PM મોદીએ પૂર્વ CMને બોલાવ્યા, હાથ પકડીને નજીક લાવ્યા, નીતિશે વડાપ્રધાનના ખભા પર હાથ મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સમ્રાટ ચૌધરીના ઈખ બન્યાના 22 દિવસ પછી આજે ગુરુવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. મેગા ઇવેન્ટમાં નીતિશના પુત્ર નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓ સમ્રાટ કેબિનેટમાં સામેલ થયા.
નવી કેબિનેટમાં ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13, કઉંઙ(છ)માંથી 2, ઇંઅખ અને છકખમાંથી એક-એક મંત્રી છે. એક સાથે 5-5 ધારાસભ્યોએ શપથ લીધાં છે. પ્રથમ વારમાં નિશાંત કુમાર, શ્રવણ કુમાર, વિજય સિંહા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા. નિશાંત કુમાર પ્રથમ વખત મંત્રી બન્યા છે.
સમારોહમાં ઙખ મોદી પણ સામેલ થયા છે. તેમનો પટના એરપોર્ટથી ગાંધી મેદાન સુધી રોડ શો થયો. મંચ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા.
કાર્યક્રમ પછી વડાપ્રધાને નીતિશ કુમારને પોતાની પાસે બોલાવ્યા. મંચ પર તેમની સાથે હાથ મિલાવ્યા. કાર્યક્રમની શરૂઆતમાં સીધું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું, જ્યારે પ્રોટોકોલ મુજબ પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ વગાડવાનું હતું.
મંત્રીમંડળ વિસ્તરણ હાઈલાઈટ્સ
JDU માંથી 3 નવા ચહેરા- નિશાંત કુમાર, બુલો મંડલ અને શ્વેતા ગુપ્તા.
- Advertisement -
ભાજપમાંથી 5 નવા ચહેરા- મિથિલેશ તિવારી, રામચંદ્ર પાસવાન, અરુણ શંકર પ્રસાદ, નંદ કિશોર રામ અને એન્જિનિયર શૈલેન્દ્ર.
સમ્રાટ સરકારનું જાતિગત સમીકરણ- ઊઇઈ- 10, ઘઇઈ-6, દલિત-7, સવર્ણ-9 અને મુસ્લિમ-1.
સમ્રાટ કેબિનેટમાં 5 મહિલા મંત્રી, જેમાંથી સૌથી વધુ ઉંઉઞ માંથી 3 મંત્રી છે.
ગાંધી મેદાનમાં 3 સ્ટેજ બનાવવામાં આવ્યા.
ભાજપ કાર્યાલયની બહાર હરે રામ-હરે કૃષ્ણનું ભજન-કીર્તન.
પટનામાં પોસ્ટર લાગ્યા- ભગવામય, અંગ, બંગ અને કલિંગ.
PM મોદીના સ્વાગત માટે બનેલા મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમ.



