By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 hour ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    27 minutes ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    32 minutes ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 hour ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    1 hour ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor
Last updated: 2026/07/22 at 2:55 PM
Khaskhabar Editor 23 minutes ago
Share
3 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાર્યક્રમમાં ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી

‘મારણ’ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા અભિષેક જૈન જ્યારે લેખન દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરેએ કર્યું

- Advertisement -

સતત બીજી વખત મળેલો નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની સિદ્ધિ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2026માં શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) હવે 31 જુલાઈ, 2026ના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી હતી. આ પ્રસંગે તેમણે ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે તેઓ આ ફિલ્મ ચોક્કસપણે જોવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાજિક ચેતનાને સ્પર્શતી અને ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈએ પહોંચાડતી આવી ફિલ્મો રાજ્ય માટે ગૌરવની બાબત છે. તેમણે ફિલ્મના નિર્માતાઓ, દિગ્દર્શક અને સમગ્ર ટીમના સર્જનાત્મક પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા અભિષેક જૈને મુખ્યમંત્રી સમક્ષ આ રાષ્ટ્રીય સન્માન સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતી સિનેમા પ્રત્યે રાજ્ય સરકારનો સતત મળતો સહયોગ ફિલ્મ ઉદ્યોગ માટે પ્રેરણારૂપ છે. તેમણે મુખ્યમંત્રી દ્વારા ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવાનું ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી સમગ્ર ટીમ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સતત બીજી વખત મળેલો નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું કે, ફિલ્મ ઉદ્યોગ અથવા પોલિસી લેવલ પર કોઈ પણ રચનાત્મક સૂચન કે જરૂરિયાત હશે તો રાજ્ય સરકાર તે અંગે સકારાત્મક રીતે વિચાર કરશે અને જરૂરી સહયોગ આપશે.આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દિગ્દર્શક અભિષેક જૈન સાથે મુલાકાત કરીને ફિલ્મની કથા, તેના શીર્ષક ‘મારણ’ના અર્થ તેમજ ફિલ્મના વિષય અંગે ચર્ચા કરી હતી. તેમણે અભિષેક જૈનનું સન્માન કરીને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સિનેમેન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત ‘મારણ’ને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં દીક્ષા જોશી, યશ સોની, શ્રુહદ ગોસ્વામી, તર્જની ભડલા, અભિનય બેન્કર, વૈશાખ રાઠોડ, કુકુલ તારમાસ્ટર, પ્રાચી ઠાકર, ધૈર્ય ઠક્કર, દ્રુમા મહેતા, મોર્લી પટેલ અને ગરિમા ભારદ્વાજ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું દિગ્દર્શન અભિષેક જૈને કર્યું છે, જ્યારે લેખન દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરેએ કર્યું છે. ફિલ્મના નિર્માતાઓ નયન જૈન, અમિત દેસાઈ અને અભિષેક જૈન છે. પ્રતિક પરમાર સિનેમેટોગ્રાફી, નિકી જોશી કોસ્ચ્યુમ ડિઝાઇન, શીલ ઠાકોરે પ્રોડક્શન ડિઝાઇન, અજીત સિંહ રાઠોડ સાઉન્ડ ડિઝાઇન અને આલાપ-પાર્થે સંગીતની જવાબદારી સંભાળી છે. ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે સતત મળી રહેલી સફળતાઓ વચ્ચે ‘મારણ’ હવે 31 જુલાઈએ દર્શકો સમક્ષ આવશે. નેશનલ એવોર્ડથી સન્માનિત આ ફિલ્મ પ્રત્યે ફિલ્મપ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
Next Article રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?