By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    47 minutes ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    12 minutes ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    43 minutes ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    45 minutes ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    49 minutes ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    51 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
રાજકોટ

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

Khaskhabar Editor
Last updated: 2026/08/10 at 3:07 PM
Khaskhabar Editor 21 minutes ago
Share
8 Min Read
SHARE

રાજકોટમાં વિહિપ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોની જાહેરાત

ગોપી-કિશન સ્પર્ધા, રાષ્ટ્રભક્તિનો ડાયરો, સૂત્ર સ્પર્ધા, તાવા પ્રસાદ, કાન-ગોપી રાસ મંડળ, લતા સુશોભન અને ફ્લોટ સુશોભન સ્પર્ધા યોજાશે

- Advertisement -

માવજીભાઈ ડોડિયાએ સમસ્ત સનાતની સમાજને એક થવા, સંગઠિત થવા, ધર્મરક્ષા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું

સૂત્રો સ્પર્ધા દ્વારા વૈચારિક ક્ષમતા, ધાર્મિક ભાવના તેમજ સામાજિક સંદેશ વ્યક્ત કરવાની તક લોકોને મળે છે : પરેશભાઈ રૂપારેલિયા

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું શનિવારે નાગર બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ ખાતે ભવ્ય અને ભગવામય વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
‘યદા યદા હી ધર્મસ્ય…’ શ્લોકના ઉચ્ચારણ સાથે યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક-ધાર્મિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ વિહિપ અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
હતા. કાર્યક્રમના પ્રારંભે સંતો-મહંતો, માર્ગદર્શક સમિતિના સભ્યો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે માવજીભાઈ ડોડિયા અને શાતુંભાઈ રૂપારેલિયાએ સમસ્ત સનાતની
સમાજને એક થવા, સંગઠિત થવા તેમજ ધર્મરક્ષા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું. સમગ્ર ઉદ્ઘાટન સમારોહનું સ્ટેજ સંચાલન સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ વિનય કારિયા અને
પારસ શેઠે કર્યું હતું.

- Advertisement -

માર્ગદર્શક સમિતિના વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે આ વર્ષે અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ગોપી-કિશન સ્પર્ધા, રાષ્ટ્રભક્તિનો ડાયરો, સૂત્ર સ્પર્ધા, તાવા પ્રસાદ, કાન-ગોપી રાસ મંડળ, લતા સુશોભન અને ફ્લોટ સુશોભન
સ્પર્ધા, અગાઉના વર્ષના વિજેતાઓનો સન્માન સમારોહ તથા જન્માષ્ટમીના દિવસે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાએ સમગ્ર આયોજનમાં સમસ્ત
સનાતની સમાજને સહભાગી બનવા આમંત્રણ આપ્યું હતું. તેમણે યુવાનોને અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ સમજાવી ત્રિશૂળ દીક્ષા અને મશાલ રેલી જેવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સમિતિના માર્ગદર્શક તથા રાજકોટ મહાનગરના સદભાવ સંયોજક અશોકભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં નશામુક્ત ભારત અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવું હોય તો
દેશના યુવાનોને તમામ પ્રકારના નશાની આદતોથી મુક્ત કરવા જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણની ભક્તિ કર્મયોગ દ્વારા જીવન જીવવાની કળા શીખવે છે, જ્યારે નશાની લત વ્યક્તિને દુષ્કર્મ તરફ દોરી જઈ જીવનનું
લક્ષ્ય ભુલાવી દે છે. યુવા શક્તિને સાચી, સારી, સંસ્કારી અને યોગ્ય દિશામાં લઈ જવી એ વર્તમાન સમયની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. જન્માષ્ટમીના પર્વ થકી ‘નશામુક્ત ભારત’નો સામાજિક સંદેશ ફેલાવી ભારતને
પરમ વૈભવ સુધી લઈ જવાનો સંકલ્પ લેવા તેમણે શહેરીજનોને આહવાન કર્યું હતું. આ સાથે પરમરાજસિંહ રાણાએ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી જરૂરિયાત મુજબ વાહનોની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.

