સરહદ પાર કરીને 20 બાંગ્લાદેશી આવ્યા; 4 દિવસ પહેલા જ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં 35 વર્ષીય ચાના ખેડૂત દીપાંકર ગોપને શનિવારે બાંગ્લાદેશી બદમાશો બાંગ્લાદેશ લઈ ગયા. આ ઘટના ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક રાજગંજ બ્લોકના કુકુરજાન વિસ્તારના એક
ચાના બગીચામાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પરિવારનો આરોપ છે કે આ અઠવાડિયે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ થયા બાદ બદલો લેવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે 20 બાંગ્લાદેશી બદમાશો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ખેતરમાં પહોંચ્યા. અને દીપાંકરને બળજબરીથી બાંગ્લાદેશના પંચગઢ જિલ્લામાં લઈ ગયા. અપહરણ બાદ BSFના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને દીપાંકરને મુક્ત કરાવવાના પ્રયાસો શરૂ કર્યા. અધિકારીઓએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ એટલે કે BGB સાથે ફ્લેગ મીટિંગ પણ કરી. જોકે, શનિવાર રાત સુધી દીપાંકરને મુક્ત કરવામાં આવ્યા ન હતા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ BGBની કસ્ટડીમાં છે.
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર દીપાંકરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે ભારતીય અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકને
મુક્ત કરવામાં આવશે. જોકે, વીડિયોની પુષ્ટિ થઈ નથી. ‘યુનાઇટેડ ન્યૂઝ ઑફ બાંગ્લાદેશ’ને ટાંકીને બાંગ્લાદેશી મીડિયાએ એક અલગ દાવો રજૂ કર્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી BSF ના જવાનો દ્વારા એક 78 વર્ષીય બાંગ્લાદેશી વૃદ્ધને પકડવાના જવાબમાં કરવામાં આવી છે. બંગાળમાં નવી સરકાર બન્યા પછી અત્યાર સુધી બીએસએફને સરહદની 27 કિમી જમીન આપવામાં આવી છે. જેમાંથી 18 કિમીમાં ફેન્સિંગ થવાની છે અને 9 કિમીમાં બોર્ડર આઉટ પોસ્ટ વિકસાવવાની યોજના છે. શરૂઆત જલપાઈગુડી, કૂચબિહાર, સિલીગુડી, માલદા અને મુર્શિદાબાદ જેવા સરહદી જિલ્લાઓથી કરવામાં આવી છે. 10 દિવસમાં મુર્શિદાબાદ, કૂચબિહારમાં સરહદ પર કેટલીક જગ્યાએ બાંગ્લાદેશીઓએ સીમાંકનનું કામ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીએસએફએ ચેતવણી આપીને તેમને ભગાડી દીધા.
- Advertisement -
ભારત, બાંગ્લાદેશ સાથે 4,097 કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર લગભગ 3,240 કિલોમીટરની સરહદ પર વાડ લગાવવામાં આવી છે અને લગભગ 850 કિલોમીટર, જેમાં 175 કિલોમીટરનો
દુર્ગમ ભૂભાગ પણ સામેલ છે, તેના પર વાડ લગાવવાની બાકી છે.




