નવનિયુક્ત પદાધિકારીઓની કાલે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: 24 દરખાસ્ત પર નિર્ણય લેવાશે
નવા વોકિંગ ટ્રેક સાથે બગીચાનું રી-ડેવલપમેન્ટ કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: બગીચાની હરિયાળીમાં વધારો કરી આકર્ષક રોપાઓ અને લોન લગાવવામાં આવશે
- Advertisement -
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 4 વોર્ડમાં બનશે નવા પબ્લિક ટોઇલેટ, સોખડામાં આધુનિક એનિમલ હોસ્ટેલ બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની રચના બાદ કાલે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. આ પ્રથમ બેઠકમાં જ મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ કરવામાં આવેલા જુદા-જુદા વિકાસલક્ષી કાર્યો અને વહીવટી વિભાગની કુલ 24 દરખાસ્તોનો ખડકલો કરવામાં આવ્યો છે, જેના પર ચર્ચા-વિચારણા કરીને આખરી મહોર મારવામાં આવશે.રાજકોટ શહેરના પૂર્વ ઝોન વિસ્તારના નાગરિકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. શહેરના વોર્ડ નં. 14માં આવેલું અને વર્ષોથી સ્થાનિકોનું મનપસંદ એવું પ્રખ્યાત સોરઠીયાવાડી ગાર્ડન હવે ટૂંક સમયમાં જ નવા રંગરૂપમાં જોવા મળશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આગામી બેઠકમાં આ લોકપ્રિય ગાર્ડનનું સંપૂર્ણ નવિનીકરણ (રીડેવલપમેન્ટ) કરવા અંગેની મહત્વની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વોર્ડ નં. 14માં આવેલા પ્રખ્યાત અને લોકપ્રિય સોરઠીયાવાડી ગાર્ડનનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ટ્રાફિક અને લોકસુવિધાને ધ્યાને રાખીને વોર્ડ નં. 02માં કસ્તુરબા રોડ પર પ્રભુકૃપા હોસ્પિટલ નજીક આવેલો હૈયાત જૂનો મેશનરી આર્ચ બ્રિજ દૂર કરી તેની જગ્યાએ નવું આર.સી.સી. (છઈઈ) બોક્સ કલવર્ટ બનાવવાની મંજૂરી લેવામાં આવશે.
પર્યાવરણની દ્રષ્ટિએ રાજકોટ શહેરને વધુ હરિયાળું બનાવવા માટે આ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાઈ શકે છે. મનપા દ્વારા રાજકોટ શહેર માટે અતિ મહત્વની ’અર્બન ગ્રીનીંગ પોલીસી’ તૈયાર કરવા અંગે કમિશનરના પત્ર પર નિર્ણય લેવાશે. સાથોસાથ શહેરના જુદા જુદા ટી.પી. પ્લોટ્સ અને સોખડા ડમ્પિંગ સાઈટ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ કરવાની દરખાસ્ત પણ એજન્ડા પર લેવામાં આવી છે. વોર્ડ વાઈઝ વિકાસ કાર્યોની વાત કરીએ તો, વોર્ડ નં. 14માં આવેલા પ્રખ્યાત અને લોકપ્રિય સોરઠીયાવાડી ગાર્ડનનું સંપૂર્ણ નવિનીકરણ (ફેસલિફ્ટ) કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં. 04માં રોહિતદાસપરા, ચામડિયાપરા, ગણેશનગર અને જયપ્રકાશનગર સહિતના વિસ્તારોમાં નવા સી.સી. રોડ બનાવવા તેમજ વોર્ડ નં. 04ના જ અન્ય બાકી વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવાના કામોને મંજૂરી આપવામાં આવશે.
શહેરમાં આરોગ્ય, સ્વચ્છતા અને પશુ કલ્યાણ અંતર્ગત પણ મોટા નિર્ણયો લેવાશે. સ્વચ્છ ભારત મિશન (જઇખ 2.0) અંતર્ગત શહેરના વોર્ડ નં. 06, 04, 05 અને 15માં જુદી જુદી જગ્યાઓ પર જરૂરિયાત મુજબના નવા પબ્લિક ટોઇલેટ બનાવવાનું આયોજન હાથ ધરાશે. આ સાથે જ રખડતા પશુઓની સમસ્યાના નિવારણ ભાગરૂપે વોર્ડ નં. 04માં સોખડા સર્વે નં. 109 ખાતે નવી આધુનિક ‘એનિમલ હોસ્ટેલ’ બનાવવાની દરખાસ્ત પર પણ નિર્ણય લેવાશે. રમતગમત ક્ષેત્રે અને મનોરંજન માટે, કાલાવડ રોડ તેમજ પેડક રોડ પર આવેલા મનપા હસ્તકના સ્નાનાગાર (સ્વિમિંગ પૂલ) પરિસર પાસેના જીમ્નેશિયમનું સંચાલન સુપ્રત કરવા અને વિવિધ જીમ માટે નવા જરૂરી ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવા અંગે ચર્ચા થશે. રેસકોર્ષ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની એલ.ઈ.ડી. ફ્લડ લાઈટોના દ્વિ-વાર્ષિક મેઇન્ટેનન્સ અને રેસકોર્ષ રીંગ રોડ પર ડેકોરેટિવ લાઈટિંગ કરવાની કામગીરી પણ મંજૂર કરાશે. વહીવટી નિર્ણયોમાં, ભાવનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. ધૃતિ અશોકકુમાર પનારાને રાજકોટ મનપા ખાતે પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) પર ફરજ પર લેવા અંગેની બહાલી આપવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ સિવાય ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની સાપ્તાહિક કામગીરીના રીપોર્ટ, આમ્રપાલી અને રેલનગર અન્ડરબ્રીજના પમ્પિંગ સ્ટેશનોના ઓપરેશન-મેઇન્ટેનન્સ અને જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં મેટલિંગ કરવા સહિતના અન્ય લોકઉપયોગી કામો પર પણ વિસ્તૃત ચર્ચા કરીને નવી બોડી આખરી મહોર મારશે.
- Advertisement -
રાજકોટ બનશે વધુ હરિયાળું: ‘અર્બન ગ્રીનિંગ પોલીસી’ અને સોખડા ડમ્પિંગ સાઈટ સહિત વિવિધ ટી.પી. પ્લોટ્સમાં મોટા પાયે વૃક્ષારોપણનો પ્લાન
પારડી રોડ પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન બનશે
આગામી બેઠકના એજન્ડામાં શહેરના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને વોર્ડ નં. 14માં પારડી રોડ પર શેઠ હાઇસ્કુલની સામે અદ્યતન નવો કોમ્યુનિટી હોલ તેમજ નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની મહત્વની દરખાસ્ત સામેલ છે.જ્યારે વોર્ડ નં. 04માં રોહિતદાસપરા, ચામડિયાપરા, ગણેશનગર અને જયપ્રકાશનગર સહિતના વિસ્તારોમાં નવા સી.સી. રોડ બનાવવા તેમજ વોર્ડ નં. 4ના જ અન્ય બાકી વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવાના કામોને મંજૂરી આપવામાં આવશે.



