15 વર્ષની ઉંમર, 16 ઇનિંગ્સ, 776 રન, 72 છગ્ગા, 237ના સ્ટ્રાઈક રેટ, 1 સદી, 5 હાફ સેન્ચ્યુરી અને 5 એવોર્ડ સાથે વૈભવ સૂર્યવંશીએ ઈંઙકના ઇતિહાસમાં રચ્યો નવો અધ્યાય
યુનિવર્સલ બેબી બોસ વૈભવનો આ ઈંઙકમાં રેકોર્ડ
મેચ : 16
રન : 776
એવરેજ : 48.50
સ્ટ્રાઇક રેટ : 237.30
સદી : 1
અડધી સદી : 5
છગ્ગા : 72
- Advertisement -
ઑરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન, સુપર સિક્સર ઓફ ધ સિઝન, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
IPL-2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (છઈઇ)એ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી સતત બીજી વખત ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો છે. જો કે આખી સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ રહ્યું 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું. રાજસ્થાન રોયલ્સ ફાઇનલ સુધી પહોંચી શક્યું નહોતું છતાં વૈભવે પોતાની વિસ્ફોટક બેટિંગથી સમગ્ર ઈંઙક-2026 પર રાજ કર્યું. તેણે સિઝનમાં 776 રન ફટકારી ઓરેન્જ કેપ જીતી હતી અને સૌથી યુવા ઓરેન્જ કેપ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર ઓરેન્જ કેપ જ નહીં પરંતુ ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન (ખટઙ)’, ‘ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન’, ‘સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન’ અને ‘સુપર સિક્સર ઓફ ધ સિઝન’ સહિત કુલ પાંચ મોટા એવોર્ડ જીતી ઈંઙકના એવોર્ડ સમારોહમાં પોતાનો દબદબો જમાવ્યો હતો. આક્રમક બેટિંગ માટે જાણીતા વૈભવે 16 ઇનિંગ્સમાં 776 રન નોંધાવ્યા હતા અને આશ્ચર્યજનક 237થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી હતી. તેણે સિઝનમાં 72 છગ્ગા ફટકારી ‘સુપર સિક્સર ઓફ ધ સિઝન’નો એવોર્ડ પણ જીત્યો હતો. આનાથી તેને 40 લાખ રૂપિયા અને એક કાર મળી.



