By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
CRIME

ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા

Khaskhabar Editor
Last updated: 2026/07/14 at 2:37 PM
Khaskhabar Editor 2 months ago
Share
13 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

સસરા વતનમાં ગયા બાદ રખોપુ કરવા ત્રણ દિવસથી આવ્યા હતા : પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે

- Advertisement -

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટી મારડ ગામમાં વાડીમાં રહેતા દંપતીની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ડબલ મર્ડરની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે બેવડી હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રોહીતભાઈ મથુરાભાઈ ચૌહાણ અને તેની પત્ની દુર્ગાબેન બંને રોહિતભાઇના સસરા મલીયાભાઈ બીંદીયાભાઈ પરમાર જે જૂનાગઢના રમેશભાઈ ગોવિંદભાઈ ભુતની મોટી મારડ ગામમાં આવેલી વાડીએ રહેતા હોય આ દંપતીની ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી ગઈ છે આ બેવડી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ પાટણવાવ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના સસરા મલિયાભાઈએ રમેશભાઈની વાડી ભાગીયા તરીકે વાવવા રાખી હોય અને પોતાને વતનમાં જવાનું હોવાથી દંપતી આ વાડીમાં ત્રણ દિવસથી રહેવા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે દંપતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયા છે અને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરુ કર્યું છે મોટી મારડ ગામમાં દંપતીની આ થયેલ ડબલ મર્ડરની ઘટનામાં અંગત અદાવત, લૂંટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલના તબક્કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનાના ચોક્કસ કારણને શોધવા તેમજ હત્યારાઓ સુધી પહોંચવા માટે આસપાસના લોકોની પૂછપરછ અને ટેકનિકલ સેલની મદદથી વધુ વિગતો મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડબલ મર્ડરની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બે મહિના પૂર્વે જ લગ્ન થયા હતા : મોટી મારડ ગામે થયેલ ડબલ મર્ડરમાં જીવ ગુમાવનાર દંપતિના બે મહિના પૂર્વે જ લગ્ન થયા હતા લગ્નના બે મહિનામાં જ બંનેની ઘાતકી હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે ત્રણ દિવસ પૂર્વે જ અહીંયા રહેવા આવ્યા હોય અંગત અદાવતમાં કોઈ નજીકના વ્યક્તિએ જ પ્લાન ઘડી ઢીમ ઢાળી દીધું હોવાની દ્રઢ શંકાએ પોલીસે ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

બેડિપરામાં વાહન જોઈને ચલાવવાનું કહેતા દંપતી પર ધોકાથી હુમલો : અમારી સામે જોયુ તો જાનથી મારી નાખશુ કહી બે ભાઈએ ધમકી દીધાની ફરિયાદ

- Advertisement -

રાજકોટના ભાવનગર રોડ ઉપર બેડીપરામાં રહેતા અને ઘરની બાજુમા ગેરેજ ચલાવતા હિતેશભાઈ દેવજીભાઈ ધનવાડીયા ઉ.53એ અદિત ધૂળધોયા અને વિજય ધૂળધોયા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ હુ મારા ઘર પાસે ચાલીને જતો હતો ત્યારે અમારા લતામા પાછળની શેરીમા રહેતો અદિત ધુળધોયા પોતાની એક્ટીવા લઈને મારી બાજુમાથી નિકળ્યો હતો જેથી મે તેને કહેલ કે તારી ગાડી થોડી દુરથી ચલાવ મને વાગી જાસે આટલુ કહેતા આ અદિત એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ મા-બેન સમાણી ગાળો આપવા લાગ્યો હતો જેથી મે ગાળો આપવાની ના પાડતા આ અદિતે ઉશ્કેરાઇને મને ઢીકા-પાટુનો માર મારવા લાગ્યો હતો જેથી મારી પત્ની મને બચાવવા આવી હતી તે દરમ્યાન અદિતનો ભાઈ વિજય ધુળધોયા ધોકો લઇને આવ્યો હતો જેને મારી પત્ની ભાવનાને ડાબા હાથમા ધોકાનો એક ઘા મારી દિધો હતો જેથી રાડા રાડી થતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને અમને વધારે મારથી બચાવ્યા હતા અને આ બન્ને જતા જતા અમને કહેવા લાગેલ કે હવે પછી અમારી સામે જોયુ છે તો તમને બન્નેને જાનથી મારી નાખશુ એમ કહીને બન્ને ત્યાથી જતા રહ્યા હતા બાદમા મારી પત્નીનેને સારવાર અર્થે હોસ્પિટલે લઇ ગયો હતો અને બાદમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

