ફૂડ વિભાગના દરોડા, 25 પેઢીઓને નોટિસ સાથે ₹1.11 લાખનો દંડ: શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટસમાંથી પડતર 800 કિલો પ્રોડક્ટનો નાશ
- Advertisement -
ખાતા પહેલાં 100 વાર વિચારજો! રાજકોટની પ્રખ્યાત હોટલો અને લારીઓમાંથી RMCએ પકડ્યો ‘રોગચાળો’
- Advertisement -
શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય તેમજ વાસી ખોરાક વેચતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલઆંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સ, હોટલો અને નાસ્તાના ગૃહ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 87 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ભારે ગંદકી અને અખાદ્ય સામગ્રી મળી આવતા કુલ 1503 કિલોગ્રામ વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે નિયમોનું ઉલ્લંઘન કરનારી 25 પેઢીઓને નોટિસ આપી કુલ રૂ. 1,11,300 ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.
કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે આવેલ શ્રી રામ દાળપકવાન, પીઝા પીલ, ભગવતી નાસ્તા સેન્ટરને લાઇસન્સ બાબતે અને શ્રીનાથજી ફાસ્ટ ફૂડને હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ સિવાય કોટેચા ચોકથી હનુમાન મઢી, રૈયા રોડ અને મવડી વિસ્તારની અન્ય પ્રખ્યાત ડેરી ફાર્મ, સ્વીટ્સ અને રેસ્ટોરન્ટ્સ સહિતની પેઢીઓમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
- (માધાપર ચોકડી): માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટસમાંથી પડતર પડેલ 800 Kg સિરિયલ પ્રોડક્ટનો નાશ કરી રૂ. 10,000 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત, જય ખોડિયાર રેસ્ટોરન્ટ (25 Kg નાશ, રૂ. 10,000 દંડ), શ્રી બાલાજી રેસ્ટોરન્ટ (10 Kg નાશ, રૂ. 10,000 દંડ), સીતારામ ફૂડ ઝોન (5 Kg નાશ, રૂ. 5,000 દંડ) અને ક્રિશ ફાસ્ટ ફૂડ (10 Kg નાશ, રૂ. 2,000 દંડ) સામે નોટિસ અને દંડની કાર્યવાહી કરાઈ હતી.
- કોઠારીયા અને સ્વાતિ મેઇન રોડ: ફેમિલી ફેન્સી ઢોસા (15 Kg નાશ, રૂ. 2,000 દંડ), સૂર્યા ઢોસા (10 Kg નાશ, રૂ. 2,000 દંડ), સીતારામ રેસ્ટોરન્ટ/રામદેવ રાજસ્થાની દાલબાટી (10 Kg નાશ, રૂ. 2,000 દંડ) અને નાઇસ ફાસ્ટ ફૂડ (10 Kg નાશ) સામે પગલાં લેવાયા હતા. તેમજ સિવિલ હોસ્પિટલ કેન્ટીન (એસ.પી.એન્ટરપ્રાઇઝ) માંથી પણ 10 Kg અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.
- પુનિત નગર: ખોડલધામ ફાસ્ટફૂડ (9 Kg નાશ, રૂ. 1,000 દંડ), વી.એસ. ઢોસા (17 Kg નાશ, રૂ. 1,000 દંડ) તેમજ જલિયાણ પાઉંભાજી અને દ્વારકાધીશ ચાઈનીઝમાંથી વાસી પાઉંભાજી અને મંચુરિયનનો જથ્થો નાશ કરી દંડ વસૂલાયો હતો.
- મવડી ચોકડી (BRTS બસ સ્ટોપ પાસે): શુભમ ફેમિલી રેસ્ટોરન્ટમાંથી 15 Kg વાસી ચટણી-શાકભાજી અને U.K. ડાઈનિંગ હૉલ & કેટરર્સમાંથી 30 Kg સડેલી ડુંગળી, કેળાં અને શાકભાજીનો નાશ કરી બંનેને રૂ. 2,000 નો દંડ કરાયો હતો. સ્વામીનારાયણ પેટ પૂજા અને શિવ રેસ્ટોરન્ટને નોટિસ સાથે દંડ ફટકારાયો હતો.
- બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર: ઠાકોરજી રેસ્ટોરન્ટ (15 Kg અખાદ્ય લોટ, શાકભાજી, મસાલા નાશ, રૂ. 2,000 દંડ), શ્રી ચાઇનીઝ & પંજાબી (11 Kg સોસ, ગ્રેવી નાશ, રૂ. 1,000 દંડ), સુનિલ રેસ્ટોરન્ટ (4 Kg નાશ, રૂ. 2,000 દંડ) તેમજ શ્યામ છોલે-ભટુરે અને માં શક્તિ ગાંઠિયામાંથી અખાદ્ય તેલ અને સાંભારાનો નાશ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારની અન્ય 10 જેટલી નાની-મોટી ખાણીપીણીની પેઢીઓમાંથી સ્થળ તપાસ કરી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
- પેડક રોડ અને સંતકબીર રોડ: શ્રી રવેચી હોટલ (6 Kg નાશ, રૂ. 2,000 દંડ), મહાવીર પાઉંભાજી (16 Kg વાસી પાઉં, પુલાઉ નાશ, રૂ. 5,000 દંડ), શ્રી રેસ્ટોરન્ટ (15 Kg ગ્રેવી, ચણાનો લોટ નાશ, રૂ. 2,000 દંડ) અને વિંટેજ ઢોસા (5 Kg શાકભાજી, નૂડલ્સ નાશ, રૂ. 2,000 દંડ) સામે લાયસન્સ અને હાઈજીન બાબતે કડક પગલાં ભરાયા હતા.




