શહેરમાં યોજાયેલી ક્રિકેટ મેચ દરમિયાન JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયા દ્વારા દર્શકો અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. મેચ દરમિયાન જ્યારે ખેલાડીઓ દ્વારા છગ્ગા મારવામાં આવ્યા ત્યારે તે બોલને ઓડિયન્સમાં બેઠેલા દર્શકો કેચ કરે તો તેમને ચશ્મા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલને કારણે મેચનો રોમાંચ વધ્યો હતો અને દર્શકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને યુવાનો અને ક્રિકેટપ્રેમીઓએ આ અનોખા ઇનામનો આનંદ માણ્યો હતો. માત્ર કેચ પકડનાર દર્શકો જ નહીં, પરંતુ મેચ નિહાળવા આવેલા અન્ય દર્શકો અને બાળકોને પણ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં આનંદમય માહોલ સર્જાયો હતો. આ પહેલ દર્શકોને રમત સાથે વધુ જોડવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવી પ્રવૃત્તિઓથી માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ખેલપ્રેમીઓમાં ઉત્સાહ પણ વધે છે.
JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયાની અનોખી પહેલ: કેચ પકડનાર પ્રેક્ષક, બાળકોને ચશ્મા આપી પ્રોત્સાહિત કર્યાં

You Might Also Like
Follow US
Find US on Social Medias


