અગમ્ય કારણોસર લાગેલી આગ વિકરાળ બનતા નાળિયેરીના બગીચા સુધી પહોંચી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ફાયર બ્રિગેડ, પોલીસ અને વન વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉના-ગીર ગઢડા રોડ પર વડવિયાળા અને ખાપટ ગામ ની વચ્ચે આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સાંજે અચાનક અગણ્યા કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા જાણે આખું જંગલ ભસ્મીભૂત થઈ જશે તેવા ભયાવહ દ્રશ્ર્યો સર્જાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ગત સાંજના સુમારે વડવિયાળા-ખાપટ વચ્ચેના જંગલ વિસ્તારમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ આગે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. ભારે પવનના કારણે આગ ઝડપથી ફેલાતા સુફા ઘાસ અને ઝાડી-ઝાંખરા લપેટમાં આવી ગયા જવાળાઓ એટલી ઉંચી હતી કે દૂર-દૂરથી નજરે પડતી હતી. આગની લપેટો જંગલને અડીને આવેલા ખેતરો સુધી પહોંથી ગઈ હતી.જેના કારણે બાજુમાં આવેલા નાળિયેરી ના બગીચામાં પણ આગ ફેલાઈ હતી. પોતાના વર્ષોની મહેનત બળીને ખાખ થતી જોઈ ખેડૂતોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અનેક ખેડૂતો પોતાના બગીથા બચાવવા દોડી આવ્યા હતા.
આગની ઘટનાની જાણ થતાં જ ઉના નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ, સ્થાનિક પોલીસ અનેવનવિભાગ ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ પાણીના અને આધુનિક સાધનો વડે આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરી હતી. જોકે, તેજ પવન અને વિકટ ભૂપૃષ્ઠના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્ર્કેલી પડી રહી હતી. વન વિભાગના કર્મચારીઓએ ફાયર બ્રિગેડ સાથે ખભે ખભો મિલાવીને ફાયર લાઈન કાપીને આગને આગળ વધતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક ગ્રામ જનો પણ ઝાડની ડાળખીઓ અને પાણી વડે આગ કાબૂમાં લેવા માટે તંત્રને મદદરૂૂપ બન્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ, વન વિભાગ અને સ્થાનિકોની લોકો એ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.



