By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    3 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    5 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    5 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    17 minutes ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    41 minutes ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 hours ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    1 day ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    46 minutes ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    3 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    4 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    5 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor
Last updated: 2026/09/26 at 1:59 PM
Khaskhabar Editor 56 minutes ago
Share
6 Min Read
SHARE

ડૉ. દેવજી સાંખટ (એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર

જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ લગ્ન કાયદેસર રીતે ચાલુ હોવા છતાં, પ્રથમ જીવનસાથી સાથેના છૂટાછેડા વિના અથવા તેમના નિધન વિના અન્ય વ્યક્તિ સાથે બીજા લગ્ન કરે છે, ત્યારે કાયદાની નજરમાં તે બીજા લગ્ન સંપૂર્ણપણે ગેરકાયદેસર અને શૂન્ય ઠરે છે. ભારતીય કાયદાકીય માળખા અનુસાર આવા બીજા લગ્નનું કાયદાકીય રીતે કોઈ અસ્તિત્વ રહેતું નથી અને તે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે (First Appeal No. 1064/2025) વડોદરા ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરી પતિના અગાઉથી ચાલુ લગ્ન હોવા છતાં થયેલા બીજા લગ્નને “Null and Void” (શૂન્ય) જાહેર કર્યા છે. કેસની વિગત મુજબ, અરજદાર મહિલાને પુરુષના પ્રથમ લગ્ન વિશે જાણ હતી, પરંતુ પુરુષે ડિવોર્સની ખોટી ખાતરી આપી લગ્ન નોંધણીમાં પોતાની જાતને અપરિણીત દર્શાવ્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 5(i) અને 11 મુજબ જો પ્રથમ પતિ કે પત્ની જીવિત હોય, તો બીજી વ્યક્તિને અગાઉના લગ્નની જાણકારી હોવા છતાં બીજા લગ્ન કાયદેસર ગણાતા નથી.

- Advertisement -

કાયદેસર છૂટાછેડા વગર બીજા લગ્ન અમાન્ય
હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૫(i) સ્પષ્ટપણે શરત મૂકે છે કે લગ્ન સમયે બેમાંથી કોઈ પણ પક્ષકારનો અગાઉથી જીવિત જીવનસાથી હોવો જોઈએ નહીં. જો આ શરતનો ભંગ કરીને લગ્ન કરવામાં આવે, તો કલમ ૧૧ હેઠળ આવા બીજા લગ્ન આપોઆપ ‘શૂન્ય’ (Null and Void) બની જાય છે. આ કાયદો હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ સમુદાયના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડે છે. જો પ્રથમ લગ્ન અસ્તિત્વમાં હોય તો બીજા લગ્નની નોંધણી પણ કાયદાકીય રીતે અમાન્ય ઠરે છે.

દ્વિપત્નીત્વ અથવા દ્વિપતિત્વનો ગુનો બને
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં બીજા લગ્ન કરવા એ માત્ર સિવિલ બાબત નથી, પરંતુ એક ગંભીર ફોજદારી ગુનો પણ છે. ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૮૨ હેઠળ, જો કોઈ વ્યક્તિ પ્રથમ પતિ કે પત્નીના જીવતાં બીજા લગ્ન કરે, તો તેને ૭ વર્ષ સુધીની કેદની સજા અને દંડ થઈ શકે છે. જો છળકપટ કરીને અથવા પ્રથમ લગ્નની હકીકત છુપાવીને બીજા લગ્ન કરવામાં આવ્યા હોય, તો ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૮૩ હેઠળ ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનો કાયદાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવે છે.

સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ જોગવાઈઓ
ભારતમાં વિશેષ લગ્ન અધિનિયમ, ૧૯૫૪ હેઠળ નોંધાયેલા તમામ આંતરધર્મીય કે આંતરજ્ઞાતીય લગ્નોમાં પણ એકપત્નીત્વનો નિયમ સંપૂર્ણપણે લાગુ થાય છે. આ કાયદાની કલમ ૪(a) અને કલમ ૨૪ હેઠળ અગાઉના લગ્ન ચાલુ હોય તો બીજા લગ્ન રદબાતલ થાય છે. મુસ્લિમ વ્યક્તિગત કાયદા હેઠળ પુરુષોને ચોક્કસ શરતો સાથે ચાર પત્નીઓ સુધીની પરવાનગી છે, પરંતુ જો મુસ્લિમ પુરુષે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન કર્યા હોય, તો તે પણ બીજા લગ્ન કરી શકતો નથી. ખ્રિસ્તીઓ માટે ‘ખ્રિસ્તી લગ્ન અધિનિયમ, ૧૮૭૨’ અને પારસીઓ માટે ‘પારસી લગ્ન અને છૂટાછેડા અધિનિયમ, ૧૯૩૬’ માં પણ બીજા લગ્નને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા છે.