જામકંડોરણાના સોડવદર ગામે ગૌચરની જમીન પર આશીફ અભેસોરાએ હોટેલ ખડકી દીધી

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર આશીફ અભેસોરા નામના શખ્સે કબ્જો કરી 150 ચો. મી. સરકારી જમીન પર બાંધકામ કરી હોટેલ બનાવી નાખતા આ શખ્સને વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા વારંવાર જણાવ્યા છતાં ભુમાફિયાએ દબાણ દૂર નહિ કરતા અંતે તાલુકા વિકાસ અધિકારીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે જામકંડોરણાના તાલુકા વિકાસ ગૌરવભાઈ ધીરૂભાઈ વામજાએ સોડવદર ગામના આશીફ હનીફ અભેસોરા સામે જામકંડોરણા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સર્વે નંબર-84 પૈકીની ગૌચર જમીનમાં આશીફ અભેસોરાએ 150 ચોરસ મીટર જમીનમાં બિનઅધિકૃત રીતે હોટલ બનાવી વેપાર નફો રળી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી આ બાબતે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ સરકારી ગૌચર જમીનમાં દબાણ બાબતે પ્રાંત અધિકારી, ધોરાજી દ્વારા સુઓમોટો દરખાસ્ત રજુ કરવામાં આવી હતી આ દરખાસ્ત આધારે લેન્ડ ગ્રેબીંગ સેલ દ્વારા જમીનમાં આશીફ અભેસોરા દ્વારા પ્યાસા પાન અને કોલ્ડડ્રીંકસ નામથી હોટલ બનાવી સરકારી ગૌચર જમીનમાં બિનઅધિકૃત રીતે આધાર પુરાવા વગર દબાણ થયુ હોવાનું સ્પષ્ટ થયું હતું વહીવટી તંત્ર દ્વારા દબાણ કરનાર આશિફ અભેસોરાનું દબાણવાળી જમીન બાબતે નિવેદન લેવામાં આવેલ હતું. જેમાં તેણે વર્ષ 2023થી જમીન પર દબાણ કર્યાનું સ્વીકાર્યું હતું. આશીફનું તા.16/02/2026 ના રોજ લીધેલ નિવેદન ત્યારથી નાયબ કલેકટર, ધોરાજીએ પત્ર લખી તા.11-03-2026 ના રોજ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. પણ દબાણકર્તાએ દબાણ દૂર કર્યું ન હતું ગૌચરની જમીનનું દબાણ દૂર કરવા અવાર-નવાર કહેતાં છતાં દબાણ હટાવેલ ન હોય જેથી આશીફ અભેસોરા વિરુદ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં ગેસ એજન્સીના ડિલિવરીમેન પર કાકા – ભત્રીજાએ કર્યો હુમલો

એજન્સીમાંથી નોકરી છોડી દીધાનો ખાર રાખી ધમકી દેતા નોંધાવી ફરિયાદ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેસ એજન્સીમાં ડિલિવરીમેન પર યુવાનને કાકા- ભત્રીજાએ ગાળો ભાંડી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હુમલાખોર કાકા-ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેતપુરમાં દેસાઈવાડી વિસ્તારમાં રહેતા રાજદિપસિંહ જોરૂભા રાણા ઉ.27એ જેતપુરમાં જ રહેતા દિનેશ પાદરીયા અને પીન્ટુ પાદરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના બાટલાનુ ડિલિવરીનું કામ કરે છે તે મહારાજા ગેસ એજન્સી ગોંડલના ગેસના બાટલાની ડિલિવરીનું કામ કરતો હોય અને ગઇકાલે બાટલાના બિલ કંપનીની ગાડીમાં જેતપુર આવ્યા છે તેવી તેને જાણ થઈ હોય જેથી તે બાઈક લઈ કંપનીના બાટલા ભરેલ ગેસની ગાડી આઇસર જેતપુર નવાગઢ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ઉભી હોય ત્યાં લેવા ગયો હતો યુવાન અગાઉ જે ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો હતો તે દિનેશ પાદરીયા અને તેનો ભત્રીજો પીન્ટુ ત્યાં હાજર હતાં ગેસ ડિલિવરીના બિલ ગાડી સાથે આવેલ શુભમભાઇ મારૂએ આપી દેતા દિનેશ અને પીન્ટુ બંને યુવાન પાસે આવી બિલ લેવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં યુવાન સાથે ગાળાગાળી કરી કહ્યું હતું કે, અમે તને અહીં ગેસ એજન્સીની ડિલિવરીનું કામ કરવા દેઇશુ નહીં, જેથી યુવાને કહ્યું હતું કે, હું તમારી સાથે કામ નથી કરતો, તમારું કેમ માનુ જેથી આ દિનેશ અને પીન્ટુએ યુવાન સાથે મારા મારી કરી ગાળો આપી ઝપાઝપી કરી આજે તો તને મારી જ નાખવો છે તેવી ધમકી આપતા યુવાન પોતાનું બાઈક લઇ ભાગી ગયો હતો. બાદમાં જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ કાકા-ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રનગરના મારામારી-ધમકીના ગુનામાં વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુનામાં છેલ્લા દોઢ દાયકાથી ફરાર હાલ મહારાષ્ટ્રના થાણેમાં રહેતા શખ્સને પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે અમદાવાદની હોટલમાંથી ઝડપી લઈ પ્ર.નગર પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર તેમજ રાજ્યના પેરોલ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચના અન્વયે પેરોલ ફર્લો સ્કોવર્ડના પીઆઇ કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.બી. ધાસુરા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પેરોલ ફર્લો સ્કોવર્ડના એએસઆઈ ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સિરાજભાઈ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઈ કછોટ, અંકિતભાઈ નિમાવત, કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મૂળિયા અને દોલતસિંહ રાઠોડ સહિતને મળેલી બાતમી આધારે શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં 2011માં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુનામાં ફરાર આરોપી મૂળ મુંબઈના હાલ રાજકોટના ધર્મેશ હરિશ્ચંદ્ર ભુછડા ઉ.47ને અમદાવાદમાં હોટલ ટુુરબ-ઇન પંચકુવા દરવાજા ખાડિયા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. આરોપીને પ્ર.નગર પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ધર્મેશ સામે 15 વર્ષ પૂર્વે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીનો ગુનો નોંધાયા બાદ તે છેલ્લા દોઢ દાયકાથી નાસતો ફરતો હતો.

