દુશ્મનના ફાઈટર જેટ્સ, મિસાઈલો અને ડ્રોનને હવામાં જ ધૂળ ચાટતા કરવા સક્ષમ; ભારત વિદેશી સિસ્ટમ પરની નિર્ભરતા ઘટાડી વૈશ્વિક ક્લબમાં સામેલ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ દેશની એર ડિફેન્સ ક્ષમતામાં એક નવો સીમાચિહ્ન ઉમેરતા ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સ્વદેશી ‘કુશા મિસાઈલ’નું પ્રથમ સફળ ફલાઈટ ટેસ્ટ કર્યું છે. આ સફળ પરીક્ષણ સાથે જ ભારતે એર ડિફેન્સ ક્ષેત્રે વિદેશી હથિયારો પરની પોતાની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભરતા તરફ મોટું કદમ વધાર્યું છે. ‘કુશા’ એ લાંબા અંતરની સરફેસ-ટુ-એર (સપાટીથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલ સિસ્ટમ છે. આ મિસાઈલ હવાઈ ખતરાઓને નિષ્ફળ બનાવવા અને દુશ્મનના અત્યાધુનિક ફાઈટર જેટ્સ, મિસાઈલો તેમજ, યુએવી (UAV/ડ્રોન) ને હવામાં જ સચોટ રીતે તોડી પાડવા માટે અત્યંત સક્ષમ છે.
- Advertisement -
તેનું રડાર તંત્ર ખૂબ જ શક્તિશાળી હોવાથી તે અતિ દૂરથી જ દુશ્મનના વિમાનો અને મિસાઈલોને ટ્રેક કરીને અચૂક નિશાન બનાવી લે છે. આ એડવાન્સ મિસાઈલ સિસ્ટમ ઊંચા પહાડી વિસ્તારોથી લઈને ઊંડા સમુદ્રી સીમાઓ સુધી દરેક વિષમ પરિસ્થિતિમાં અસરકારક રીતે કામ કરી શકે છે. તે ખૂબ જ ઊંચાઈ અને લાંબા અંતરે રહેલા ટાર્ગેટ્સને ધ્વસ્ત કરવાની તીવ્ર ક્ષમતા ધરાવે છે, જેનાથી ભારતીય સશસ્ત્ર દળોની સામરિક તાકાતમાં અનેકગણો વધારો થયો છે.
લાંબા સમય સુધી ભારત પોતાની એર ડિફેન્સ જરૂરિયાતો માટે વિદેશી કંપનીઓ અને આયાત પર નિર્ભર રહ્યું છે, પરંતુ કુશા મિસાઈલના સફળ પરીક્ષણે આ સ્થિતિ બદલી નાખી છે. આવી આધુનિક અને અત્યાધુનિક ટેકનોલોજી વિશ્વના ખૂબ જ મર્યાદિત દેશો પાસે ઉપલબ્ધ છે. આ સફળતા સાથે જ ભારત દેશની રક્ષા માટે સ્વદેશી એર ડિફેન્સ કવચથી સજ્જ થઈને વિશ્વના એ ખાસ સન્માનજનક ચૂક્યું છે. ગ્લોબલ ક્લબમાં સ્થાન મેળવી ચૂક્યું છે.




