જીવનની પરીક્ષામાં બધું જ આઉટ ઓફ સિલેબસ હોય છે, માત્ર સવાલ ન પૂછો, ઉકેલ પણ શોધો : PM મોદી
PM મોદીએ શનિવારે IIT દિલ્હીના ૫૭મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. પીએમ મોદીએ કહ્યું કે, ‘દરેક પેઢીના પોતાના પડકારો અને જવાબદારીઓ હોય છે. આ પેઢી માટે આવનારો સમય ખૂબ જ પડકારજનક
છે. તેથી એ સમજો કે આગામી ૩૫ વર્ષમાં તમારું કામ વિકસિત ભારતનો -આધાર હશે.’
- Advertisement -
તેમણે કહ્યું, ‘મેં IITના ઘણા પૂર્વ વિદ્યાર્થીઓની સફળતા જોઈ છે. તેમણે એવી સમસ્યાઓને ઓળખી, જેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. તેથી હંમેશા શીખતા રહો, ફક્ત સવાલ ન પૂછો અને તેના ઉકેલો પણ શોધો.’ તેમણે કહ્યું,
દરેક પેઢીના પોતાના પડકારો અને જવાબદારીઓ હોય છે. આગામી ૩૫ વર્ષમાં તમારું કાર્ય વિકસિત ભારતનો આધાર હશે. વડાપ્રધાન મોદીએ કહ્યું- વિદ્યાર્થીઓ અહીંથી ડિગ્રી નહીં, પરંતુ સપના લઈને જઈ રહ્યા છે. બધા
વિદ્યાર્થીઓ અહીં હાજર છે, બધાના મનના કોઈક ખૂણામાં કંઈક બીજું ચાલી રહ્યું છે. મોદીએ કહ્યું- કેમ્પસના જીવન અને બહારના જીવનમાં ઘણો ફરક હોય છે. IITમાં સિલેબસ હોય છે, પરંતુ બહાર બધું જ આઉટ ઓફ સિલેબસ
હોય છે. કઈ પરીક્ષા હશે, કયો કોર્સ છે, તે વાસ્તવિક જીવનમાં કંઈ જ ખબર નથી હોતી. જ્યારે કોઈ પડકાર ખૂબ મોટો લાગે ત્યારે તેનાથી ગભરાશો નહીં. તેને નાના-નાના ભાગોમાં વહેંચી દો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT
દિલ્હીના ૫૭મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘આજે દેશના આપ સૌ પ્રતિભાશાળી યુવાનોના જીવનની નવી યાત્રા શરૂ થઈ રહી છે. તમે આ સમયે જીવનની એક યાદગાર પળ જીવી રહ્યા છો. ઉત્સાહ, ઉમંગ,
સપનાઓ અને ભાવનાઓથી ભરપૂર આ ક્ષણનો ભાગ બનવું, IIT દિલ્હીના આ કેમ્પસમાં આવવું, તમારી સાથે આ અનુભવ શેર કરવો, મારા માટે પણ ખૂબ જ ખાસ છે.’




