84% મહિલાએ પોતાના દમ પર સામ્રાજ્ય ઉભુ કર્યું, 19 વર્ષીય શીતલ દેવી સૌથી યુવા
કેન્ડેરે હુરુન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ ૨૦૨૬માં આ વર્ષે ૧૨ અલગ-અલગ કેટેગરીમાં ૧૧૭ પ્રભાવશાળી મહિલાઓનો સમાવેશ કર્યો
- Advertisement -
કિરણ મજુમદાર શાહ, રોશની નાડાર અને ફાલ્ગુની નાયર જ.વા વ્યાપારી લીડર્સ ઉપરાંત પીવી સિંધુ, મનુ ભાકર અને મેરી કોમ જેવા 20 ઓલિમ્પિક-પેરાલિમ્પિક મેડલ વિજેતાઓનો પણ સમાવેશ
ભારતમાં દાયકાઓથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં મોટા વ્યાપારી ગૃહોના વારસદારો અને કોર્પોરેટ જગતની દિગ્ગજ હસ્તીઓનો દબદબો રહ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. કેન્ડેરે હુરુન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ ૨૦૨૬માં આ વર્ષે ૧૨ અલગ-અલગ કેટેગરીમાં ૧૧૭ પ્રભાવશાળી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સામેલ મહિલાઓ કુલ રૂ ૩૯ લાખ કરોડની સંપત્તિનું પ્રતિનિધિતુ કરે છે. હવે મહિલા નેતૃત્વ માત્ર બિઝનેસ ક્ષેત્ર પૂરતું સીમિત ન રહેતાં સ્ટાર્ટઅપ, રમતગમત, પત્રકારત્વ, લેખન અને સામાજિક ક્ષેત્ર સુધી વ્યાપક બન્યું છે.
આ વર્ષની યાદીની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાંથી ૮૪ ટકા એટલે કે ૯૮ મહિલાઓ સ્વ-નિર્મિત (સેલ્ફ-મેડ) છે, જેમણે પરિવારના વારસા વિના પોતાની મહેનતે આ સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે માત્ર ૧૯ મહિલાઓ પારિવારિક વારસાના જોરે આ સ્થાને પહોંચી છે. હુરુન ઇન્ડિયાના સ્થાપક અનસ રહેમાન જુનૈદના જણાવ્યા મુજબ, સેલ્ફ-મેડ મહિલાઓની સંખ્યા ખાનદાની શ્રીમંત મહિલાઓ કરતાં પાંચ ગણાથી પણ વધુ છે, જે દર્શાવે છે કે ભારતમાં નેતૃત્વ હવે વારસામાં મળવાને બદલે પોતાની શક્તિથી મેળવવામાં આવી રહ્યું છે. આ યાદીમાં કિરણ મજુમદાર શાહ, રોશની નાકાર અને ફાલ્ગુની નાયર જેવા વ્યાપારી લીડર્સ ઉપરાંત પીવી સિંધુ, મનુ ભાકર અને મેરી કોમ જેવા ૨૦ ઓલિમ્પિક-પેરાલિમ્પિક મેડલ વિજેતાઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ૧૯ વર્ષીય પેરા-આર્ચર શીતલ દેવી સૌથી નાની વયના અને ૮૬ વર્ષીય ઉદ્યોગસાહસિક રજની બેક્ટર સૌથી વયસ્ક મહિલા તરીકે સ્થાન પામ્યા છે. ભૌગોલિક રીતે ૨૬ મહિલાઓ સાથે મુંબઈ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
- Advertisement -
84% મહિલાઓ સ્વ-નિર્મિત
યાદીની ૧૧૭માંથી ૯૮ મહિલાઓએ પોતાની મહેનતથી સિદ્ધિ મેળવી છે. ૧૯ વર્ષની શીતલ દેવી સૌથી નાની અને ૮૬ વર્ષના રજની બેક્ટર સૌથી વયસ્ક મહિલા છે.




