેતીવાડી જંતુનાશક દવાઓના જથ્થામાંથી સેમ્પલ લઈ એફએસએલમાં મોકલેલ હતું. જેથી આરોપાએ બાયર ક્રોપ સાયન્સ, યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા લ, ઇન્સેકટીસાઇડસ, એફએમસી ઇન્ડીયાની કંપનીમાં બનતી દવાઓનું ડુપ્લીકેટ દવાઓ બનાવી બજારમાં વેંચાણ કરતાં ફરીયાદ નોંધાવી હતી ડુપ્લીકેટ દવાઓ બનાવતો શખ્સ છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલ મિશ્રણ કરી દવાઓ બનાવતો અને સૌરાષ્ટ્રભરના અલગ અલગ નાના-મોટા શહેરના એગ્રોમાં વહેંચતો હોવાની પણ કોબુલાત આપી હતી.

રાજકોટમાં પતિની ધમકીથી પત્નીએ ઘઉંમાં નાખવાની ગોળીઓ પી મર્ચી ખાઈ લીધી : 3 મહિનાથી માવતરે રહેતી પરિણીતાને પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલીયાસણ ગામે પતિની ધમકીથી કંટાળેલી પરિણીતાએ ઘઉંમાં નાખવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ પોલીસ ફરિયાદમાં પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું છે. માલીયાસણ ગામમાં પિયરમાં રહેતી રજીયાબેન ઉર્ફે રીઝવાના(ઉ.વ.35)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન આશરે 10 વર્ષ પહેલાં સતાર ઈબ્રાહીમભાઈ ખેભર સાથે થયા હતા. સંતાનમાં 4.5 વર્ષનો દીકરો છે. લગ્ન બાદ શરૂઆતમાં પતિ સારી રીતે રાખતા હતા, પરંતુ સમય જતાં વાતવાતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ત્રણેક મહિનાથી તે દીકરા સાથે પિયરમાં રહે છે. દરમિયાન તા.24 સપ્ટેમ્બરે મહિલાના ભાઈ અનીશભાઈ ઘરે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સતારભાઈનો ફોન આવ્યો હતો અને ‘હું મારા દીકરાને લઈને જ રહીશ’ કહી ગાળો આપી હતી. દીકરો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ વાતથી માનસિક રીતે પરેશાન મહિલાએ સાંજે ઘરમાં કોઈ હાજર નહતું ત્યારેઘઉંમાં નાખવાની પાવડર દવા ચાર-પાંચ ચમચી ખાઈ લીધી હતી. ઉલટી-ઉબકા અને ચક્કર આવતા પરિવારજનો તેને ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. કુવાડવા રોડ પોલીસે પતિ સતારભાઈ ખેભર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં 13 વર્ષની તરૂણી સાથે અડપલાં, આરોપીની ધરપકડ

રાજકોટમાં રહેતી માત્ર ૧૩ વર્ષની તરૂણી સાથે બે વખત અડપલાં કરાયાની ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ફરિયાદ આધારે યુનિવર્સીટી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળવંતસિંહ વાજાની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રૈયા રોડ વિસ્તારમાં રહેતી તરૂણી ગઈ તા. ૨૧ના રોજ બાઈક પર બેઠી હતી ત્યારે આરોપીએ તેના શરીર સાથે અડપલાં કર્યા હતા.
બીજા દિવસે આરોપીએ ઘરમાં ઘૂસી ફરીથી અડપલાં કર્યા હતા. જે અંગે તરૂણીના પરિવારજનોને જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા આખરે પરિવારના સભ્યોએ યુનિવર્સીટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે તરૂણીની માતાને ફરિયાદી બનાવી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ડ્રાઈવિંગ કરે છે.

