પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું : ડ્રાયવર ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
રાજકોટની માધાપર ચોકડી પાસે ગત રાત્રે રસ્તો ઓળંગતા યુવકને રેતી ભરેલ ડમ્પરના ચાલકે ઠોકરે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયુ હતું બનાવને પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ટ્રાફિક જામ સર્જાતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં 29 વર્ષીય મૃતક ઉદય વાઘેલા બાઈક પર નોકરીએથી ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો બનાવથી પરિવારજનો શોક વ્યાપી ગયો છે સવાર સુધી ન્યાયની માંગ સાથે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા અધિકારીઓ મામલો થાળે પાડવા દોડી ગયા હતા.
- Advertisement -
મળતી માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી પાસે ગઈકાલે રાત્રીના 10 વાગ્યા આસપાસ ડમ્પર ચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે ડમ્પર ચાલક ડમ્પર સ્થળ ઉપર જ ડમ્પર રેઢું મૂકીને નાશી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ માધાપર પર ગામમાં સહજાનંદ સ્કૂલ પાસે રહેતા ઉદય મહેશભાઈ વાઘેલા ઉ.29 તરીકે થઈ હતી જે બાદ મૃતકના પરિવારજનોએ ડમ્પર ચાલક ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક એસ્ટ્રોન ચોકમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી પૂર્ણ કરી પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું તેમજ તે બે ભાઈમાં મોટો અને એક સંતાનના પિતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતકના ભાઈ રોહન વાઘેલાની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી. મૃતક ઉદયને સંતાનમાં એક દીકરો છે. તેમના પત્નીનું નામ તેજલબેન છે. મૃતક બે ભાઈમાં મોટો હતો. પરિવારે આશાસ્પદ યુવાન પુત્ર ગુમાવતા અને એક માસુમ પુત્રએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો બીજી તરફ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરનાર પરિવારજનોને સમજાવવા પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા.