મહંત સ્વામી કનૈયા પુરી બાપુએ યુવાનોને શાસ્ત્ર અને શસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું. માત્ર શસ્ત્ર રાખવા પૂરતું નહીં પરંતુ શસ્ત્રકલામાં નિપુણતા મેળવવાની, તેનું પૂજન કરવાની અને તેની મર્યાદા જાળવવાની પણ તેમણે સલાહ
આપી હતી. હિંદુ સભ્યતાના ગૌરવપૂર્ણ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે હિંદુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. પદમલોચન ક્રિષ્ના દાસ સ્વામીએ ભક્તિયોગ અને કર્મયોગનું મહત્વ સમજાવી ઉપસ્થિત લોકોને આશીર્વચન
આપ્યા હતા. રણુજા મંદિર, કોઠારીયાથી પધારેલા પૂ. રઘુનાથગીરી બાપુએ મુખ્ય વક્તા તરીકે આશીર્વચન આપતાં લોકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું સ્મરણ કરાવ્યું હતું. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અંગે સમજણ
આપી હતી. તેમણે શ્રીરામ અને શ્રીકૃષ્ણના જીવનચરિત્રમાંથી પ્રેરણા લેવાની અને ધર્મ તથા સમાજની રક્ષા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમણે યુવાનોને ધર્મરક્ષા તથા
બહેન-દીકરીઓની રક્ષા માટે સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે વહેલા જાગવું, તિલક કરવું, વડીલોને પગે લાગવું, ભગવાનનું ભજન કરવું, પોતાની વેશભૂષા અને સંસ્કારોને જાળવી
રાખવા જેવી પરંપરાઓનું પાલન કરવાની હાકલ કરી હતી. આ સંસ્કારો શ્રેષ્ઠ અને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા
ઉદ્ઘાટન પ્રસંગે માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને
અશોકભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. રણુજા મંદિર, કોઠારીયાથી પૂ. રઘુનાથગીરી બાપુ, મહંત સ્વામી શ્રી કનૈયા પુરી બાપુ, રાજકોટના હરે કૃષ્ણ મંદિરમાંથી પદમલોચન ક્રિષ્ના દાસ સ્વામી, પૂ. રાધેશ્યામ બાપુ અને શંકર
મહારાજ સહિત સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. સામાજિક ક્ષેત્રના રાજાભાઈ (વાવડી), અશોકસિંહ ડોડિયા, ગૌતમભાઈ ધમસાણિયા, પ્રફુલભાઈ નડીયાપરા, જીમીભાઈ અડવાણી, પરમરાજસિંહ રાણા,
તિર્થરાજસિંહ ગોહિલ, જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રંગીલા હનુમાન ધૂન મંડળ, જુનાગઢના વિશ્વકર્મા સમાજ મંડળ સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક મંડળોએ પણ હાજરી આપી હતી.
રાજકીય આગેવાનોમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ગોવિંદભાઈ પટેલ, લલિતભાઈ વાડોલીયા, વિજયભાઈ કારિયા, જશુમતીબેન વસાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટના મેયર નેહલભાઈ શુક્લા અને સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિહિપના પ્રાંતીય અને વિભાગ અધિકારીઓ દેવજીભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ગોસાઈ, મનોજભાઈ ડોડિયા, મીતાબેન સોમૈયા, ડો. મનીષાબેન પંડ્યા,
સોનલબેન ચારણીયા, રાહુલભાઈ જાની, ભાવેશભાઈ લાઠીયા, જિલ્લા અધ્યક્ષ અજયભાઈ વાડોલીયા, ડો. મનીષ ગોસાઈ, કમલેશભાઈ ગમારા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પટેલ અને જિલ્લા ઉપાધ્યક્ષ મનીષભાઈ વડેરીયા
સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિહિપ અને બજરંગ દળના ભાઈઓ-બહેનોની મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

શોભાયાત્રાના રૂટ પર રોડ-રસ્તા રિપેરની મેયરની ખાતરી
રાજકોટના મેયર નેહલભાઈ શુક્લાએ જન્માષ્ટમીની જાહેર જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે શોભાયાત્રાના રૂટમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે રોડ-રસ્તાની જરૂરી મરામત કરાવવામાં આવશે.
ઉપરાંત જાહેર જનતાની સુરક્ષા અને સગવડતા માટે ફાયર સેફ્ટી, એમ્બ્યુલન્સ સહિતની જરૂરી વ્યવસ્થાઓ તૈનાત રાખવાની ખાતરી પણ તેમણે આપી હતી. ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે
શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ થવાના આધ્યાત્મિક મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. છેલ્લા ૪૧ વર્ષથી યોજાતી શોભાયાત્રાની ઐતિહાસિક પળોને યાદ કરી આગામી આયોજન માટે જરૂરી તમામ પ્રકારના સાથ-સહકારની ખાતરી
આપી હતી.

રાજકોટના નાગરિકો પાંચ પૈકી કોઈપણ એક વિષય પર સૂત્ર મોકલી શકશે
1. નશામુક્ત ભારત
2. કુટુંબ પ્રબોધન
3. પર્યાવરણનું જતન
4. સામાજિક સમરસતા
5. નાગરિક કર્તવ્ય

સૂત્ર સ્પર્ધકના વિજેતાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
– નિર્ણાયક સમિતિ દ્વારા પ્રાપ્ત સૂત્રોમાંથી એક સૂત્ર પસંદ કરવામાં આવશે
– પસંદ થયેલું સૂત્ર જન્માષ્ટમી મહોત્સવની પત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે
– જન્માષ્ટમી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર પ્રદર્શિત કરવામાં આવશે.

સૂત્ર સ્પર્ધાના નિયમો
એક વ્યક્તિએ માત્ર એક જ સૂત્ર મોકલવાનું રહેશે.
સૂત્ર માત્ર બે લાઇનનું હોવું જોઈએ.
સૂત્રમાં જન્માષ્ટમી મહોત્સવ તથા ઉપરોક્ત પાંચમાંથી કોઈ એક વિષયનો સંદેશ આવરી લેવો જરૂરી રહેશે.
સૂત્રો મોબાઇલ નંબર પર અથવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયે મોકલી શકાશે.
સૂત્ર મોકલવાની અંતિમ તારીખ ૧૩ ઑગસ્ટ ૨૦૨૬ છે.
૧૩ ઑગસ્ટના રોજ રાત્રે ૮ વાગ્યા બાદ સૂત્રો સ્વીકારવામાં આવશે નહીં.

સૂત્ર મોકલવા માટેના સંપર્ક નંબરો
રાહુલભાઈ જાની : ૮૫૧૧૩ ૧૧૦૦૮
લલિતભાઈ ગોહેલ : ૮૪૬૦૬ ૭૦૦૦૭
સુશીલભાઈ પામ્ભર : ૯૮૭૯૨ ૧૬૭૪૭

You Might Also Like

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
Next Article શાહ સંસદમાં જવાબ આપશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
શાહ સંસદમાં જવાબ આપશે
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
આંબરડીમાં માનવ હુમલાના અપરાધી સિંહો માટે ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાજકોટ

રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?