3 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા
મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ‘કોહિનુર’ નામની ૪ માળની રિહાઈશી ઇમારત અચાનક ધારાશાયી થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ૬ થી ૭ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
- Advertisement -
મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે NDRF, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા. લોકોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે પોકલેન મશીનો અને આધુનિક સાધનોની ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મદદથી કાટમાળ હટાવવાનું અને ફસાયેલા અનુસાર, આ જૂની ઈમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઈમારતના ૩ પિલર તોડી નાખવામાં આવ્યા હતા. પિલર તૂટવાના કારણે ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ ગઈ અને તે પોતાનું સંતુલન ગુમાવીને સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી.
જોકે, રાહતની વાત એ રહી કે ઈમારત ધરાશાયી થતા પહેલા વિચિત્ર અવાજો આવતા મોટાભાગના રહેવાસીઓ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર ભાગી છૂટયા હતા. જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. તેમ છતાં, પહેલી માળ પર રહેલા કેટલાક લોકો અને ત્યાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. પ્રશાસન દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.




