જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયા સહિતના આગેવાનો દ્વારા બેઠક યોજાઇ
આજે સાંજે ૭ કલાકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરાશે
- Advertisement -
માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા અને
પ્રતાપભાઇ કોટક હાજર રહેશે.
જન્માષ્ટમી કાર્યાલયના ના ઉદઘાટન પ્રસંગે તમામ ધાર્મીક, સામાજીક સંસ્થાઓ તથા સમાજ શ્રેષ્ટીઓને નિમંત્રણ પઠવાયુ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાજેતરમા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન આજ કરવામા આવશે. ત્યાર બાદ જાહેર જનતા માટે કાર્યાલય ખુલ્લુ મુકવામા આવશે. જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને
જાજરમાન બનાવવા માટે કાર્યાલયે ગત રોજ મળેલી બેઠકમા માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ
ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા અને પ્રતાપભાઇ કોટક દ્વારા ઘણી અગત્યની ચર્ચાઓ અને નિર્ણયો લેવામા આવ્યા હતા. તેમા પ્રતાપભાઇ કોટકને માર્ગદર્શક સમિતિમાં સામેલ કરવા ઉપરાંત પરેશભાઇ
રૂપારેલીયાને સમિતિના ઇન્ચાર્જ તથા દિપકભાઇ ગમઢાને સમિતિના સહ ઇનચાર્જ તરીકે નિમણૂક કરી હતી.
- Advertisement -
પ્રતાપ મોરારજીભાઈ કોટક જેઓ આર એસ એસના સ્વયંસેવક અને તૃતીય વર્ષ શિક્ષિત કાર્યકર્તા છે. જનસંઘથી લઈને આજદીન સુધી ભાજપના પાયાના કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓ ત્રણ વખત રાજકોટ શહેર ભાજપના
મહામંત્રી અને પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીનુ નિર્વહન કર્યા બાદ જીઆઇડીસીમાં ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમજ સિવિલ સપ્લાયમાં ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. કચ્છ લોકસભા 2019માં વિસ્તાર તરીકેની
જવાબદારી નિભાવી અને રાજકોટ શહેર કારોબારીના આમંત્રિત સદસ્ય પણ રહી ચુક્યા છે. રાજકોટમાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ વાંકાનેરના ઝાલીડા ખાતેના રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હાલ પોતાની ફરજ
બજાવીને કાર્યરત રહીને સમાજ માટે ઉપયોગી થવાની તેમની ભાવના સાથે તેઓ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા તરીકે પણ વર્ષોથી સાથ સહકાર અને માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રતાપભાઇ કોટકને માર્ગદર્શક સમિતિમા સામેલ
કરાતા તેમણે જણાવ્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણનો બોધ એ માત્ર ઉપદેશ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. ભગવાન શ્રી કૃષ્ણનો નિષ્કામ કર્મ અને ભક્તીનો સંદેશ વર્તમાનમા પણ યથાર્થ સાબિત થાય છે. તેવામા શ્રી કૃષ્ણ
જન્માષ્તમીનો તહેવાર શહેરીજનોને ભક્તિસાગરમાં તરબોળ થવાનો સુવર્ણ અવસર પ્રદાન કરે છે.
પરેશભાઇ રૂપારેલીયા જેઓ શીશુ કાળથી સંઘના કાર્યકર્તા તરીકે અને શાખાના સંસ્કારોનુ ભાથુ લઈને મોટા થયા છે. યુવાનીમા હિંદુત્વના રંગે રગાઇને તેઓએ બજરંગ દળના રાજકોટના સહ સન્યોજકની જવાબદારી સ્વીકારી હતી
અને ત્યારથી તેઓ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદમા અલગ અલગ જવાબદારીઓમા પુર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવથી એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે સેવા આપે છે. યુવાનીમા તેઓએ બજરંગ દળમા ખુબ જ અગત્યની અને
અસરકારક કામગીરી કરીને યુવાનોને સંગઠીત કરવા, સત્સંગ કેન્દ્રો ચલાવવા, સંગઠનની યોજનાનુ અમલીકરણ, સામાજીક સમરસતા, હિંદૂ જન જાગ્રુતી જેવા વિષયોમા અનેક કાર્યકર્તાઓની સાથે મહત્વનુ યોગદાન આપ્યુ છે.
આજ રોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તેમની ઇનચાર્જ તરીકે નિમણુક થતા દરેક કાર્યકર્તાઓમા નવો ઉત્સાહ, જોશ અને ઉર્જા જોવા મળ્યા હતા. પરેશભાઇ એ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમા જન્માષ્ટમી મહોત્સવના
દરેક કાર્યક્રમો અને આયોજનો માટે અલગ અલગ જવાબદારીઓ નિશ્ચીત કરીને કામને ગતીથી આગળ વધારવામા આવશે. તથા મહોત્સવના ભગવદીયા અને અલૌકીક કાર્યમા સમાજના દરેક વર્ગના લોકોને જોડવામા આવશે.
દિપકભાઇ ગમઢા જેઓ નાનપણથી સંઘના સંસ્કારો અને હિંદુત્વના વિચારોથી પ્રભાવિત થયા હોવા ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદમા કાર્યકર્તા તરીકે તન મન ધનથી સેવા આપી રહ્યા છે. વિહિપના જવાબદાર
કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓએ પ્રખંડના અધ્યક્ષ, જીલ્લા ઉપાધ્યક્ષ જેવી ફરજો પણ નિભાવી છે. તેઓ વિમર્ષ, વિશેષ સમ્પર્ક જેવા આયામોમા મહત્વની કામગીરી કર્યા બાદ છેલ્લે તેઓ રાજકોટ પશ્ચીમ જીલ્લાના ઉપાધ્યક્ષ તરીકે
જવાબદારી નિભાવ્યા ઉપરાંત હાલ તેઓ વિશ્વ હિંદુ પરિષદમા રાજકોટ વિભાગના સહ મંત્રી તરીકે કાર્યરત છે. આજ રોજ માર્ગદર્શક સમીતી દ્વારા તેમની જન્માષ્ટમી મહોત્સવ સમીતીના સહ ઇનચાર્જ તરીકે નિમણુક થતા તેમણે
જણાવ્યુ હતુ કે જન્માષ્ટમી મહોત્સવ ના કાર્યાલયે આજથી જ ફ્લોટ શુષોભન અને લતા શુષોભનની નોંધણી શરુ કરી દેવામા આવશે. આ ઉપરાંત મંડળો અને સંસ્થાઓની નોંધણી કરીને સમગ્ર શહેરએ શુષોભીત કરવા માટે
ધ્વજા, પતાકા, ખેસ, ઝંડા, બેનર, સ્ટીકર, ઉપરાંત અનેક સાહિત્યોનુ વેચાણ અને વિતરણ શરુ કરી દેવામા આવશે. ઉપરાંત કાર્યકર્તાઓના સુચનો મુજબ તમામ કાર્યક્રમોને આકર્ષક અને સંદેશાત્મક બનાવવાનો પ્રયાસ કરવામા
આવશે.
જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા દરેક ધાર્મીક, સામાજીક, શૈક્ષણીક, વ્યવસાયિક સંસ્થાઓ અને સંગઠનો, મંડળો, સંતો, મહંતો, પ્રેસ મિડીયાના મિત્રો, દરેક કાર્યકર્તાઓ ઉપરાંત સમસ્ત સનાતની સમાજને કાર્યાલય ઉદઘાટન
અને આગામી દરેક ઉત્સવોમા સહ પરીવાર સહભાગી થવા આમંત્રણ પાઠવ્યુ હતુ.




