By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    2 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    39 minutes ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    24 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    24 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
રાજકોટ

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor
Last updated: 2026/05/22 at 4:10 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટના 38 વર્ષીય યુવાને વિશ્ર્વમાં વગાડ્યો ડંકો

દક્ષિણ આફ્રિકાના યુવાનનો 543 હેર કટનો રેકોર્ડ તોડી રવિ રાઠોડે ઇતિહાસ રચ્યો 

- Advertisement -

નાની કેબિનથી ધંધો શરૂ કરનાર રવિ રાઠોડ અત્યારે ‘છઉ સલૂન એન્ડ એકેડેમી’ નામે મોટું ફેમિલી સલૂન ચલાવે છે

રાજકોટમાં તા.20 મીએ સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું અભિયાન 21મીએ સવારે 6 વાગ્યે પૂર્ણ થયું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ કહેવતને રાજકોટના 38 વર્ષીય યુવાન રવિભાઈ મણિલાલ રાઠોડે અક્ષરશ: સાર્થક કરી બતાવી છે. છેલ્લા 21 વર્ષથી હેર આર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રવિભાઈએ સતત 24 કલાક સુધી નોન-સ્ટોપ 651 લોકોના હેર કટ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી સમગ્ર દેશ અને વિશ્ર્વમાં રાજકોટ સહિત ગુજરાતનું નામ ગૌરવવંતું કર્યું છે. આ અગાઉ વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાના આન્દ્રે ગ્રોઇનવલ્ડ નામના યુવાને 24 કલાકમાં 543 લોકોના હેર કટ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે પડકારને ઝીલીને રવિભાઈએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજકોટના કાલાવડ રોડ સ્થિત હોટલ ખઝટ ખાતે ગત તા. 20 મેના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું આ મહાઅભિયાન બીજા દિવસે એટલે કે તા. 21 મેના રોજ સવારે
6 વાગ્યે પૂર્ણ થયું હતું, જેમાં તેમણે સરેરાશ માત્ર 1થી 2 મિનિટના સમયગાળામાં એક હેર કટ કરીને આ અશક્ય લાગતો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
આ વર્લ્ડ રેકોર્ડ માટે ગિનીસ બુકની ટીમના કડક નિયમોનું પાલન કરીને સમગ્ર ઇવેન્ટનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કરાયું હતું, જેમાં હેર કટ કરાવનાર પ્રત્યેક વ્યક્તિનું ફોર્મ ભરીને કટિંગ પહેલાં અને કટિંગ પછીની વાળની લંબાઈ માપીને ‘બીફોર-આફ્ટર’ ના ફોટોગ્રાફ્સ સાથેના તમામ પુરાવા ગિનીસ બુકની ટીમને સોંપવામાં આવ્યા છે અને આ સફળતામાં તેમને પોતાની ‘છઉ સલૂન’ના 10 સભ્યોના સ્ટાફ અને મિત્ર વર્તુળનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો. ધોરણ 12 પાસ કર્યા બાદ આર્થિક સંકડામણ વચ્ચે સાયકલ લઈને 7 કિલોમીટર દૂર એક નાની કેબિનથી સફર શરૂ કરનાર રવિભાઈ આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે ‘છઉ સલૂન એન્ડ એકેડેમી’ નામે મોટું ફેમિલી સલૂન ચલાવે છે. વાળંદ સમાજનું ગૌરવ વધારતા રવિભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ આ કામને નાનું ગણાતું પણ હવે દરેક સમાજના યુવાનો પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ બનવા આંતરરાષ્ટ્રીય સ્તરના કોર્સ કરે છે, જેથી તેમનું આગામી સપનું રાજકોટમાં જ એક આધુનિક એકેડેમી શરૂ કરવાનું છે જેથી સૌરાષ્ટ્રના યુવાનોને આ કળા શીખવા મુંબઈ-દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે. આ અનોખી વૈશ્વિક સિદ્ધિ બદલ રવિભાઈ રાઠોડ પર હાલ પરિવાર અને સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.
રવિભાઈએ કહ્યું કે, અગાઉના સમયમાં સોરક્રિયાએ નાનું કામ માનવામાં આવતું હતું પરંતુ આજે માત્ર વાળંદ સમાજ જ નહિ પરંતુ દરેક સમાજના યુવાનો હેર આર્ટિસ્ટ બનવા માંગતા હોય છે અને આ માટે મેગા તેમજ મેટ્રો સિટીમાં ક્લાસીસ પણ કરતા હોય છે. હું એક વાળંદ સમાજમાંથી આવતો હોવાથી મને મારી જ્ઞાતિનું ગૌરવ છે અને મારા કામ પ્રયતે ધગસ પણ છે. પહેલાના સમયમાં એટલું વળતર ન મળતું પરંતુ હવે કોઈ જ્ઞાતિ બાદ નથી દરેક સમાજના લોકો હેર આર્ટિસ્ટ બની રહ્યા છે સ્પેશિયલ કોર્સ કરી રહ્યા છે. અમદાવાદ મુંબઈ દિલ્લી અને વિદેશોમાં પણ હેર કટિંગ માટેના કોર્સ ચાલુ કરવામાં આવ્યા છે અને હવે આગામી ટૂંક સમયમાં રાજકોટમાં સારું એકેડેમીક શરૂ કરવા મારી ઈચ્છા છે જેથી સૌરાષ્ટ્રભરના યુવાનોને દિલ્લી મુંબઈ સુધી આ કલા શીખવા ધક્કો ન ખાવો પડે.

સાયકલથી સલૂન સામ્રાજ્ય સુધીની પ્રેરણાદાયી સફર

ધોરણ 12 પાસ કર્યા બાદ આર્થિક સંકડામણ વચ્ચે રવિભાઈએ પોતાની સફર એક નાની કેબિનથી શરૂ કરી હતી. ઘરથી 7 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને તેઓ દરરોજ કેબિન પર જતા હતા. રવિભાઈએ જણાવ્યું હતું કે, “કોઈ કામ નાનું નથી હોતું, બસ મહેનત અને ધગશ હોવી જોઈએ.” અથાગ પરિશ્રમથી કેબિનમાંથી ભાડાની દુકાન, ત્યારબાદ પોતાની દુકાન ખરીદી અને આજે તેઓ રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે ‘છઉ સલૂન એન્ડ એકેડેમી’ નામે મોટું ફેમિલી સલૂન ચલાવે છે.

You Might Also Like

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ
Next Article રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?