સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં સવારથી જ દર્શન માટે ભાવિકોનો ધસારો
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિત મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો
- Advertisement -
રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે
સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ગણપતિ દાદાના દર્શન કરી ભક્તોએ સુખ-સમૃદ્ધિ, પરિવારની સુખાકારી અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય વાતાવરણ
વચ્ચે ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનો માહોલ છવાયેલો રહ્યો હતો.
સર્વેશ્વર ચોક ખાતે સ્થાપિત ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે વહેલી સવારથી જ ભાવિકો પહોંચવા લાગ્યા હતા. દુંદાળા દેવના દર્શન કરી ભક્તોએ આરાધ્ય દેવ સમક્ષ નમન કર્યું હતું.
ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો પરિવાર સાથે પંડાલમાં પહોંચીને ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે. ભાવિકો દ્વારા વિઘ્નહર્તા
ગણેશજી સમક્ષ સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની મનોકામનાઓ કરવામાં આવી હતી. ઉત્સવના માહોલમાં ધાર્મિક શ્રદ્ધા સાથે ભક્તોની સહભાગિતાથી સર્વેશ્વર ચોક વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંજે ૭:૪૫ કલાકે દુંદાળા દેવની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ
બાપ્પાની આરાધનામાં જોડાયા હતા. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ વોર્ડ નં ૭ના પૂર્વ કોર્પોરેટર અજયભાઇ પરમાર અને બાબુભાઇ પરમારે દર્શનનો લાભ લીધો
હતો. ખાસ ખબર ન્યૂઝના એમડી પરેશભાઇ ડોડીયા, વરિષ્ઠ પત્રકાર જગદિશભાઇ મહેતા અને ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસીયાએ પણ મહાઆરતીમાં હાજરી આપી હતી. આ ઉપરાંત બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના દિપકભાઇ
કારીયા સહપરિવાર તેમજ ઉદ્યોગપતિ દિનેશભાઇ ભૂત સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દુંદાળા દેવની મહાઆરતીનો લાભ લીધો હતો અને ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.




