ડૉ. યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવનું આયોજન
એ.સી ડોમમાં બિરાજશે દુદંળા દેવ, દરરોજ અવનવા કાર્યક્રમનું આયોજન
- Advertisement -
રાજકોટ શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ૧૦માં વર્ષે પ્રવેશ નિમિત્તે ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અવનવી વિશિષ્ટ થીમ સાથે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવાની પરંપરાને જાળવી રાખીને, ગયા વર્ષની રામમંદિરની સફળ થીમ બાદ આ વર્ષે આકર્ષક રજવાડી થીમ તૈયાર કરવામાં આવી રહી છે, જે શહેરના ધર્મપ્રેમી ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજન અંગે માહિતી આપતાં સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન દર્શનની સાથે સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા ઝુંબેશની સાથે વૃદ્ધ વડીલો માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ ગણેશોત્સવને માત્ર ધાર્મિક પર્વ પૂરતો મર્યાદિત ન રાખતાં માનવસેવા અને સામાજિક ઉત્તરદાયિત્વનો સુંદર સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતા થનાર ઉત્સાહી ભાગીદારો માટે ઈનામ વિતરણ પણ યોજાશે. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારી ગણપતિ દાદાના દર્શન અને આશીર્વાદનો લાભલેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વર્ષે એ.સી. ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.