એકલવાયા જીવનથી કંટાળી શ્રમિકનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

મૂળ યુપીના હાલ રાજકોટના કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં પ્રદિપકુમાર દયાશંકર ઉ.20 નામના યુવાને રાત્રીના સમયે પારડી અને પડવલા વચ્‍ચે આવેલા રેલ્‍વે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં શાપર પોલીસના સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર પ્રદિપકુમાર હાલ શાપરમાં એકલો રહી છુટક મજૂરી કરતો હતો. તે અપરણિત હતો મૃતક બે બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પરિવારજનો વતનમાં રહે છે એકલવાયા જીવનથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ગુજસીટોકના ગુનામાં બુટલેગરો ફિરોઝ, હર્ષદ, ધવલ સહિત ચાર આરોપીઓનો આજે કબજો લેવાશે

સૌરાષ્ટ્રના કૂખ્યાત બુટલેગર ફિરોજ મેણું સહિત ચાર આરોપીઓનો ગુજસીટોકના ગુનામાં આજે જુદી જુદી જેલમાંથી ક્રાઈમ બ્રાંચ કબજો મેળવી વીધિવત ધરપકડ કરશે. ફિરોઝની પૂછપરછમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા 20 બુટલેગરોની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઇ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો હતો રાજકોટના આ ગુજસીટોકના ગુનામાં ફિરોઝ અને તેના 19 સાગરીતો વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાંથી 13 આરોપીઓની પોલીસ દ્વારા અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. ફિરોઝ ઉપરાંત બીજા કૂખ્યાત બુટલેગરોમાં સામેલ ધવલ સાવલીયા, હર્ષદ મહાજન અને ઈમરાન ઉર્ફે બોબડો કાલવા જેલની હવા ખાઈ રહ્યા છે આ ચારેય આરોપીઓનો આજે ક્રાઈમ બ્રાંચ કબજો મેળવી ધરપકડ કરશે બુધવારે ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે ખાસ કરીને ફિરોઝ અત્યાર સુધી કોના આર્શિવાદથી દારૂનું નેટવર્ક ચલાવતો રહ્યો તે બાબતે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આજ મુદ્દે ધવલ અને હર્ષદ મહાજનની પણ તેની પૂછપરછ કરે તેવી સંભાવના છે કારણ કે આ બંને પણ સૌરાષ્ટ્રના મોટાગજાના બુટલેગરો છે. આ બંને પણ છેલ્લા ઘણાં સમયથી અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિરોઝના ત્રણ સાગરીતો ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ છે જેમની ક્રાઈમ બ્રાંચની ટીમોએ હજૂ શોધખોળ જારી રાખી છે.

વેપન કાર્ટેલ ગેંગનો વધુ એક સાગરીત બે પિસ્ટલ સાથે ઝડપાયો

રાજકોટ પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીઆં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે બાતમી આધારે વેપન કાર્ટેલ ગેંગના મિર્ઝાપુર સૂત્રધાર શકીલ સહીત પાંચ શખ્સોને ગઈકાલે 16 હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સાગરીતને બે પિસ્ટલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પીસીબીની ટીમે ગઈકાલે પોલીસે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ, 4 મોબાઈલ સહીત 2 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ ગેંગ દ્વારા લોધીકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને અગાઉ પકડાયેલા પ્રદીપ કરપડાએ બે હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પીસીબીની ટીમે સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ, કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો આ સાથે કુલ ધરપકડનો આંક 6 સુધી પહોંચ્યો છે જયારે કબ્જે કરાયેલા હથિયારોનો આંક વધીને 18 સુધી પહોંચી ગયો છે.

You Might Also Like

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Next Article રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?