પોલીસ પર ફાયરિંગ કરનાર એક આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાયો
મંદિરમાં દર્શન કર્યા બાદ સગીર મિત્ર સાથે પાર્કમાં પહોંચી હતી
- Advertisement -
દિલ્હીના કાલકાજી મંદિર પાસે આવેલા આસ્થા કુંજ પાર્કમાં ૧૭ વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટનાથી દિલ્હી ફરી શર્મસાર થઈ ગઈ છે. ઘટના સોમવાર સાંજની છે. પોલીસે મંગળવારે સવારે દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં એન્કાઉન્ટર બાદ એક આરોપી આસિફની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ દરમિયાન આરોપીએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એક ગોળી હેડ કોન્સ્ટેબલની બુલેટપ્રૂફ જેકેટ પર વાગી હતી. જવાબમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ઘાયલ આરોપીને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીર સોમવારે સાંજે ૭ વાગ્યે પોતાના ૧૭ વર્ષીય મિત્ર સાથે કાલકાજી મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બંને સાંજે લગભગ ૭ઃ૩૦ વાગ્યે ગેટ નંબર ૭થી આસ્થા કુંજ પાર્કમાં પ્રવેશ્યા હતા. ત્યાં ત્રણ યુવકો તેમની પાસે આવ્યા અને પોતાને પોલીસકર્મી હોવાનું જણાવ્યું. ફરિયાદ અનુસાર, યુવકોએ સગીર અને તેના મિત્રને ધમકાવ્યા. ત્યારબાદ સગીરને તેના મિત્રથી અલગ કરીને એકાંત સ્થળે લઈ ગયા. આસિફે પિસ્તોલ અને છરી બતાવીને તેને ધમકાવી. ત્યારબાદ ત્રણેયે તેની સાથે બળાત્કાર કર્યો. પછી ધમકી આપીને તેને છોડી દીધી. પોલીસને રાત્રે લગભગ ૮:૪૫ વાગ્યે PCR કોલ દ્વારા પાર્કમાં બળાત્કારની માહિતી મળી. ત્યારબાદ અમર કોલોની પોલીસ સ્ટેશનના SHO અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યાં સગીરા પોતાના મિત્ર સાથે મળી. સગીરાની AIIMSમાં તબીબી તપાસ કરાવવામાં આવી. ક્રાઇમ ટીમ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ કરી જરી સેમ્પલ અને અન્ય પુરાવા એકત્ર કર્યા હતાં. દિલ્હીમાં આ મહિને સગીરા સાથે બળાત્કારનો આ ત્રીજો મામલો છે. ૧૨ સપ્ટેમ્બરે સ્વરૂપ નગરમાં ૧૪ વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ૧૬ સપ્ટેમ્બરે સદર બજારમાં ૧૦ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો.ઘ




