અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે હૈદરાબાદમાં આયોજિત ‘ફ્રીડમ 250’ કાર્યક્રમ દરમિયાન મંગળવારે ટ્રમ્પના નામ પર રસ્તાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા હાજર રહ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2027ની શરૂઆતમાં ભારત આવી શકે છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, હૈદરાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ નિવેદન આપ્યું.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની પ્રગતિ, વિકાસ અને વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને કેવી રીતે જુએ છે, ત્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, ‘અમે વડાપ્રધાન મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ મોટા પ્રશંસક છીએ.’આ ટ્રમ્પની બીજી ભારત યાત્રા હશે. આ પહેલા ટ્રમ્પ વર્ષ 2020માં અમદાવાદમાં તેમની પ્રથમ ભારત યાત્રા પર આવ્યા હતા.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદમાં યુએસ કોન્સ્યુલેટ નજીકના રસ્તાને ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’ નામ આપવા બદલ ભારતનો આભાર માન્યો છે. શુક્રવારે, તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું: “ભારતના હૈદરાબાદમાં નવું ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ. હું આ રીતે સન્માનિત થનાર પ્રથમ યુએસ રાષ્ટ્રપતિ છું. આભાર!”
- Advertisement -
ટ્રમ્પ અને મોદીની છેલ્લા 10 વર્ષમાં નવ વખત મુલાકાત થઈ છે.
- 1. જૂન 2017: પ્રથમ મુલાકાત વોશિંગ્ટન (વ્હાઇટ હાઉસ)માં થઈ હતી.
- 2. જુલાઈ 2017: જર્મનીમાં G20 સમિટ દરમિયાન.
- 3. નવેમ્બર 2017: ફિલિપાઇન્સ (મનીલા)માં ASEAN સમિટ દરમિયાન.
- 4. જૂન 2019: જાપાન (ઓસાકા)માં G20 સમિટ દરમિયાન.
- 5. સપ્ટેમ્બર 2019: અમેરિકાના હ્યુસ્ટનમાં ઐતિહાસિક ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં.
- 6. ડિસેમ્બર 2019: લંડનમાં નાટો સમિટની આસપાસ.
- 7. ફેબ્રુઆરી 2020: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત, જેમાં અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
- 8. ફેબ્રુઆરી 2025: વોશિંગ્ટન ડી.સી. (વ્હાઇટ હાઉસ)માં ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પછી પ્રથમ દ્વિપક્ષીય બેઠક થઈ.
- 9. જૂન ૨2026: ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન બંને મળ્યા.





