2022ના વર્લ્ડ ચેમ્પિયન મેસી હવે રાષ્ટ્રીય ટીમની જર્સીમાં જોવા નહીં મળે
ઇન્સ્ટા પર ઈમોશનલ પોસ્ટ કરી લખ્યું…આ નિર્ણય ખૂબ મુશ્કેલ અને પીડાદાયક
- Advertisement -
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. મેસીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે.
મેસીએ લખ્યું- ‘વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી તેમણે આ નિર્ણય લીધો હતો.’ મેસીએ કહ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે. ‘ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયો છે. ઘણું
વિચાર્યા પછી હું બધાને જણાવવા માંગુ છું કે હું નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’ આ એક એવો નિર્ણય હતો જેણે મને દુઃખ પહોંચાડ્યું અને આજે પણ ઊંડે સુધી દુઃખ આપે છે, પરંતુ હું સમજું છું કે આ જ યોગ્ય સમય છે.
મેં હંમેશા આ જર્સી માટે મારું સર્વસ્વ આપ્યું છે. મેં હંમેશા લડાઈ લડી અને શ્રેષ્ઠ આપ્યું. જેથી તમને ખુશી મળે. ફૂટબોલ દ્વારા તમને આર્જેન્ટિનાના હોવાનો ગર્વ અનુભવાય. ‘હવે સમય ઓછો બચ્યો છે. કારકિર્દીના કેટલાક
પ્રકરણો સમાપ્ત થવા લાગ્યા છે. આ એક એવું પ્રકરણ છે, જે દુઃખ આપે છે. મને આર્જેન્ટિનાની નેશનલ ટીમનો ભાગ બનવું ગમતું હતું અને આગળ પણ ગમશે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે, હવે મારી પાસે આપવા માટે કંઈ
બચ્યું નથી. આ ઉપરાંત, કેટલાક શાનદાર યુવા ખેલાડીઓ આવી રહ્યા છે, જેઓ તેમની તકના હકદાર છે.’ પિતાના નિધન પછી કહ્યું હતું કે- વધુ રમી નહીં શકું મેસીએ પોતાના પિતાના મૃત્યુ પછી એક પોસ્ટમાં લખ્યું હતું કે
તેમને આ વાતને લઈને ‘ઘણી શંકા’ હતી કે તેઓ વધુ સમય સુધી આર્જેન્ટિના માટે રમવાનું ચાલુ રાખી શકશે કે નહીં.
તેમણે સ્પેન સામે વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના પ્રદર્શન વિશે પણ લખ્યું હતું, ‘મારા પગ હવે આગળ વધી રહ્યા ન હતા. આ વખતે મેં મારી શારીરિક મર્યાદાઓથી આગળ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું તેમ કરી શક્યો નહીં.’
મેસીએ પોતાની નોંધમાં જણાવ્યું કે ફાઇનલના 2 દિવસ પછી તેમણે નિવૃત્તિની ઘોષણા લખી હતી. તેમણે કહ્યું કે પિતા સાથે બનેલી ઘટના પછી તેઓ આ નિર્ણયને લઈને પહેલા કરતા વધુ નિશ્ચિત થઈ ગયા હતા. ફેન્સ અને
સાથીદારોનો આભાર માન્યો મેસીએ આર્જેન્ટિનાના ચાહકોનો છેલ્લા 20 વર્ષના પ્રેમ માટે આભાર માન્યો. તેમણે લખ્યું, ‘મને મેદાન પરથી તમારો અવાજ સાંભળવાનું ખૂબ યાદ આવશે. હવે હું તમારામાંથી જ એક રહીશ અને
બહારથી ટીમનું સમર્થન કરીશ, સારા સમયમાં પણ અને ખરાબ સમયમાં પણ, ખાસ કરીને ખરાબ સમયમાં.’
