યુએસ-ઇરાન વાતચીતમાં ઇરાને વેન્સને ઇગ્નોર કર્યા : હાથ ન મિલાવ્યો, ફોટો ન પડાવ્યો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે લોકો એવું સમજે છે કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર કામ કરે છે, પરંતુ આ સાચું નથી. યરૂશાલેમમાં આયોજિત એક સમિટમાં બોલતા નેતન્યાહૂએ કહ્યું, “અમેરિકામાં લોકો કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જ કરે છે જે હું તેમને કહું છું. જ્યારે ઇઝરાયલમાં કેટલાક લોકો વિચારે છે કે હું તે જ કરું છું જે ટ્રમ્પ ઇચ્છે છે. પરંતુ બંને વાતો ખોટી છે.”
- Advertisement -
ઇઝરાયલી પીએમએ કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકા નજીકના સહયોગી ચોક્કસ છે, પરંતુ બંને દેશોના પોતાના હિતો છે અને દરેક મુદ્દે તેમનો મત એક સરખો હોતો નથી. નેતન્યાહૂએ પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ, ઇરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેમની સરકાર આ અંગે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી જરૂરિયાત અનુભવાશે ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબનોનમાં રહેશે.
આ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત બીજા દિવસે શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તીખા નિવેદનોને કારણે તણાવપૂર્ણ રહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન લેબનોનમાં તેના સમર્થક હિઝબુલ્લાહને તરત રોકે. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો અમેરિકા ગયા અઠવાડિયા કરતાં પણ વધુ કડક કાર્યવાહી કરશે.
નોંધનીય છે કે, લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ૨ માર્ચથી અત્યાર સુધીમાં ૪૧૬૦ લોકોના મોત થયા છે અને ૧૨૧૫૨ લોકો ઘાયલ થયા છે. જ્યારે ઇઝરાયલી સેના પ્રમુખ ઇયાલ ઝમીરે કહ્યું કે હિઝબુલ્લાહ સાથેની લડાઇ ફરી શરૂ થઇ શકે છે.




