રાજકોટ મહાનગરપાલિકાના યુવા મેયર ડૉ.પ્રદિપ ડવએ પોતાની જીવનસફરના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે ડૉ.પ્રદિપ ડવએ વોર્ડ નં.૧૨માં આવેલ રૂપ સોસાયટીના કોમન પ્લોટમાં ૩૮ ઔષધીય વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ત્યારબાદ સદભાવના વૃધ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવી, વૃદ્ધોના આશીર્વાદ મેળવી વૃદ્ધો પ્રત્યે પોતાની સદભાવના વ્યક્ત કરીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.



