અરજી મામલે માથાકૂટ થયા બાદ ફોજદારને ધમકાવ્યા : ફરજમાં રૂકાવટનો ગુનો
સમગ્ર ઘટનામાં ન્યાયની માંગ સાથે વકીલો દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનિર્વસિટી પોલીસ મથકમાં અરજી મામલે પોલીસ અને વકીલો વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસ મથકમાં જ વકીલ સહિત પાંચ શખસોએ ધમાલ મચાવી પીએસઆઈ સહિતનાઓને ધમકાવતા પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે સમાપક્ષે પણ વકીલો પોલીસ મથક ખાતે એકઠા થયા હતા અને પોલીસ સામે આક્ષેપો સાથે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. રાજકોટના યુનિર્વસિટી પોલીસ સ્ટેશનમાં જમાદાર તરીકે ફરજ બજાવતા રેણુકબેન જેસંગભાઈ ચૌધરીએ એડવોકેટ રવી વાઘેલા તેમજ શિતલબેન મનુભાઈ ચાવડા તેમજ અસીલો એડવોકેટ શીતલબેનના બહેન, ફરિદાબેન અને એક અજાણી મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, શીતલબેન તેમજ સામેવાળાઓને કંઈક ડખ્ખો ચાલતો હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેની તપાસમાં રેણુકાબેનએ નરેન્દ્રભાઈ, ચેતનભાઈ, રેખાબેન, કાનાભાઈ તેમજ શિતલબેન અને તેમના બેન સહિતને બોલાવી પુછપરછ કરતા હતા. તે દરમ્યાન એડવોકેટ રવિ વાઘેલા અને શિતલબેનએ મોટા અવાજે ગાળો ભાંડી હતી અને તારી ઔકાત શું છે કહી અપમાનજનક શબ્દો કહ્યા હતા પોલીસ મથકમાં દેકારો થતા પીએસઆઈ શ્યોરા તેમજ જમાદાર જેન્તીભાઈ રાઠોડ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલો થાડે પાડવાના પ્રયાસ કર્યા હતા તે દરમ્યાન ઉશ્કેરાયેલા વકીલ સહિતનાઓએ પીએસઆઈને તુ સાઈડમાં જ તેમજ જમાદારને સાથે અપશબ્દોમાં વાતો કરી હતી જેથી ખાનગી ડ્રેસમાં આવેલા જમાદારે તેની ઓળખ આપી હતી તેમ છતાં, હું તને કોર્ટમાં જોઇ લઇશ તેમ કહીં વકીલ રવિ વાઘેલા અને શીતલબેન ચાવડાએ ધક્કો માર્યો હતો તેમજ અન્ય ત્રણ મહિલાઓએ ફરજમાં રૂકાવટ કરી હતી અને વકીલે તમાને બધાને જોઈ લઈશ અને પોલીસને બદનામ કરવા માટે ગેરવર્તન કરવાના ઈરાદે પોલીસ મથકમાં આવી ફરજમાં રૂકાવટ કર્યાનું જણાવતા પીઆઇ દવે સહિતનાઓએ પાંચેય સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી દરમિયાન ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આજે આ ઘટના સંદર્ભે વકીલોનું એક મંડળ રજૂઆત કરવા પોલીસ કમિશ્નર પાસે પહોંચ્યું હતું અને આ ઘટનામાં ન્યાયની માંગ સાથે સીપીને રજુઆત કરી હતી.




