By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 hour ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    6 minutes ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 hour ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 hour ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 hour ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor
Last updated: 2026/09/18 at 2:49 PM
Khaskhabar Editor 17 minutes ago
Share
7 Min Read
SHARE

ડે.મેયરના દક્ષાબેન વસાણીનો ફ્લેટ 6 લાખમાં ખરીદ્યાનો આલાભાઈ સભાડનો દાવો

સામાપક્ષે દક્ષાબેન વસાણીનો પણ ચોંકાવનારો બચાવ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. આ વખતે સવાલોના કેન્દ્રમાં રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર અને વોર્ડ-૯ના કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણીનું નામ સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા નટરાજનગરની આવાસ યોજનાના ફ્લેટ નં. ૧૧૯ને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ૧૧૯ નંબરનો આવાસ યોજનાનો ફ્લેટ દક્ષાબેન વસાણીના નામે હતો પરંતુ હાલ આ મકાનમાં દક્ષાબેન નહીં, આલાભાઈ સભાડ નામના વ્યક્તિ રહે છે. મીડિયા સાથેની વાતચીતમાં આલભાઈ સભાડે દાવો કર્યો છે કે, તેમણે આ મકાન દક્ષાબેન વસાણી પાસેથી રૂ. ૬ લાખમાં ખરીદ્યું છે. આલાભાઈ સભાડના કહેવા પ્રમાણે આ મકાન તેમણે આશરે છ-આઠ મહિના પહેલાં લીધું હતું. આલભાઈના દાવા મુજબ વાત માત્ર ફ્લેટ નંબર ૧૧૯ પૂરતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે ફ્લેટ નંબર ૧૨૦ પણ તેમનો જ છે. જોકે, સમગ્ર આક્ષેપોને લઈને ડે.મેયર દક્ષાબેન વસાણીએ અલગ જ સ્પષ્ટતા કરી છે. દક્ષાબેન વસાણીના જણાવ્યા પ્રમાણે તેમણે આવાસ યોજનામાં કોઈ ફોર્મ ભર્યું નહોતું. ગોપાલચોકમાં આવેલી તેમની દુકાનનું મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તેના બદલામાં મનપા દ્વારા તેમને આ ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. દક્ષાબેને વધુમાં સ્વીકાર્યું કે, આશરે આઠ મહિના પહેલાં તેમણે આ ક્વાર્ટર રૂ.૬ લાખમાં વેચ્યું હતું. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો દક્ષાબેનની દુકાન કપાતમાં ગઈ હોય તો તેના બદલામાં દુકાન અથવા વળતર મેળવી શકાય પરંતુ ગરીબો માટેની આવાસ યોજનામાંથી મકાન મેળવવું યોગ્ય નથી. તેમણે ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામામાં આવાસની વિગતો છુપાવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે મનપાના કમિશનર તથા મેયર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારની પાસે પણ આવાસ હોવાનું બહાર આવ્યું
રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં.૬ના કોર્પોરેટરે આવાસ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબને પરમારની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે વર્ષ ૨૦૧૪માં જ્યારે પોતે કોર્પોરેટર નહોતા એ સમયે આ આવાસ લાગ્યું હોવાનો બચાવ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, મારા પતિ ખાનગી નોકરી કરે છે. જે-તે સમયે અમારી પાસે રહેઠાણ નહીં હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરતા આ આવાસ લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધર્મિષ્ઠાબેન પરમારે ચૂંટણી ઉમેદવારી પત્ર ભર્યું એ સમયે તેઓ સોગંદનામામાં દોઢ લાખ રૂપિયાની રોકડ, બે લાખનું મચ્યુઅલ ફંડમાં રોકાણ, રૂ. ૩૩ લાખની કિંમતના બાવીસ તોલા ઝવેરાત, મોરબીના મકનસર ગામે સંયુક્ત નામે જમીન, પતિ પાસે માધાપર ગામે સંયુક્ત નામે ફ્લેટ અને શહેરનાં કાલાવડ રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર હોવાનું જાહેર કર્યું હતું.

અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ
જ લાભાર્થીનું આ સમગ્ર મામલામાં માત્ર લાભાર્થીનું નામ જ નહીં પરંતુ જે-તે સમયના મનપાના તંત્રની ભૂમિકા અંગે પણ સવાલ ઊભા થાય છે. કયા અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી હતી? પાત્રતા કેવી રીતે નક્કી થઈ? સ્થળ તપાસ કોણે કરી? અને લાભાર્થી તરીકે નામ મંજૂર કોણે કર્યું? આ તમામ સવાલોના જવાબ તંત્ર પાસેથી મેળવવા જરૂરી બની જાય છે. જો વર્ષ ૨૦૧૪-૧૫માં ફ્લેટ દક્ષાબેન વસાણીને ફાળવાયો હતો, તો ત્યારબાદ આ મકાનનો વપરાશ કેવી રીતે થયો? શું તેઓ તેમાં રહેતા હતા? કે મકાન લાંબા સમય સુધી બંધ રહ્યું? અને જો તે અન્ય વ્યક્તિને આપવામાં આવ્યું હોય તો કયા કાયદાકીય દસ્તાવેજો અને મંજૂરીના આધારે? હાલ ફ્લેટમાં રહેતા આલાભાઈ સભાડના નિવેદનથી તો એટલું ચોક્કસ સામે આવે છે કે તેઓ આ મકાન દક્ષાબેન પાસેથી રૂ. ૬ લાખમાં લીધું હોવાનો દાવો કરે છે પરંતુ આ દાવાની ‘ સત્તાવાર દસ્તાવેજોથી ચકાસણી થવી બાકી છે.

- Advertisement -

RMCની આવાસ યોજનાઓમાં બેફામ ગેરરીતિનો પર્દાફાશ : ‘ખાસ-ખબર’નાં સ્ફોટક અહેવાલોનો પડઘોઃ આવાસનો ડ્રો રદ્દ કરાયો
રાજકોટની વિવિધ આવાસ યોજનાની ફાળવણીમાં થયેલી ગેરીરીતિ મામલે ‘ખાસ-ખબર’ના અહેવાલનો જબરદસ્ત પડઘો પડયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનના ૪૨ અસરગ્રસ્તો સહિત અલગ અલગ વિસ્તારોના વિસ્થાપિતોને ૩ સપ્ટેમ્બરે ૧૬૩ આવાસની ફાળવણી કરાઈ હતી, જેમાં વિસંગગતા જણાતા મેયર ડો. નેહલ શુકલએ ફાળવણી રદ કરવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ અહેવાલો બાદ આવાસ યોજનામાં ચાલતા કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા હતા ત્યારે હાલમાં જ થયેલો આવાસ યોજનોનો ડ્રો પણ માત્ર નાટક પુરતો જ હોવાની ફરિયાદો મેયર ડો. નેહલ શુકલને મળી હતી. મેયર દ્વારા આ અંગે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેટલીક વિસંગતતા સામે આવી હતી. જેને લઈ તેમણે આવાસ ફાળવણીનો આ ડ્રો રદ કરવાનો આદેશ કરતાં મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે. મેયર ડો. નેહલ શુકલે એક બે આવાસોને બદલે તમામ ૧૬૩ આવાસોનો આખો ડ્રો જ રદ કરવાનો હુકમ કરતાં ભાજપના કોર્પોરેટરો સહિત અધિકારીઓમાં પણ સોંપો પડી ગયો છે.

નિષ્પક્ષ તપાસ થાય તો રાજયનો સૌથી મોટો આવાસ ભ્રષ્ટાચાર રાજકોટમાં ઉજાગર થઈ શકેઃ કૉંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ડ્રો કરવામાં આવેલા ૧૬૫ આવાસ મેયર દ્વારા રદ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શાસક પક્ષ ભાજપ અને વહીવટી તંત્ર પર આકરા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને શહેરોમાં પોતાની છત મળી રહે તેવા ઉદ્દેશથી આવાસો બનાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાજપના સંગઠન સાથે જોડાયેલા લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવાસો મેળવીને ગરીબ લોકોના હક છીનવી રહ્યા છે. આવાસોના ડ્રો રદ થવા અંગે તેમણે કહ્યું કે, કદાચ મેયરના ધ્યાને પણ ભ્રષ્ટાચારની આ બાબત આવી હોવાથી તેમણે આ નિર્ણય લેવાની ફરજ પડી હશે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પણ પત્રકાર પરિષદો કરીને કડક કાર્યવાહીના દાવા કરાયા બાદ ફાઇલો દબાવી દેવાઈ હતી. તેથી આ વખતે મેયર પોતાની હિંમત પર અડગ રહીને આવાસ ફાળવણીના ભ્રષ્યચાર સામે પૂર્ણ કાર્યવાહી કરે તે જરૂરી છે. આ સાથે તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયર બંને જાતે સ્થળ તપાસ કરવા નીકળે તેવી માગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે તંત્ર ‘રોબોટ’ની જેમ માત્ર “તપાસ થશે. તેવા નિવેદનો આપે છે, પરંતુ ભૂતકાળમાં એસઆઈટી કે વિજિલન્સ તપાસના કોઈ રિપોર્ટ જાહેર કરાયા નથી. જો તંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરે તો ‘નાયક’ ફિલ્મ જેવો રાજ્યનો સૌથી મોટો આવાસ ભ્રષ્યચાર રાજકોટમાં ઉજાગર થઈ શકે તેમ છે.

You Might Also Like

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
Next Article ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?