By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    4 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    5 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    5 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
રાજકોટ

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

Khaskhabar Editor
Last updated: 2026/09/23 at 2:38 PM
Khaskhabar Editor 1 day ago
Share
5 Min Read
SHARE

આવાસ આપો અથવા ઝૂંપડા બાંધવાની મંજૂરી આપોઃ અસરગ્રસ્તની માગ

વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારનાં આરોપ, ડ્રો માટેની કામગીરી મનપાને બદલે અન્ય સરકારી સંસ્થાને સોંપવા માંગ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલા આવાસ યોજનાનો ડ્રો રદ્દ કરવામાં આવ્યો હતો. મેયર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈને અસરગ્રસ્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે રજાક કુરેશી નામના અસરગ્રસ્તે ત્યાં સુધી કહ્યું હતું કે, આવાસ આપો અથવા ઝૂંપડા બાંધવાની મંજૂરી આપો. જ્યારે પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ડ્રોની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. અગાઉ ડ્રોની કામગીરી ગઈંઈ (નેશનલ ઇન્ફર્મેટિકસ સેન્ટર) ચલાવતી હતી. જેકે તેમણે અચાનક ના પાડયા બાદ હવે સમગ્ર પ્રક્રિયા મનપાનાં કોમ્પ્યુટર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ડ્રો માટેની કામગીરી મનપાને બદલે અન્ય સરકારી સંસ્થાને સોંપવામાં આવે તો આવા વિવાદો પણ થવાની શક્યતા ઘટે તેમ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૩ સપ્ટેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના હેઠળ ઘર વિહોણા અને અસરગ્રસ્ત લોકોને આવાસ ફાળવવા માટે ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રો અંતર્ગત ૮૦ ફૂટ રોડ પર આવેલી વીર તાત્યા ટોપે ટાઉનશીપ, સંતકબીર રોડ પર આવેલ ગોકુલનગર આવાસ તથા રવિશંકર આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જંગલેશ્વર મેગા ડીમોલેશનના અસરગ્રસ્તો, લલુંડી વોકળી, સાગરનગર અને બેટ દ્વારકા વિસ્તારના અસરગ્રસ્તોને આવાસ ફાળવવામાં આવ્યા હતા. જેમાં જંગલેશ્વર મેગા ડીમોલેશનના ૪૨ અસરગ્રસ્તોનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે સમગ્ર ડ્રો રદ્દ થતા આ તમામ ૪૨ અસરગ્રસ્તો સહિત કુલ ૧૬૩ લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ્દ થઈ ગઈ છે.

આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ અને ડ્રો રદ્દ કરવાનો નિર્ણય લેવાયા પછી સ્થાનિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ રાજકોટ મનપા દ્વારા આવાસ યોજનાના ડ્રોની તમામ જવાબદારી નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (ગઈંઈ) જેવી નિષ્પક્ષ સરકારી સંસ્થા દ્વારા કરાવવામાં આવતી હતી. પરંતુ આ વખતે આ નીતિ બદલીને મનપાના પોતાના જ કોમ્પ્યુટર વિભાગને ડ્રો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેને કારણે પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. લોકો અને વિપક્ષમાં હવે માંગ ઉઠી રહી છે કે મનપાના પોતાના વિભાગને બદલે અન્ય કોઈ નિષ્પક્ષ સરકારી સંસ્થા દ્વારા જ ડ્રોની કામગીરી કરાવવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગેરરીતિમાં મોટા નેતાઓનો હાથ છે. કયા નેતા કોને પ્રોટેક્ટ કરી રહ્યા છે અને કોની ભાગીદારી છે તે જાહેર થવું જોઈએ. જો ભાજપના નેતા કે કાર્યકર હોય તો પણ તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. મારું માનવું છે કે આ જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને ભવિષ્યમાં કોઈ કામ આપવું ન જોઈએ. રાજકોટમાં આ સિવાયના પણ તેના કામ ચાલુ હોય તો તે પણ રદ્દ કરીને તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. જો તેના કોઈ બિલ બાકી હોય તો તે પણ અટકાવી દેવા જોઈએ. રાજકોટમાં રોજ નવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આખી પ્રજા તે જોઈ રહી છે. મેં ગઈકાલે જ મેયરને પત્ર લખીને રજૂઆત કરી છે કે તમારી છાપ સારી છે, તેથી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવો અને યોગ્ય જવાબ આપો.

- Advertisement -

ડ્રો રદ્દ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત રજાક કુરેશીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ આપેલા આવાસના ડ્રો રદ્દ કર્યા તેનું ચોક્કસ કારણ હજુ સુધી અમને જણાવવામાં આવ્યું નથી. જ્યારે ડ્રો થયો સુન્ન ત્યારે તમામ લાભાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે ૪ થી ૫ દિવસ પછી આવીને હપ્તો ભરી દેવો અને ચાવી લઈ જવી. પરંતુ તે પછી મનપા દ્વારા હાથ ધરાયેલા રી-સર્વેમાં કેટલાક ઓપરેટરો અને મનપા કર્મચારીઓની મિલીભગતથી બોગસ અને ખોટા નામો તથા ક્વાર્ટર નીકળ્યા હતા. મનપા તંત્ર પોતાની આ ભૂલ અને વિવાદને દબાવવા માટે થઈને સાચા લાભાર્થીઓના ક્વાર્ટર પણ રદ્દ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં અમે ભાડું ભરી શકવાની સ્થિતિમાં નથી અને મકાન વગરના થઈ ગયા રહેવા મજબૂર બન્યા છે. જે સાચા લાભાર્થીઓ છે તેમને તેમના આવાસ આપી દેવા જોઈએ. જો અધિકારીઓની ભૂલ કે તકલીફ હોય તો તેમની સામે એક્શન લો, ગરીબ અને નાના માણસોને શું કામ હેરાન કરવામાં આવે છે? આ ડ્રોમાં જંગલેશ્વર એકતા કોલોની, લલુંડી વોકળી, દ્વારકા અને ભારતનગરના અસરગ્રસ્તો સામેલ હતા. ત્યારે જેમને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમને પરત આપી દેવામાં આવે અથવા તો તેમની જૂની જગ્યાએ ઝૂંપડા બાંધવાની મંજૂરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
Next Article ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?