ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ
પાંચ વર્ષની હોસ્પિટલની સફળતાની માહિતીથી માહિતગાર કરતા પુસ્તિકાનું વિમોચન
- Advertisement -
રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આધુનિક આરોગ્યસેવામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. પંચનાથ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક CBCT (Cone Beam Computed Tomography) મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ નવી CBCT સુવિધાનું લોકાર્પણ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પંચનાથ હોસ્પિટલ ખાતે જ કરવામાં આવ્યું હતું. પંચનાથ હોસ્પિટલ દ્વારા હંમેશા આધુનિક તબીબી ટેકનોલોજી સામાન્ય અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પોસાય તેવા ખર્ચે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ જ દિશામાં CBCT મશીનનો ઉમેરો એક મહત્વપૂર્ણ પગલું છે. પંચનાથ હોસ્પિટલનો Dental Department પહેલેથી જ આધુનિક અને નવીનતમ Dental Equipmentથી સજ્જ છે. વિભાગમાં OPG RVG અને IOS (Intraoral Scanner) જેવી આધુનિક Diagnostic અને Imaging સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે CBCT મશીનના આવતા Dental Departmentની Diagnostic અને Treatment Planning ક્ષમતા વધુ મજબૂત બની છે. CBCT દ્વારા મળતી 3D માહિતી ખાસ કરીને Implant, RCT, Oral Surgery, Orthodontics તથા Jaw અને Maxillofacial સંબધિત કેસોમાં સારવારનું આયોજન કરવામાં તબીબોને ઉપયોગી બનશે. પંચનાથ હોસ્પિટલના Dental Departmentમાં ૭ અનુભવી અને પોતાના નિષ્ણાંત Dental Doctors દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. આ ઉપરાંત, વિવિધ જટિલ Dental અને Maxillofacial સર્જરી માટે ૯ અનુભવી અને Super-Specialist Surgeonsની ટીમ પણ ઉપલબ્ધ છે. Dental Departmentમાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન કુલ ૫૧,૩૮૯ વિવિધ Dental Procedures કરવામાં આવી છે.
પંચનાથ હોસ્પિટલનો ઉદ્દેશ આધુનિક તબીબી ટેકનોલોજી અને ગુણવત્તાયુક્ત સારવારને સામાન્ય માણસ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ કરાવવાનો છે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, કમલેશભાઈ વિરાણી, પુષ્કરભાઈ પટેલ તથા કોર્પોરેટર અનિલભાઈ પ્રજાપતિ, દર્શનભાઈ પેંગ્યાતર, કૌશિકભાઈ ચાવડા, કિરીટભાઈ ગોહેલ તથા શક્તિમાન એગ્રોના ગુનાકાર રાવ, દિપકકુમાર, કાનજી ભુવાની ઉપસ્થિતિમાં મશીનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દેવાંગભાઈ માકડ, મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, સંદીપભાઈ ડોડીયા, નિખિલભાઈ મહેતા, ડી.વી. મહેતા, મહેન્દ્રસિંહ ગોહેલ, નીતિનભાઈ મણિયાર, અનિલભાઈ દેસાઇ, ડો.રવિરાજ ગુજરાતી, નારણભાઈ લાલકિયા, નીરજભાઈ પાઠક તથા મનુભાઈ ધાંધા ઉપરોકત પ્રસંગે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે કૌશિકભાઈ વેકરીયાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પંચનાથ હોસ્પિટલની મુલાકાત માટે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અને કમલેશભાઇ મિરાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.




