By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    24 minutes ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    52 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    42 minutes ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 hour ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    2 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
CRIME

આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત

Khaskhabar Editor
Last updated: 2026/06/29 at 2:19 PM
Khaskhabar Editor 1 hour ago
Share
6 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મોચીનગરમાં રહેતા પરિવારની પિકનિક દરમિયાન કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વાગુદડ ગામ પાસે આવેલા આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં પરિવાર સાથે નહાવા પડેલી 13 વર્ષીય મહેક યુનુસબિન ઈકબાલભાઈ મુકાસમ પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મેટોડા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર રોડ પરના મોચીનગરમાં રહેતા યુનુસબિન ઈકબાલભાઈ મુકાસમ શનિવારે પરિવાર સાથે વાગુદડ ગામ નજીક આનંદવિહાર રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયા હતા. સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેમની 13 વર્ષીય પુત્રી મહેક પરિવારના અન્ય સભ્યો સાથે સ્વિમિંગ પૂલમાં નહાવા પડી હતી. દરમિયાન અચાનક તે પાણીમાં ગરકાવ થવા લાગી હતી.પૂલમાં હાજર પરિવારના સભ્યોનું ધ્યાન જતાં તાત્કાલિક મહેકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી ગમગીન વાતાવરણ સર્જાયું હતું બનાવની જાણ થતાં મેટોડા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

