યુપીમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીમાં આવેલા પૂરને કારણે ૮૦થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા છે. સતના અને ચિત્રકૂટમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નદીઓને જળસ્તરમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અનેક રસ્તાઓ પર પાણી અને કાદવ ભરાઈ જતા વાહનવ્યવહારને અસર થઈ છે. બીજી તરફ વહીવટી તંત્ર અને SDRFની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સતત લાગી છે. ચિત્રકૂટમાં પૂર વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. સતના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૨૦ કિલોમીટર દૂર સોહાસ ગામના મલાહન ટોલામાં ૫૦થી વધુ ગ્રામજનો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. અનેક લોકો પોતાના ઘરની છત પર ચઢીને મદદની રાહ જોઈ રહ્યા હતા. SDRFની ટીમે રાત્રિ દરમિયાન બચાવ અભિયાન ચલાવી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મંદાકિની નદીના વધતા જળસ્તરની અસર રામઘાટ અને નિર્મોહી અખાડા વિસ્તારમાં પણ જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફેલાતા લોકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ અને પાણી ભરાયા છે. ઝાંસી-પ્રયાગરાજ નેશનલ હાઈવે પર પણ ભારે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

You Might Also Like
Follow US
Find US on Social Medias



