નવા નેતૃત્વનો પ્રારંભ : રાજ્યની તમામ મહાપાલિકાઓમાં નવા શાસકોની સત્તાવાર જાહેરાત
મંગળવારે 8 મનપાના મેયરની જાહેરાત થઇ હતી આજે વધુ 7 મનપામાં શાસકો જાહેર થયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવદ
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં કોકડું ગૂંચવાયું હતું, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પદાધિકારીઓના નામ સવારે 10 વાગ્યે જાહેર થવાના હતા. જોકે, આંતરિક વિખવાદ અને ખેંચતાણને કારણે બપોરે 1 વાગ્યા બાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા હતા.
ગુજરાતની મનપાઓમાં થયેલી આ નવી નિમણૂકો બાદ હવે આગામી સમયમાં શહેરોના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, પાણી પુરવઠા અને શહેરી સુવિધાઓ જેવા મુદ્દાઓ પર નવી ટીમોની કામગીરી પર સૌની નજર રહેશે. સાથે સાથે મહિલાઓને મળેલા મહત્વપૂર્ણ હોદ્દાઓને કારણે સ્થાનિક શાસનમાં મહિલા નેતૃત્વનું પ્રમાણ વધુ મજબૂત બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતના તમામ મહાનગરોના નવા શાસકો જાહેર
- Advertisement -
મનપા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન
સુરત માયાબેન માવાણી સુધાકરભાઇ ચૌધરી રાજનભાઇ પટેલ
રાજકોટ નેહલભાઇ શુકલ દક્ષાબેન વસાણી પરેશભાઇ પીપળિયા
વડોદરા ગીતાબેન મકવાણા આદિત્યભાઇ પટેલ વર્ષાબેન વ્યાસ
ભાવનગર ઉષાબેન તલરેજા અશોકભાઇ બારૈયા કિશનભાઇ મહેતા
સુરેન્દ્રનગર રાકેશભાઇ રાઠોડ સ્મિતાબેન રાવલ નીખીલભાઇ ચાંપાનેરી
આણંદ દિપીકાબેન પટેલ કમલેશભાઇ ડાભી મયુરભાઇ સુથાર
અમદાવાદ હિતષભાઇ બારોટ અંજુબેન શાહ કમલેશભાઇ પટેલ
મહેસાણા સોનલબેન ઓઝા રમેશભાઇ રાજપૂત દિપકભાઇ પટેલ
નડિયાદ મનીષભાઇ પટેલ કલપેશભાઇ રાવળ પરાગભાઇ બ્રહ્મભટ્ટ
જામનગર મોનીકાબેન વ્યાસ રાકેશભાઇ ડેર ધીરીનેભાઇ મોનાણી
પોરબંદર સાગરભાઇ મોદી મનીષભાઇ શિયાળ વિક્રમભાઇ ઓડેદરા
નવસારી અશોકભાઇ ધોરાજીયા કેયુરીબેન દેસાઇ મુકેશભાઇ અગ્રવાલ
મોરબી ઉત્તમભાઇ સુરાણી ચિરાગભાઇ રાણપરા જયંતિભાઇ પડસુંબીયા
ગાંધીધામ દિવ્યાબેન નાથાણી નવીનભાઇ ઝરૂ તેજસભાઇ શેઠ
7 મનપામાં મેયર મહિલા, 4 મનપામાં મહિલા ડેપ્યુટી મેયર
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની સત્તાવાર જાહેરાત થતાં સ્થાનિક રાજકારણમાં નવા નેતૃત્વનો પ્રારંભ થયો છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં થયેલી નિમણૂકોમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કુલ 15માંથી 7 મહાનગરપાલિકાઓમાં મહિલા મેયર બન્યાં છે, જ્યારે 4 મહાનગરપાલિકાઓમાં મહિલા ડેપ્યુટી મેયર તરીકે પસંદગી પામી છે. ઉપરાંત રાજ્યમાં એકમાત્ર વડોદરા મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ મહિલાને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત, વડોદરા, ભાવનગર, આણંદ, મહેસાણા, જામનગર અને ગાધીધામમાં મેયર તરીકે મહિલાએ પદ સંભાળ્યુ છે જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને નવસારીમાં ડેપ્યુટી મેયર તરીકે મહિલાએ જવાબદારી સંભાળી છે. આ નવી નિમણૂકોને રાજ્યના શહેરી શાસનમાં મહિલા સશક્તિકરણ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.