મેસીએ પોતાના પરિવારનો સાથ આપવા બદલ આભાર માન્યો. મેસીએ કહ્યું કે આ સફર ખૂબ જ સુંદર અને મુશ્કેલ રહી. તેમણે દરેક કોચ, સાથી ખેલાડી અને અધિકારીનો પણ આભાર માન્યો, જેમની સાથે તેમણે આ સફર પૂરી
કરી. મેસીએ લખ્યું કે તેઓ પોતાની સાથે ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદો અને પળો લઈને જઈ રહ્યા છે. મેસીએ કહ્યું, ‘હું આ શાંતિ અને ગર્વ સાથે જઈ રહ્યો છું કે મેં મારા સાથીદારો સાથે મળીને તમને તે પળો આપી, જેનું
અમે ક્યારેય માત્ર સપનું જોયું હતું. તમારા બધા સાથે આ અનુભવ જીવવો શાનદાર રહ્યો. હું તમને પ્રેમ કરું છું.’ તેમણે અંતમાં લખ્યું, “મને આર્જેન્ટિનિયન બનાવવા બદલ આભાર, ભગવાન! લેટ્સ ગો, આર્જેન્ટિના!’
- Advertisement -
મેસીએ પોતાની પોસ્ટના અંતે આર્જેન્ટિના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં ભાવુક સંદેશ આપ્યો કે આ દેશે તેમને જે ઓળખ આપી તેના માટે આભાર માન્યો અને પોતાની રાષ્ટ્રીય ટીમને આગળની સફર માટે શુભેચ્છા પાઠવી. બે
દાયકાથી વધુ સમય સુધી આર્જેન્ટિનાના ફૂટબોલનો ચહેરો રહેલા મેસીની વિદાય સાથે એક યુગનો અંત આવ્યો છે.
20 વર્ષમાં છ વર્લ્ડ કપ, 207 મેચ અને 125 ગોલ
મેસીએ 2005માં આર્જેન્ટિનાની સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેઓ રાષ્ટ્રીય ટીમના સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા. તેમણે આર્જેન્ટિના માટે કુલ 207 આંતરરાષ્ટ્રીય મેચમાં 125
ગોલ નોંધાવ્યા છે. મેસીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં છ વર્લ્ડ કપમાં ભાગ લીધો. 2026નો વર્લ્ડ કપ તેમનો અંતિમ વર્લ્ડ કપ સાબિત થયો, જેમાં આર્જેન્ટિના ફાઇનલ સુધી પહોંચી હતી. આ સાથે મેસીએ વર્લ્ડ કપમાં કુલ
34 મેચ રમવાનો ઓલટાઇમ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
36 વર્ષનો વર્લ્ડ કપનો દુષ્કાળ કર્યો હતો સમાપ્ત
મેસીના આંતરરાષ્ટ્રીય કરિયરની સૌથી મોટી સિદ્ધિ 2022ના કતાર વર્લ્ડ કપમાં જોવા મળી હતી. મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત સાથે આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ વિશ્વ
કપનો ખિતાબ મેળવ્યો હતો. મેસી માટે પણ આ જીત અત્યંત મહત્વપૂર્ણ હતી, કારણ કે લાંબા સમયથી તેમની સરખામણી આર્જેન્ટિનાના મહાન ખેલાડી ડિએગો મેરાડોના સાથે કરવામાં આવતી હતી. આ ઉપરાંત 2021માં મેસીએ
આર્જેન્ટિનાને કોપા અમેરિકા ચેમ્પિયન બનાવ્યું હતું. 2024માં પણ આર્જેન્ટિનાએ કોપા અમેરિકા જીત્યું, એટલે મેસીની આગેવાની હેઠળ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત મોટી સફળતાઓ મેળવી.
ક્લબ ફૂટબોલ ચાલુ રહેશે
મેસીની આંતરરાષ્ટ્રીય સફરનો અંત ભલે 2026ના વર્લ્ડ કપમાં સ્પેન સામેની હાર સાથે થયો હોય, પરંતુ તેઓ આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે વિદાય લઈ રહ્યા છે. 2022ની ઐતિહાસિક જીત ઉપરાંત બે કોપા
અમેરિકા ખિતાબે તેમના વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મેસીની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિનો અર્થ સંપૂર્ણ ફૂટબોલ નિવૃત્તિ નથી. તેઓ ક્લબ સ્તરે અમેરિકાની ઇન્ટર મિયામી ટીમ તરફથી રમવાનું ચાલુ રાખશે.
એટલે વિશ્વભરના ચાહકોને મેદાન પર મેસીની જાદુઈ રમત હજુ જોવા મળશે, પરંતુ હવે આર્જેન્ટિનાની નંબર-10 જર્સીમાં તેમનો અધ્યાય સત્તાવાર રીતે પૂર્ણ થયો છે.




