વિયેતનામ, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, બાલી ટુરના નામે પૈસા પડાવ્યા
ફેસ્ટીવ હોલીડેની ઓફિસને તાળા મારી નાસી છૂટેલા દંપતિ સામે ફરિયાદ
- Advertisement -
રાજકોટના નાના મવામાં સિલ્વર સાઈન સોસાયટીમાં રહેતા અને શ્રી એમ એન્ડ એન વીરાણી સાયન્સ કોલેજ, આત્મીય યુનિવર્સીટી કેમ્પસ રાજકોટ ખાતે કેમેસ્ટ્રી વીષયના પ્રોફેસર તરીકે નોકરી કરતા ભરતકુમાર મુળાભાઈ વાઢેર ઉ.58એ અભિનવ હિતેષભાઇ પટેલ અને ધારાબેન અભિનવભાઈ પટેલ સામે વિદેશ પ્રવાસના નામે 50,07,050 રૂપિયાની છેતરપિંડી અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે મારા પરીવાર સાથે વીયેતનામ ફરવા જવુ હોય જેથી આર. કે. પ્રાઈમ બી લ્ડીંગમાં ફેસ્ટીવ હોલીડેની ઓફીસ આવેલ હોય હુ ફેસ્ટીવ હોલીડેની ઓફીસ ખાતે હું તા.૨૮/૦૧/૨૦૨૬ના રોજ માહીતી લેવા ગયો હતો ત્યાં ડિરેક્ટર અભીનવભાઈ પટેલ સાથે ટુર પેકેજ બનાવી આપવા વાત કરી હતી જેથી અભીનવભાઈએ મને આઠ નાઇટ અને નવ દીવસનુ પેકેજ આપ્યું હતુ ત્યાર બાદ 31 જાન્યુઆરીએ સયાજી હોટલમાં ટ્રાવેલ એકસપો ઓર્ગેનાઇઝ થયેલ હોય જયાં આ ફેસ્ટીવ હોલીડેનુ પણ કાઉન્ટર હોય તે કાઉન્ટરે અભીનવભાઈના પત્ની ઘારાબેન પટેલ હાજર હતા અમે વીયેતનામના પેકેજની વાત કરી હતી બાદ બીજા દિવસે ફરી એકસપોમાં જઈ વીયેતનામના પેકેજની ડીલ નકકી કરવા ગયા હતા ત્યાં આ અભીનવભાઈ પટેલ અને ધારાબેન પટેલ બંને ત્યાં હાજર હતા પેકેજ કુલ રૂપીયા 3.70 લાખ આપતા તે અમારા બજેટમાં થતુ હોય જેથી અમે હા પાડી હતી અને એડવાન્સ 35 હજાર આપ્યા હતા ત્યાર બાદ તા.2 ફેબ્રુઆરીના રોજ વધુ 1.85 લાખ ઓફિસે આપ્યા હતા બાદમાં 27 માર્ચના રોજ વધુ દોઢ લાખ આપ્યા હતા ત્યાર બાદ અમારે તા.5 મેંના રોજ જવાનુ હતુ પરંતુ મારે ઇલેકશન ડયુટી આવી જતા મે આ અભીનવભાઇને તારીખ બદલવા માટે કહેલ જેથી તેણે મારા કહેવા મુજબ તા.૧૯/૦૫/૨૦૨૬ ના રોજથી પેકેજ કરી આપશે તેવુ જણાવેલ અને ત્યાર બાદ મે ફોન કરેલ અને કહેલ કે અમારા વયેતનામના વીઝાનુ કરી આપો જેથી તેઓએ મને કહેલ કે હજી થોડા દીવસ પછી કરી આપશુ અને ત્યાર બાદ અમને જણાવેલ કે તમારી ફલાઇટ કેન્સલ થયેલ છે અને બીજી તારીખમાં ફલાઇટ થશે તો જણાવશુ અને મારે બીજી તારીખમાં અનુકુળ ના આવતુ હોય જેથી મે તેને કહેલ કે