By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    49 minutes ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    1 day ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    1 day ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    1 day ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 day ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 day ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 day ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 3:07 PM
Khaskhabar Editor 26 minutes ago
Share
8 Min Read
SHARE

રેખા પટેલ (ડેલાવર) : લેટ્સ ટોક

”સોશિયલ મીડિયામાં ‘ફોલોઅર્સ’ કરતા વિવેક વધુ જરૂરી છે.” 

- Advertisement -

સોશિયલ મીડિયા આજે માત્ર સમય પસાર કરવાનું સાધન રહ્યું નથી. આ ઘણા લોકો માટે રોજીંદી જીવનશૈલી બની ગયું છે. કેટલાક માટે તે સવારની ચા જેટલુ જરૂરી બની ગયું છે, તો કેટલાક માટે રાત્રે સૂતા પહેલાંનો છેલ્લો સાથી સંગાથી. સમય પસાર કરવા ફોનનો સહારો હોય તો વાત બરાબર છે પરંતુ તેને જોયા વગર અશાંતિ થવા લાગે, વારંવાર ફોન હાથમાં લેવાની ઇચ્છા થાય અને પારિવારિક સંબંધો કરતાં સ્ક્રીન વધુ મહત્ત્વની લાગે, ત્યારે સમજવું જોઈએ કે એક પ્રકારનો નશો બની પક્કડમાં લઇ રહ્યો છે.

આ નશાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેખાતો નથી. દારૂ કે તમાકુની જેમ તેની કોઈ ગંધ નથી, પરંતુ તેની અસર માણસના સ્વભાવ, સંબંધો અને માનસિક સ્થિતિને સંપૂર્ણપણે જકડી રાખે છે. ભલે એમાં વધારે ખર્ચ નથી છતાં સહુથી મહત્વનો એવો સમય વેડફાઈ જાય છે. બીજી તરફ, એ પણ એટલું જ સાચું છે કે સોશિયલ મીડિયાએ હજારો લોકોને એકલતામાંથી બહાર કાઢ્યા છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ, જે નિવૃત્તિ પછી એકલતા અનુભવે છે, તે જૂના મિત્રો સાથે ફરી જોડાય છે. વિદેશમાં રહેતો યુવાન પોતાના ગામના લોકો સાથે સંપર્કમાં રહે છે. ગૃહિણી પોતાના શોખને વિકસાવી સોશિયલ મીડિયા દ્વારા અલગ ઓળખ ઉભી કરે. નિરાશ વ્યક્તિને અજાણ્યા લોકોના પ્રોત્સાહક શબ્દો ફરી જીવવાની આશા આપે છે, જરૂરીયાત વાળાને આર્થિક કે માનસિક સહાય પણ આ પ્લેટફોર્મ દ્વારા મળી શકે છે.

સોશિયલ મીડિયાએ આપણને દુનિયા સાથે જોડ્યા છે, પરંતુ બીજી બાજુ અતિ ઉપયોગમાં પોતાના લોકોથી દૂર પણ કરી દીધા છે, તેનો હિસાબ કદાચ કોઈ એપ્લિકેશન બતાવી શકે તેમ નથી. હજારો ફોલોઅર્સ હોવા છતાં જો મનની વાત કરવા માટે એક પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ ન હોય, તો એ જોડાણ નહીં, એક ભ્રમ છે. હજારો ઓન લાઈન મિત્રોમાં કોઈને રૂબરૂ મળ્યા ના હોય કે પછી ઊંડાણથી જાણતા ના હોઈએ તો મનની વાતો કહેવાનો કોઈ અર્થ પણ નથી. આવા સમયે વિશ્વાસઘાત થવાનો સંપૂર્ણ ચાન્સ રહેવાનો.

- Advertisement -

સોશિયલ મીડિયા પર હજારો ‘ફોલોઅર્સ’ હોવા એ લોકપ્રિયતાની નિશાની હોઈ શકે, પરંતુ તે સાચા સંબંધોની ખાતરી નથી. ફોલોઅર્સ તમારી પોસ્ટને પસંદ કરી શકે, તમારી તસવીર પર સાચી કે બનાવટી પ્રશંસા લખી શકે, તમારી સફળતામાં સ્ટીકરો બતાવી ખુશી વ્યક્ત કરી શકે છે, પરંતુ જ્યારે જીવનમાં અચાનક કોઈ મુશ્કેલ વળાંક આવે, ત્યારે એ હજારોમાંથી કેટલા લોકો તમારી બાજુમાં ઊભા રહે છે?

