MPના ડિંડોરીમાં તમામ શાળાઓમાં રજા, બિહારના 20 જિલ્લામાં યલો એલર્ટ
મધ્ય પ્રદેશમાં રવિવારે ઘણા જિલ્લાઓમાં વરસાદનો દોર ચાલુ રહ્યો. મંડલામાં નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી, જ્યારે ડિંડોરીમાં ભારે વરસાદ બાદ સોમવારે નર્સરીથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓમાં
રજા જાહેર કરવામાં આવી. રાજ્યમાં સક્રિય મોનસૂની ટ્રફ અને બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી કેટલાક દિવસોમાં વરસાદનો નવો દોર શરૂ થવાની સંભાવના છે.
- Advertisement -
યુપીમાં સતત થઈ રહેલા મોનસૂની વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ગંગા, યમુના, શારદા અને સરયૂ સહિત 10થી વધુ નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. સોમવારે આખા રાજ્યમાં વરસાદની સંભાવના
છે. લલિતપુર અને મહોબામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.
બિહારમાં ચોમાસું સક્રિય છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે 20 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આકાશી વીજળી પડવાની
પણ આશંકા છે.




