હોટલમાંથી 28 લોકોને સુરક્ષિત બહાર કઢાયાં
સારવાર માટે આવેલાં બાંગ્લાદેશીઓ પણ મોતને ભેટ્યા
- Advertisement -
કોલકાતાની એક હોટલમાં મંગળવારે મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે આગ લાગવાથી નવ લોકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. જ્યારે છ લોકો ઘાયલ છે. ફ્રી સ્કૂલ સ્ટ્રીટ સ્થિત હોટલ તાઈબામાં આગ લાગી ત્યારે
મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. આ દરમિયાન આખી હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ગૂંગળામણથી તેમનું મોત થયું. મૃતકોમાં કેટલાક બાંગ્લાદેશી પણ છે જે અહીં સારવાર કરાવવા આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આગ લાગ્યા બાદ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. હોટલમાંથી ૨૮ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમને કોલકાતાની અલગ-અલગ
હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોમાં મેઘાલય અને પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના રહેવાસીઓ પણ સામેલ છે. આગ લાગવાનું કારણ હાલમાં સામે આવ્યું નથી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તારાપીઠ મંદિર પાસે એક હોટેલમાં આગ લાગવાથી ૯
લોકોના મોત થયા હતા, જ્યારે ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.