મુશ્કેલીના સમયમાં જે વ્યક્તિ કોઈ સ્વાર્થ વગર પૂછે, “કેમ છો?” કે હું છું તારી સાથે. બસ આજ હજારો લાઈક્સ સામે વધુ કિંમતી હોય છે. સાચા સંબંધોની ઓળખ લાઇક્સથી થતી નથી, પરંતુ લાગણીઓથી થાય છે.

આપણે બાળપણમાં માત્ર ફળિયા કે ગામના લોકોથી આગળ કોઈ દુનિયા નથી જોઈ એવા યુગમાંથી આવીએ છીએ. અને આજે દુનિયાના છેડે આજ મીડિયા દ્બારા પહોચી ગયા છીએ ત્યારે તેને વખોડવું પણ યોગ્ય નથી. બસ સાવધાનીની ખુબ જરૂરી છે. જીવનની સંપત્તિ ફોલોઅર્સની સંખ્યાથી નહિ પરંતુ ખુશીમાં સાથે નિઃસ્વાર્થ હસે અને દુઃખમાં બાજુમાં ઊભા રહે એવા સંબંધોથી મપાય છે. ભીડમાં પણ એકલતાનો અનુભવ ના થાય એ માટે વર્ચ્યુંએલ દુનિયાને નશો ના બનાવતા માત્ર જોવા જાણવા માટેનું સાધન બનાવવું જોઇયે. આજથી બાર પંદર વર્ષ પહેલા ફેસબુકમાં મિત્રો સાથે જે આત્મીયતા હતી એના કરતા તદ્દન વિરુદ્ધ અનુભવ લગભગ બધાને થતો હશે. કારણ આજે સંપર્કો વધી રહ્યા છે, પરંતુ સંબંધો અને એમાંની મીઠાશ ઘટી રહ્યા છે. ઓળખાણો વધી રહી છે, પરંતુ આત્મીયતા ઓછી થઈ રહી છે.

એક સમય હતો જ્યારે માણસ એકલતા દૂર કરવા લોકો વચ્ચે જતો હતો. આજે લોકો વચ્ચે બેઠો હોય છે, છતાં એકલો હોય છે. કારણ કે હવે આંખો એકબીજાને ઓછી મળે છે અને સ્ક્રીનને વધુ જોતી હોય છે. તેનું દિમાગ અને દિલ ત્યાજ અટકેલું હોવાથી બાજુના સબંધોને યોગ્ય ન્યાય આપી શકતો નથી. પરિણામે એ સંબંધો કથળતાં જાય છે.

એક પ્રશ્ન મનમાં આવે છે “આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ કે સોશિયલ મીડિયા આપણો ઉપયોગ કરે છે?”
એક સામાન્ય પરિવાર વર્ષો પહેલા જમવા બેસતો ત્યારે હસી ખુશી અને થાળી વાટકીના ખખડાટ સાથે હાસ્ય રહેતું. આજે એવોજ પરિવાર જમવા બેસે ત્યારે એ દરેકના હાથમાં મોબાઈલ છે. ફોનની ટકાટક કોઈ રીલ્સ જોઈ રહ્યું છે, કોઈ ચેટમાં વ્યસ્ત છે, કોઈ ફોટા અપલોડ કરી રહ્યું છે. બહારથી જોઈએ તો પરિવાર સાથે જામે છે, પરંતુ હકીકતમાં દરેક વ્યક્તિ પોતાની અલગ ડિજિટલ દુનિયામાં ખોવાયેલી છે. લાગણીઓ વ્યક્ત થતી નથી, વાતચીત થતી નથી અને આમજ એક જ ઘરમાં રહેતા લોકો વચ્ચેનું અંતર વધવા લાગે છે. આજે ઘણા ઘરોમાં આ દૃશ્ય સામાન્ય બની ગયું છે. દુનિયા સાથે સતત જોડાયેલો દેખાતો માણસ પોતાના જ નજીકના લોકો સાથેનો સંબંધ ગુમાવી બેસે છે.