યાજ્ઞિક રોડ પર સનસાઇન સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર કરાવતો સંચાલક ઝડપાયો : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મિઝોરમ અને આસામની 6 યુવતીઓને મુક્ત કરાવી

રાજકોટના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલા સનસાઇન વેલનેસ સ્યામાં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી હતી. એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા સ્યામાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્યામાંથી છ યુવતીઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરી છે. રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા બંધ કરાવવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એએચટીયુના પીઆઈપી.એન. પઢીયારની રાહબરીમાં એએસઆઈ અજયકુમાર શુકલા, જીગ્નેશભાઈ મારુ, સલીમભાઇ મકરાણી, હસમુખભાઈ બાલધા, મહેશ પ્રસાદ, જ્યોતિબેન બાબરીયા, ભૂમિબેન ઠાકર સહિતની ટીમે બાતમી આધારે રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં સ્થળ પર દરોડો પાડી શંકર અર્જુનભાઈ સોની ઉ.25 નામના સ્યા સંચાલકને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સ્યામાં ગ્રાહકો પાસેથી શરૂઆતમાં રૂ. 1000 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ ગ્રાહકની માંગ અને કરવામાં આવતી એક્ટિવિટી મુજબ રૂ.2000થી રૂ.5000 સુધીની રકમ લેવામાં આવતી હતી. આ રકમમાંથી રૂ.1000 સંચાલકનું ફિક્સ કમિશન રહેતું હતું. સ્યામાં ગુજરાતની બે યુવતીઓ સ્પેશિયલ મસાજ માટે ઉપરાંત મિઝોરમ અને આસામની યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સંચાલક છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સ્પાની આડમાં આ પ્રવૃત્તિ કરાવતો હતો. આરોપી પાસેથી સ્થળનો 11 મહિનાનો ભાડા કરાર પણ મળી આવ્યો છે AHTUની ટીમે સ્પામાંથી એક મોબાઇલ સહિત કુલ 8500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાયો છે.

મેડિકલ સ્ટોરમાં આતંક મચાવી તોડફોડ કરનાર કચરા ગેંગના વધુ પાંચ શખસોની ધરપકડ : અગાઉ સુત્રધારનો સુરત જેલમાંથી કબજો લીધા બાદ જેલભેગો કરાયો હતો

રાજકોટના ચકચારી હનુમાન મઢી ચોક વિસ્તારમાં આવેલા ‘દેવ પુષ્પ મેડિકલ સ્ટોર’માં તોડફોડ કરી આતંક મચાવવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અગાઉ સાજીદ કચરાની સુરત જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે કસ્ટડી મેળવ્યા બાદ વધુ ટોળકીના અન્ય મુખ્ય સાગરીત અબ્બાસ ઉર્ફે છોટીયો અનવરભાઈ કચરા ઘાંચીનો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કબજો લઇ અબ્બાસ સહીત પાંચની ધરપકડ કરી છે. રાજકોટના રૈયા રોડ પર દેવ પુષ્પ મેડિલક સ્ટોરમાં દવા લેવાના મામલે સાજીદ કચરાએ માથાકુટ કરી અન્યને બોલાવી ધોકા સાથે ધસી જઈ મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી આતંક મચાવવ્યો હતો. આ કેસમાં સાજીદ કચરાને સુરત જેલમાંથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. જોકે, તેની યોગ્ય પૂછપરછ કર્યા બાદ જેલ રિપોર્ટ ભરી પરત સુરત મોકલી દીધો હતો બાદ હવે ગાંધીગ્રામ પોલીસની ખાસ ટીમ સાબરમતી જેલ ખાતે પહોંચી હતી અને અબ્બાસ ઉર્ફે છોટીયોનો વિધિવત રીતે કબજો મેળવી તેની તેમજ સાજીદનો ભાઈ રફીક હુસેનભાઈ કચરા, મહમદ સોહીલ રઈશ મહમદ સેલત, આફ્તાબ રફીકભાઈ કચરા, મયુરભાઈ ધુળાભાઈ ધોળકીયા અને અબ્બાસ ઉર્ફે છોટીયો અનવર ઘાંચીની ધરપકડ કરી વધુ પુછતાછ કરી છે.