- Advertisement -

ત્રંબામાં આવેલી વાડીમાંથી માદા શ્વાન અને 80 કબૂતરની ચોરી : બે શખ્સની ધરપકડ
રાજકોટના કસ્તુરબાધામ એટલે કે ત્રંબામાં આવેલી વાડીમાંથી બે શખ્સો શ્વાન અને 80 કબૂતરની ચોરી કરી ગયા હતા. સીસીટીવી કેમેરાને કારણે બંનેનો ભાંડો ફૂટી ગયો હતો. આજી ડેમ પોલીસે ચોરી કરનાર ભાવિક અબસાણીયા અને કિશન અબસાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના કોઠારિયા રોડ પરના ગોકુલનગરમાં રહેતા ભાર્ગવ ચોટલિયાએ બે મિત્રો સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રંબામાં મિત્ર રોહન માટિયાની વાડી બંને ભાગમાં છેલ્લા છ માસથી વાવે છે. જ્યાં અલગ-અલગ પ્રજાતીના નાના-મોટા 25 શ્વાન ઉપરાંત 250 કબૂતર રાખેલા છે. ગઇ તા.16ના રોજ તે અને રોહન ઉપરાંત ઈરફાન મીર રાજકોટ કામે આવ્યા બાદ રાત્રે ત્રંબાની વાડીએ પહોંચ્યા ત્યારે શ્વાન અને કબૂતરની દેખરેખ રાખતો યોગેશ સુરેલા મળ્યો હતો જેણે એક શ્વાન ગાયબ હોવાનું કહેતાં તત્કાળ તમામ શ્વાનને બહાર કાઢી તપાસ કરતાં ભુરી નામની માદા શ્વાન ગાયબ મળી હતી. જેની આસપાસ તપાસ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. તે વખતે યોગેશે કહ્યું કે, તેના મિત્રો ભાવિક અને કિશન સાંજે વાડીએ આવી શ્વાન રમાડતા હતા. તેને કામ હોવાથી કાળીપાટ જવા નીકળી ગયો હતો. પાછળથી શ્વાન ગાયબ થઈ ગયું હતું. તત્કાળ ભાવિક અને કિશનને કોલ કરતાં બંનેના મોબાઇલ સ્વીચ ઓફ ળ્યા હતા. ઘરે જતાં ડેલી ખોલી ન હતી. ત્યાર પછી રાજકોટમાં પેટ શોપ ધરાવતા વેપારીઓને ગાયબ માદા શ્વાનનો વીડિયો મોકલી જો વેચાવા માટે આવે તો જાણ કરવા કહ્યું હતું. આ પછી કબૂતર વેંચતા દિનેશ મકવાણાએ તેની દુકાને ત્રણ જણા ગઈ તા. ૧૧થી ૧૬ દરમિયાન કબૂતર વેંચવા માટે આવતા હતા ત્યારે તેમની પાસે તેની ગાયબ માદા શ્વાન હોવાનું કહ્યું હતું. વીડિયો જોતા પોતાની જ માદા શ્વાન હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું આખરે કબૂતર ચેક કરતાં 80 કબૂતર ગાયબ હતા. ગઈ તા.25ના રોજ બપોરે કિશન તેની વાડીએ આવી માદા શ્વાનને મુકી જતો રહ્યો હતો. બંને આરોપીઓએ જ ચોરી કર્યાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ચોરી કરેલા કબૂતર પરત મેળવવા તજવીજ શરૂ કરી છે. પોલીસે માદા શ્વાનની કિંમત 20 હજાર જ્યારે એક કબૂતરની
કિંમત 400 આંકી છે.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ કોહવાય ગયાનો વિડીયો વાયરલ કરનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો
ગોંડલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહીને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી શાંતિ-વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરવા બદલ ગોંડલ પોલીસે આ કાર્યવાહી કરી હતી જો કે કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો થયો છે. ગોંડલ પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ મનુભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર દેખરેખ દરમિયાન ફેસબુક પર એક વીડિયો જોવા મળ્યો હતો. આશરે 2 મિનિટના આ વીડિયોમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામના રહેવાસી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ હાજર રહીને ઇન્ટરવ્યુ આપતા નજરે પડ્યા હતા આ વીડિયોના મથાળા પર “ગોંડલ સિવિલમાં ચોંકાવનારો આક્ષેપ, ફ્રીઝની ગેસ પાઈપ ચોરીથી મૃતદેહ કોહવાયો હોવાનો કોંગ્રેસ પ્રમુખનો દાવો” તેવું લખેલું હતું આ વીડિયોમાં હર્ષદસિંહ ઝાલાએ હોસ્પિટલ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું અવસાન થયું હતું તેમનો પરિવાર મુંબઈ રહેતો હોવાથી મૃતદેહને સાચવવા માટે ગોંડલ સિવિલ હોસ્પિટલના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. ફ્રીઝરની સ્વીચ ચાલુ કરીને હોસ્પિટલ તંત્ર જતું રહ્યું હતું, પરંતુ પાછળથી કુલિંગની કોપરની નળી કોઈ ચોર ચોરી ગયો હતો. બે દિવસ પછી જ્યારે પરિવાર આવ્યો અને ફ્રીઝર ખોલ્યું ત્યારે ખબર પડી કે મૃતદેહ એકદમ કોહવાઈ ગયો છે તેમાંથી લોહી પણ બહાર નીકળતું હોવાનું જણાવ્યું હતું. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હર્ષદસિંહ ઝાલાએ આ ગંભીર બાબતે સિવિલ હોસ્પિટલના કોઈ પણ અધિકારી કે કર્મચારીનો સંપર્ક કર્યો નહોતો અને હકીકતની કોઈ ખરાઈ પણ કરી નહોતી. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમ પાસે ઊભા રહી પુરાવા વગરની વાતોનો વીડિયો બનાવી ફેસબુક જેવા પ્લેટફોર્મ પર દુષ્પ્રચાર કર્યો હોય પ્રજામાં પેનિક (ભય) ફેલાય અને શાંતિ વ્યવસ્થા બગડી શકે છે જેથી ગુનો નોંધવામાં આવ્યો હતો ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ હર્ષદસિંહ ધનશ્યામસિંહ ઝાલા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી બાદમા તેમનો જામીન પર છુટકારો થયો હતો. બનાવને પગલે કોંગ્રેસનાં આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં.

- Advertisement -

You Might Also Like

રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા

લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
Next Article શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIME

લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?