આજે ઘણા લોકો સોશિયલ મીડિયા પર કલાકો વિતાવે છે. દરેક પોસ્ટ પર કેટલા લાઇક્સ આવ્યા, કોમેન્ટ કોણે કરી, કોની સ્ટોરી જોઈ—કોઈ ક્યા ગયું , શું કર્યું આ બધી વાતોનો ખ્યાલ રાખવો હિસાબ રાખવો એ દિનચર્યાનો ભાગ બની જાય છે. પરંતુ ઘરમાં વડીલ હોય તો તેઓ જમ્યા કે નહિ, તેમની કેમ છે એ પૂછવાનો પણ સમય મળતો નથી.

બાળક ઘરમાં ઓછું બોલે કે મિત્રો સાથે મળવાનું ટાળે છે ત્યારે સમજવું કે એ વર્ચ્યુંલ દુનિયાનો આદિ બની ગયો છે. આવા સમયે માતાપિતાએ સચેત થઇ જવું જોઈએ.
ઘણી ઓન લાઈન ગેમ પણ ખતરનાક હોય છે. “ બ્લુ વ્હેલ ચેલેન્જ” આજથી આઠ વર્ષ પહેલા આ ગેમ ચર્ચામાં હતી. જેમાં ભાગ લેનાર દરેકને ટાસ્ક આપવામાં આવતા જે અંતમાં ખતરનાક મોડ સુધી પહોંચી જતા. આ કારણે આ ગેમ ને બંધ કારી હતી. આવી ઘણી ગેમ છે જેમાં આજના બાળકો અને યુવાનો પોતાનો સમય અને એનર્જી નો વ્યર્થ બગાડ કરે છે.

એટલે જ સોશિયલ મીડિયા ન તો સંપૂર્ણ આશીર્વાદ છે, ન સંપૂર્ણ અભિશાપ. તે અરીસા જેવું છે—આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે તે આપણને પરિણામ આપે છે. જો તેનો ઉપયોગ સંબંધો જાળવવા, જ્ઞાન મેળવવા અને પ્રેરણા આપવા માટે થાય, તો તે જીવનને સમૃદ્ધ બનાવે છે. સોશિયલ મીડિયા વિશે એક સામાન્ય માન્યતા એવી બની ગઈ છે કે અહીં જે કંઈ મૂકવામાં આવે છે, તે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ હોય છે. પરંતુ દરેક પોસ્ટ પાછળનો હેતુ એકસરખો હોતો નથી. કોઈ પોતાના આનંદની ક્ષણો વહેંચે છે, કોઈ પોતાના અનુભવમાંથી મળેલ વાત રજૂ કરે અને અજાણ્યા માણસ માટે પ્રેરણાનું કારણ બને.
જીવનમાં મળેલી ખુશીઓને વહેંચવાની ઇચ્છા પણ માનવસ્વભાવનો જ એક ભાગ છે. દુઃખને વ્યક્ત કરી મનનો ભાર હળવો કરવો એ પણ વ્યક્તિગત સ્વભાવ છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં પ્રસિદ્ધિ કરતાં વધુ નિજાનંદ વધારે હોય છે.

પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે. અંગત જીવનની દરેક વાત જાહેર કરવી, દરેક લાગણીને પોસ્ટમાં ફેરવવી અથવા દરેક ક્ષણને દુનિયા સમક્ષ મૂકવી, હંમેશાં સમજદારીનું લક્ષણ નથી. આપણને ઘણીવાર સોશિયલ મીડિયા પર માત્ર લોકોની સફળતા, સંપતિ, સ્મિત અને ઉજવણી જોવા મળે છે. તેની પાછળના સંઘર્ષ, નિષ્ફળતા અને એકાંત ભાગ્યે જ દેખાય છે. આપણે માત્ર દેખાતી આ તસવીરોને જ સંપૂર્ણ સત્ય માની લઈએ, તો જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ખોરવાઈ શકે છે

જીવનમાં જેમ દરેક બાબતના ફાયદા અને ગેરફાયદા હોય છે, તેમ સોશિયલ મીડિયા જ્ઞાનનું ભંડાર છે, પ્રેરણાનું મંચ છે અને વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ છે. પરંતુ અતિરેક થાય ત્યારે એ જ માધ્યમ સમયનો બગાડ, માનસિક અશાંતિ અને અનાવશ્યક સરખામણીઓનું કારણ પણ બની શકે છે.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

લઘુકથા : નિર્વાણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
Next Article 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?