હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર ભારત વિશ્વનો પાંચમો દેશ
જીંદથી સોનીપત વચ્ચેનો 89kmનો રૂટ : PMએ કહ્યું- આ દુનિયાની સૌથી લાંબી અને શક્તિશાળી ટ્રેન
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત જશે. આ સાથે જ હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂ કરનાર ભારત વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં જ હાઇડ્રોજન ટ્રેનો ચાલી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, જીંદ અને સોનીપત વચ્ચે દોડતી આ ટ્રેન દુનિયાની સૌથી લાંબી અને શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે. તેને ભારતીય એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું- હરિયાણા વિકાસના પાટા પર દોડી રહ્યું છે. આજે હરિયાણાનું નામ ઈતિહાસના પેજમાં લખાઈ ગયું. આજે હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડી છે.
વડાપ્રધાન સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી નાયબ સૈની અને રાજ્યપાલ પ્રો. અસીમ ઘોષ પણ હાજર છે. આ રૂટ પર 89 કિમીનું અંતર 2 કલાકમાં કપાશે. 10 કોચવાળી આ ટ્રેન આ રૂટ પર 14 સ્ટેશનો વચ્ચે મહત્તમ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભાડું 5 થી 25 રૂપિયાની વચ્ચે હશે. પીએમ મોદીએ જીંદમાં એલિવેટેડ રેલવે ટ્રેક, બે મેડિકલ કોલેજો સહિત 9 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
- Advertisement -
આજે જીંદ અને આખા હરિયાણાનું નામ ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયું છે. આજે આ જ ધરતી પરથી દેશને પહેલી હાઇડ્રોજન ટ્રેન મળી છે. સાથીઓ, આજે પણ આપણે વાંચીએ અને સાંભળીએ છીએ કે ભારતની પહેલી ટ્રેન બોમ્બે (મુંબઈ) થી થાણે વચ્ચે દોડી હતી. તેવી જ રીતે ભવિષ્યમાં જ્યારે પણ દેશમાં હાઇડ્રોજન ટ્રેનની શરૂઆતનો ઉલ્લેખ થશે, ત્યારે જીંદ, સોનીપત અને હરિયાણાનું નામ પણ ગર્વ સાથે લેવામાં આવશે.