મારી સાથે લગ્ન કરવા પડશે કહીં દુષ્કર્મ પીડિતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી : દુષ્કર્મના ગુનામાં જેલ મુક્ત થઇ ફોન કરી સમાધાન માટે દબાણ કરનાર સામે શાપર પોલીસમાં વધુ એક ફરીયાદ

શાપરમાં રહેતી દુષ્કર્મ પીડિતાને આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ ફરીવાર ફોન કરી સમાધાન કરી લગ્ન કરી લેવા દબાણ કરી પુત્રને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ કનુ દાફડા નામના શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે. મૂળ જૂનાગઢની વતની અને હાલ શાપર મુકામે રહેતી 30 વર્ષીય પરિણીતાએ કણકોટ રહેતા કનુ ઉર્ફે લાલો દાફડા સામે શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના પરિવારમાં પતિ અને પાંચ વર્ષનો પુત્ર છે. તેણી હાલ એક મહિનાથી માવતરે રિસામણે છે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે ચાર મહીના પૂર્વે તેણી માતા-પીતાના ઘરે રીસામણે આવી હતી ત્યારે કનુ દાફડા સાથે મોબાઇલથી સંપર્કમા આવેલ અને તેની સાથે વાતચીત કરતી હતી. કનુએ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. બાદ તેણે લગ્ન નહી કરી શરીર સબંધ બાંધેલ હોય જેથી તેના વિરૂધ્ધ અગાઉ શાપર પોલીસ સ્ટેશનમા દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા શાપર પોલીસે કનુ દાફડાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો બાદ કનુ ઉર્ફે લાલો દાફડાએ ફોન કરી તેની સાથે લગ્ન કરવા જણાવેલ હતું. જો હુ તેની સાથે લગ્ન નહી કરૂ તો તે મને તથા મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વધુમાં પતિને તથા મારા ઘરના સભ્યોને પણ ફોન કરી તેને પણ ધમકીઓ આપે છે અને સમાધાન કરવા દબાણ કરે છે કનુ તેણીના પિતાના ઘર પાસે આવી આંખોથી ઇસારાઓ કરી ધમકીઓ આપતો હોય છે જેથી પરિણીતાએ અંતે કનુ દાફડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેતપુરના રબારીકા ગામે ખેડૂતના ઘરે ધસી જઈ દારૂડિયા પિતા-પુત્રનો આતંક : સરપંચ સામે ફરિયાદ કેમ કરી, બહાર નીકળ તને કાપી નાખવો છે કહી ધમકી

જેતપુરના રબારીકા ગામે પિતા-પુત્રએ દારૂના નશામાં ધૂત થઇ ગામમાં હંગામો મચાવ્યા બાદ ખેડૂતના ઘરે હથિયારો સાથે ધસી જઈ તારાથી સરપંચ સામે ફરિયાદ જ કેમ થાય, તું બહાર નીકળ તને કાપી નાખવો છે કહી ધમકી આપી બંને નાસી જતા ખેડૂત યુવાનની ફરિયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરના રબારીકા ગામે રહેતા અનિરુદ્ધ રાવતભાઈ લાલુ નામના 30 વર્ષીય ખેડૂત યુવાને ગામમાં જ રહેતા કનુ જગુ લાલુ અને અભય કનુ લાલુ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રીના તે ઘરે હતો. ત્યારે ત્રણ સવારી બાઈકમાં કોઇ અજાણ્યા શખ્સો ગાળો બોલતા બોલતા નીકળ્યા હતા. થોડીવાર બાદ ગામના કનુ લાલુ તથા તેનો દિકરો અભય લાલુ દારૂના નશામાં ધૂત થઇ ધોકો તથા તલવાર લઇ ઘરની સામે આવેલ પાનની દુકાને આવી દુકાન બંધ કરવાનુ કહી દેકારો કરી ગાળો બોલતા હતા તેમજ ફરિયાદીના ઘર બહાર આવી કનુએ જોર જોરથી કહેલ કે, તારાથી સરપંચ પ્રતાપભાઈ ઉપર ફરીયાદ કેમ કરાય, તુ બહાર નીકળ તને કાપી નાખવો છે તેમ બોલતા હતા જેથી યુવક અને તેના ઘરના સભ્યો સાથે બહાર આવ્યો હતો દરમિયાન આજુબાજુમા રહેતા લોકો પણ ઘર બહાર આવી ગયા હતા. બાદ અભય હાથમા રહેલ તલવારનો ઘા કરી કનુ સાથે ત્યાથી ભાગી ગયો હતો ગઈકાલે સવારના ગામના સરપંચ પ્રતાપભાઇ તથા તેની સાથેના માણસો સાથે ખેતરના રસ્તા બાબતે બોલાચાલી અને માથાકુટ થઈ હતી જે બાબતે પોલીસ સ્ટેશને અરજી કરી હતી આ અરજી અનુસંધાને પોલીસે સરપંચ સહિતના સામે અટકાયતી પગલા લીધા હતા જેનો ખાર રાખી બંને પિતા-પુત્રએ અમારા ઘર બહાર હથિયારો સાથે ધસી આવી ધમકી આપી હોવાની ફરિયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડેલિંગ કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી : જ્ઞાતિ વિષે હડધૂત કરી 9.90 લાખ રૂપિયા પણ પડાવી લીધા : વડોદરાના શખ્સ સામે ફરિયાદ

