અમદાવાદ, દિલ્હી, મુંબઈ અને આસામની 4 યુવતીઓને મુક્ત કરાવાઇ; મેનેજર નરેશ રાણા અને સંચાલક રવિ ખેરૈયાની ધરપકડ
સ્પામાંથી બીયરના 6 ટીન પણ મળ્યા: મેનેજર સામે પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં ધમધમતા ગેરકાયદે દેહ વ્યાપારના નેટવર્કનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી આધારે ડમી ગ્રાહક મોકલીને સ્પામાં દરોડો પાડી તપાસ કરતા સ્પાના નામે અમદાવાદ, દિલ્હી, આસામ, મુંબઈની ચાર યુવતીઓ બોલાવીને દેહ વ્યાપારનો ધંધો કરાવતા બે મુખ્ય સંચાલકો મળી આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી સ્પા પાર્લરમાંથી બીયરના છ ટીન પણ મળી આવતા અલગથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ બસ પોર્ટના ત્રીજા માળે ’ગોલ્ડ સ્પા’ માં છોકરીઓ રાખીને બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની માહીતી આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વાઢીયા સહીતની ટીમે દરોડો પાડી મેનેજર મૂળ નેપાળના હાલ રાજકોટમાં રહેતા નરેશ ધર્મેન્દ્રભાઈ રાણા અને સંચાલક રવી ભુપતભાઈ ખેરૈયાની અટકાયત કરી છે.
પોલીસે દરોડો પાડી સ્પામાંથી મુંબઈ, દિલ્હી, આસામ અને અમદાવાદની ચાર મહિલાઓ મળી આવતા ચારેય યુવતીઓને મુકત કરાવી સંચાલક અને મેનેજર સામે ગુનો નોધી બંનેની ધરપકડ કરી હતી ગ્રાહકો પાસેથી સ્પા એન્ટ્રી ફીના 1 હજાર અને શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ 5 હજાર વસૂલતા હતા આ રકમમાંથી એક હજાર યુવતીઓને અપાતા અને બાકીના 3 હજાર સંચાલકો પોતાની પાસે રાખતા હતા. રેઈડ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી અને ડ્રોવરમાંથી પોલીસે રોકડા રૂપિયા તેમજ આરોપીઓ પાસેથી મોંઘા ફોન જપ્ત કર્યા છે. પોલીસને બીયરના 6 ટીન મળી આવતા પોલીસે મેનેજર નરેશ રાણા સામે વધુ એક ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.



