By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
    26 minutes ago
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    33 minutes ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    34 minutes ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    45 minutes ago
    વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
    54 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    47 minutes ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
આંતરરાષ્ટ્રીય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 1:42 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ ફરી એકવાર સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ઇઝરાયલી સેનાએ (IDF) દક્ષિણ લેબેનોનના એક વિશાળ વિસ્તારને કોમ્બેટ ઝોન જાહેર કરીને ત્યાં વસતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. સેનાએ નાગરિકોને સરહદથી આશરે 40 કિલોમીટર દૂર આવેલી ઝહરાની નદીની ઉત્તરે જતા રહેવા જણાવ્યું છે. 17 એપ્રિલે યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઇવેક્યુએશન ઓર્ડર છે, જે લેબેનોનના અંદાજે 14% વિસ્તારને આવરી લે છે.

અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલા કરવાની ઇઝરાયલની ચીમકી

- Advertisement -

ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પર વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેઓ હવે આ વિસ્તારમાં અત્યંત આક્રમક બળ સાથે લશ્કરી કાર્યવાહી કરશે. આ ચેતવણી બાદ ઇઝરાયલે દક્ષિણના મોટા શહેર તાયર (Tyre) પર જોરદાર એરસ્ટ્રાઇક કરી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ છે. અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલી સેનાએ 9 વખત વિસ્તાર ખાલી કરવાની ચેતવણીઓ જાહેર કરી છે.

300 થી વધુ ગામડાઓ પ્રભાવિત, વિસ્થાપિતો માટે રહેવા જગ્યા નથી

ઝહરાની નદીની દક્ષિણના વિસ્તારોને ખાલી કરવાના આ આદેશથી લગભગ 300 નગરો અને ગામડાઓ પ્રભાવિત થયા છે. ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) ના લેબેનોન ખાતેના વડા એગ્નેસ ધુરના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબેનોનની સ્થિતિ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગઈ છે. કિનારાના શહેર સિદોન (Sidon) માં હવે વિસ્થાપિત પરિવારોને આશરો આપવા માટે જગ્યા બચી નથી, તેથી લોકોને વધુ પૂર્વમાં આવેલી બેકા વેલી અને માઉન્ટ લેબેનોન તરફ જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

- Advertisement -

બીજી તરફ, હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે સરહદથી 30 કિમી દૂર આવેલી ઝાવતાર અલ-શર્કિયા નામના નગરમાં તેમના લડવૈયાઓ ઇઝરાયલી સૈનિકો સાથે સામસામે છે.

પીએમ નેતન્યાહુએ ગ્રાઉન્ડ ઓપરેશન વધારવાની કરી જાહેરાત

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે, ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં પહેલેથી કબજે કરેલી જમીનની સરહદથી પણ આગળ વધીને પોતાનું ઓપરેશન વધારે ગાઢ કરી રહી છે. નેતન્યાહુએ કહ્યું કે, અમે ઇઝરાયલના ઉત્તરીય સમુદાયોના રક્ષણ માટે સુરક્ષા ક્ષેત્રને વધુ મજબૂત અને વ્યાપક બનાવી રહ્યા છીએ. આ ગંભીર સૈન્ય ગતિવિધિઓને કારણે અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો જોખમમાં મુકાઈ ગઈ છે.

યુદ્ધના ભયાનક આંકડા

2 માર્ચથી શરૂ થયેલા આ સંઘર્ષમાં લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં આશરે 3213 લોકોના મોત નીપજ્યા છે. આ જ સમયગાળા દરમિયાન ઇઝરાયલના 23 સૈનિકો અને 4 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

You Might Also Like

અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત

કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

TAGGED: IDF Evacuation Order Southern Lebanon:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપનો મોટો ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક
Next Article ‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?