ઉત્પાદન, વેંચાણ કે પરિવહન કરી શકાશે નહીં, ભંગ કરનાર સામે 5 લાખ સુધીના દંડની જોગવાઇ
હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર અસલી પનીર વાપરવા સૂચના
- Advertisement -
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતા સરકારે તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ આજથી એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી લીધેલા સેમ્પલની લેબોરેટરી તપાસ દરમિયાન નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ પ્રતિબંધ અંગે વાત કરતા જ
ણાવ્યું હતું કે, સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપર માર્કેટ કે વેપારી એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમોનુસારનું અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ની કલમ-૫૦ મુજબ જો ગ્રાહક દ્વારા માગવામાં આવેલી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી આપવામાં ન આવે અથવા તો નિયમોનો ભંગ કરતી ખાદ્ય સામગ્રી વેચે અને તેનાથી ગ્રાહકને નુકસાન થાય તો રૂપિયા ૫ લાખ સુધીનો થઈ શકે. આ ઉપરાંત અન્ય કલમમાં પણ અલગ અલગ દંડની જોગવાઈ કરવામાં આવી છે.