- Advertisement -

બીજા લગ્ન શૂન્ય જાહેર કરવાની કાનૂની પ્રક્રિયા
બીજા લગ્ન કાયદાકીય રીતે શૂન્ય હોવા છતાં, ભવિષ્યની કોઈ પણ કાનૂની અસ્પષ્ટતા કે ગૂંચવણ દૂર કરવા માટે સક્ષમ ફેમિલી કોર્ટ માંથી લગ્ન શૂન્ય હોવાનું હુકમનામું મેળવવું હિતાવહ છે. આ માટે પીડિત પક્ષકારે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૧ હેઠળ અરજી દાખલ કરવાની રહે છે. અદાલતમાં પ્રથમ લગ્ન કાયદેસર રીતે અસ્તિત્વમાં હતા અને બીજા લગ્ન સમયે પ્રથમ જીવનસાથી જીવિત હતા તેવા પુરાવાઓ રજૂ કરવા પડે છે. અદાલત તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ બીજા લગ્નને અધિકૃત રીતે શરૂઆતથી જ રદબાતલ જાહેર કરતો ચુકાદો આપે છે, જેનાથી કાનૂની રેકોર્ડ સ્પષ્ટ થાય છે.

બીજા લગ્નથી જન્મેલા બાળકોના કાયદાકીય અધિકારો
કાયદો માતા-પિતાના બીજા લગ્નને શૂન્ય ગણે છે, પરંતુ આવા લગ્નથી જન્મેલા નિર્દોષ બાળકોને ગેરકાયદેસર ગણતો નથી. હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૧૬ હેઠળ, બીજા લગ્ન રદબાતલ હોવા છતાં, આવા લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસર માનવામાં આવે છે. આ બાળકો પોતાના પિતાની સ્વ-ઉપાર્જિત મિલકતમાં સંપૂર્ણ વારસાદારી હક્ક ધરાવે છે. જોકે, તેઓ પિતાની પિતૃઓ પાર્જિત મિલકતમાં અન્ય કાયદેસરના વારસદારોની જેમ જન્મજાત હક્ક દાવો કરી શકતા નથી, પરંતુ પિતાના હિસ્સાની મિલકતમાં તેઓ પોતાનો કાયદેસરનો હિસ્સો મેળવવા માટે પૂરેપૂરા હકદાર બને છે.

કાયદાની દ્રષ્ટિએ ‘બીજા લગ્ન’ અને ‘લિવ-ઈન રિલેશનશિપ’ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. જો કોઈ વિવાહિત વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા વિના માત્ર સાથે રહે છે, તો તે લિવ-ઈન રિલેશનશિપ ગણાય છે, જે BNS કલમ ૮૨ હેઠળ દ્વિપત્નીત્વનો ગુનો બનતો નથી, પરંતુ તે છૂટાછેડા માટે ‘વ્યભિચાર’ નો મજબૂત આધાર બની શકે છે. બીજા લગ્ન ખરેખર સંપન્ન થયા છે તે સાબિત કરવા માટે લગ્ન વિધિના ફોટોગ્રાફ્સ, વિડિયો રેકોર્ડિંગ, લગ્ન નિમંત્રણ પત્રિકા (કંકોતરી), પૂજા-વિધિ કરાવનાર પંડિત કે મૌલવીની જુબાની, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા સોશિયલ મીડિયા પર રજૂ કરેલા પુરાવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

ચૂંટણી આવે ત્યારે તમે તમારા ધારાસભ્યને પૂછો છો કે ૫ વર્ષમાં અમારા માટે કેટલાં કામ કર્યાં?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ
Next Article એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Authorમનીષ આચાર્ય

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?