By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    15 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    15 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    15 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    16 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor
Last updated: 2026/06/25 at 2:42 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

ટેસ્ટ ક્રિકેટના કુલ રન જેટલી જ તેની કિંમત રાખીને લોન્ચ કરવામાં આવેલા શૂઝની કિંમત રૂ.9230

ખાસ ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

ક્રિકેટના મેદાન પર રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલીએ હવે બિઝનેસની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વિરાટ કોહલી માત્ર એક શ્રેષ્ઠ ખેલાડી જ નથી, પરંતુ એક ખૂબ જ સફળ બિઝનેસમેન પણ છે. તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલા ‘One8’ બ્રાન્ડના શૂઝે હાલમાં માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. આ શૂઝ માર્કેટમાં માત્ર ચાલી નથી રહ્યા, પરંતુ જાણે કે ઉસેન બોલ્ટની ઝડપે દોડી રહ્યા છે. તાજેતરના આંકડાઓ જોતા લાગે છે કે આટલી મોટી સફળતાની કદાચ તેના નિર્માતાઓએ પણ કલ્પના નહીં કરી હોય.

મીડિયા અહેવાલો અનુસાર લોન્ચિંગના માત્ર 24 કલાકની અંદર One8ના અંદાજે 1,50,000 જોડી શૂઝ વેચાઈ ગયા છે. જો આપણે એક શૂઝની કિંમત 9230 રૂપિયા ગણીએ તો 24 કલાકમાં થયેલું કુલ વેચાણ આશરે 1,38,45,00,000 રૂપિયા એટલે કે લગભગ 140 કરોડ રૂપિયા થાય છે. વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટના કુલ રન જેટલી જ તેની કિંમત રાખીને લોન્ચ કરવામાં આવેલા આ શૂઝે બજારમાં જે રીતે તરખાટ મચાવ્યો છે તે અભૂતપૂર્વ છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ કેટલી ઊંચી છે.

વિરાટ કોહલી અને સ્પોર્ટ્સ બ્રાન્ડ ‘પૂમા’ (Puma) વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો અને ખૂબ જ સફળ રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે વિરાટે આ જર્મન કંપની સાથે હાથ મિલાવ્યા હતા ત્યારે તે ભારતમાં પૂમાનો સૌથી મોટો ચહેરો બન્યા હતા. અહેવાલો મુજબ આ ડીલ માટે તેમને લગભગ 110 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ માત્ર એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ડીલ ન હતી પરંતુ એક ઊંડી ભાગીદારી હતી. વિરાટે પોતાની ‘One8’ બ્રાન્ડ હેઠળ પૂમા સાથે મળીને શૂઝથી લઈને કપડાં સુધીની આખી શ્રેણી લોન્ચ કરી હતી. આ ભાગીદારી એટલી સફળ રહી કે પૂમાએ આ શ્રેણી દ્વારા 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

- Advertisement -

વિરાટ કોહલીની સફળતાનું રહસ્ય તેમના ક્રિકેટના મેદાન પરના શિસ્તબદ્ધ અભિગમમાં રહેલું છે. તેઓ પોતાની પ્રોડક્ટના લોન્ચિંગ માટે પણ એટલી જ તૈયારી કરે છે જેટલી એક મોટી મેચ માટે કરતા હોય છે. પોતાની ફિટનેસ, સ્ટાઇલ અને મેદાન પરના પ્રદર્શનને કારણે વિરાટ યુવાનો માટે એક આદર્શ છે, અને લોકો તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ પર આંધળો વિશ્વાસ મૂકે છે. One8ની આ સફર તો માત્ર શરૂઆત છે, અને આવનારા સમયમાં વિરાટ કોહલી બિઝનેસ જગતમાં નવા શિખરો સર કરે તો નવાઈ નહીં.

વિરાટ કોહલીએ પૂમાની 300 કરોડની ઓફરને નકારી રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલીના બિઝનેસ નિર્ણયો હંમેશા ચોક્કસ અને દૂરોગામી હોય છે. કહેવાય છે કે પૂમાએ તેમની સાથેની ભાગીદારીને લંબાવવા માટે 300 કરોડ રૂપિયાનું અધધ ઓફર આપ્યું હતું પરંતુ વિરાટે તેને ઠુકરાવી દીધું હતું. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પૂમા ઈન્ડિયાના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલી હતા. અભિષેક ગાંગુલીએ 2023માં ‘Agilitas’ નામથી એક નવું સ્પોર્ટ્સવેર અને લાઈફસ્ટાઈલ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપને મોટું ભંડોળ મળ્યું અને તેમણે ‘Mochiko Shoes’ જેવી દિગ્ગજ ફૂટવેર કંપનીઓને ખરીદીને બજારમાં મજબૂત પકડ જમાવી. વિરાટ કોહલી હવે આ બ્રાન્ડનો ચહેરો બન્યા છે. વિરાટની પોતાની ‘One8’ બ્રાન્ડ હવે ‘Agilitas’નો જ એક ભાગ બની ગઈ છે. પરિણામ સામે છે – માત્ર એક જ દિવસમાં 140 કરોડનું વેચાણ.

You Might Also Like

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
Next Article લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?