રાજકોટ શહેર પોલીસ ચોપડે વધુ એક દુષ્કર્મનો બનાવ નોંધાયો છે મૂળ જૂનાગઢ પંથકની અને હાલ રાજકોટમાં રહેતી મોડેલિંગ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી વડોદરાના શખ્સે ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી 9.90 લાખ રૂપિયા પણ પડાવી લીધા બાદ મહિલાને તરછોડી દેતા અંતે વડોદરાના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ જૂનાગઢ પંથકની અને હાલ રાજકોટમાં રહેતી 36 વર્ષીય મહિલાએ વડોદરાના દુર્ગાનગરમાં રહેતા પાર્થ વિજય પરીખ સામે દુષ્કર્મ, એટ્રોસિટી, છેતરપિંડી સહિતની કલમ હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી મોડેલિંગ કરતી હોય પોતે માર્ચ 2026માં પાર્થ સાથે સંપર્કમાં આવી હતી ત્યાર બાદ તેણીને પ્રેમજાળમાં ફસાવી પાર્થે યુવતી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેણીને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ લગ્ન રજીસ્ટાર કરાવ્યા હતા બાદમાં મહિલાએ સામાજિક રીતરિવાજ લગ્ન કરવાનું કહેતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી તેમજ તેની પાસેથી કટકે કટકે 9.90 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા આ રૂપિયા પણ પરત આપ્યા ન હતા તે પછી પણ યુવતીએ સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન નહિ કરે તો પોતે પોલીસ ફરિયાદ કરશે તેવું કહેતા સામે તેણીના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનું જણાવતા અંતે તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ ચૌહાણે ગુનો નોંધ્યો હતો આ કેસની તપાસ એસીપી વી.બી.જાડેજાને સોંપવામાં આવી છે.

લાતી પ્લોટમાં યુવતીને ભગાડી જવા મુદ્દે યુવક પર ત્રિપુટીનો હુમલો

રાજકોટના લાતી પ્લોટમાં રહેતા મેહુલભાઈ પરબતભાઇ માલકિયાએ આ જ વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો સુરેશભાઈ માલકિયા, તેનો ભાઈ રોહિત અને તેના કાકા વિજયભાઈ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જીગ્નેશ અગાઉ કૌટુંબિક ભાણેજને ભગાડી ગયો હોય તે મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોય જેનો ખાર રાખી ગત સાંજે ત્રણેયે મળી જેમ ફાવે તેમ ગાળો ભાંડી મેહુલભાઈ ઉપર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી આ અંગે ત્રણેય સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રેલનગરમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પોલીસ મથકના પીઆઇ એમ ડી મકવાણાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, વનરાજભાઈ બોરીચા સહિતની ટીમે બાતમી આધારે રેલનગરમાં શાંતિવન રેસિડેન્સીમાં દરોડો પાડી જુગાર રમતા રેણુકાબેન જગદીશભાઈ ચાવડા, વિજુબેન કરશનભાઇ મિયાત્રા, શીતલબેન દીપકભાઈ ચાવડા, સરલાબેન જયસુખભાઇ ધ્રાંગડ, કુસુમબેન નથુભાઈ મોર અને હેમાંક્ષીબેન સુધીરભાઈ અવસુરા સામે ગુનો નોંધી ધરપકડ કરી રોકડા 10,300 કબ્જે કર્યા છે.

 

You Might Also Like

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
Next Article UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?