મારૂ પેકેજ કેન્સલ કરી નાખો અને મારા રૂપીયા મને પરત આપો તેવી વાત કરતા તેઓએ મને થોડા દીવસનો સમય આપવા જણાવેલ અને ત્યાર બાદ હું તા. ૧૯/૦૫/૨૦૨૬ના રોજ આ અભીનવભાઈ પટેલની ઓફીસે ગયેલ ત્યારે તેણે મને મારા રૂપીયા ન આપેલ અને મારે 3.70 લાખ લેવાના હોય જેની તેના ફેસ્ટીવ હોલીડેના લેટરપેડ ઉપર કે ડીટ નોટ લખી આપેલ અને તા.૦૫/૦૬/૨૦૨૬ ના રોજ રૂપીયા પરત આપવાનુ જણાવેલ હતુ અને ત્યારબાદ તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ મે આ અભીનવભાઈના મોબાઇલ ઉપર ફોન કરતા કરતા તેમનો ફોન બંધ આવતો હોય અને તેની ઓફીસે જતા ઓફીસ બંઘ હતી જેથી મારી સાથે ફોડ થયેલ હોવાનુ મને જાણવા મળેલ થોડા દીવસ બાદ ફરી હું ઓફીસે ગયો ત્યાં એક પોસ્ટર લગાવેલ હોય જેમાં સુનીલભાઇના મોબાઇલ નંબર લખેલ હોય અને તેમાં સંપર્ક કરતા તેઓએ અભીનવભાઈ પટેલ પાસેથી મોબાઇલ મંગાવેલ હોય અને તેને રૂપીયા લેવાના હોય અને તેઓના રૂપીયા લઇને આ અભીનવભાઈ જતા રહેલ હોય જેથી આ સુનીલભાઈએ એક ફેસ્ટીવ પેમેન્ટ નામનુ વોટસએપ ગ્રૂપ બનાવે લ જે ગ્રુપમાં અન્ય માણસો પણ હતા અને આ બાબતે અન્ય માણસો સાથે અમારે વાતચીત થતા અનેક લોકો સાથે અભીનવભાઈએ ફ્રોડ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું આ તમામ પૈકી રૂ.૩,૬૦,૨૦૦/- પરત આપેલ અને બીજા રૂપીયા-૧,૪૯,૮૦૦/- પરત આપેલ નથી તેમજ સુનીલભાઈ થોભણભાઈ જાકાસણીયા કે જેઓનો મોબાઇલ લેવો હોય જેથી તેમના પાસે રૂ.૮૦,૦૦૦/- ગુગલ પે મારફતે આ અભીનવભાઈ મેળવી મોબાઇલ નહીં આપી તેમજ રૂપીયા પરત નહીં આપી છેતરપિંડી આચરી હોય અંતે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે ડી મારૂએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય ક્યાં ગ્રાહકો સાથે કેટલી ઠગાઈ
અંકીતભાઈ અશોકભાઈ ઠક્કર : હોંગકોંગ-મકાઉ-સૈઝાન ટુર પેકજ : 3,38,250
રમેશભાઈ પોપટભાઈ અઘેરા : સીંગાપુર-મલેશીયા ટુર પેકેજ : 5.80 લાખ
અજીતસિંહ રામસિંહ રાઠોડ : હોંગકોંગ ટુર પેકેજ : 3.50 લાખ
અતુલભાઈ દામજીભાઈ મોણપરા : વિયેતનામ ટુર પેકેજ : 8.89 લાખ
પ્રવીણભાઈ રવજીભાઈ કાકડીયા : વિયેતનામ ટુર પેકેજ : 6.50 લાખ
જીજ્ઞેશકુમાર દુર્લભજીભાઈ પાબારી : જાપાન ટુર પેકેજ : 16 લાખ
જેનીશભાઇ જયેશભાઇ ચનીયારા : બાલી ટુર પેકેજ 5.10 લાખ




