સેન્સેક્સ 78,000ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો: ક્રૂડ ઓઈલની કિંમતમાં જોરદાર ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (15 એપ્રિલ, 2026) અત્યંત તેજીમય રહ્યો છે. સવારના સત્રમાં જ બજારમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ સ્પર્શી છે. બજારમાં સવારથી જ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે તેજીને કારણે ઈન્ડેક્સમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં આજે બજાર ખુલતાં જ 1400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે પછીથી તેમાં થોડોક ઘટાડો નોંધાયો હતો. જોકે સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સમાં આજે 1,242.11 પોઇન્ટ (1.62%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે આજે નિફ્ટી પણ બજાર ખુલતાં જ 438 પોઇન્ટ ઉછળ્યો હતો. જોકે પછીથી થોડોક ઘટાડો આવતા નિફ્ટી આજે મજબૂત સ્થિતિમાં જળવાઈ રહ્યો હતો અને સમાચાર લખવા સુધીમાં તેમાં 377.40 પોઇન્ટ (1.58%) નો વધારો નોંધાયો છે.
પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 3 ટકા ગગડીને 96.41 ડોલર પર આવી ગયો છે. જ્યારે પ્રતિ બેરલ ઠઝઈં ક્રૂડ ઓઈલનો ભાવમાં લગભગ 6 ટકા ગગડીને 93.90 ડોલર પર કારોબાર કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ ધરખમ ઘટાડો માર્કેટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે. આઈએમએફએ કહ્યું છે કે, ભારતનો ૠઉઙ નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 6.5 ટકાના દરે વધશે. સંસ્થાએ વિકાસ દરના અંદાજમાં 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર ગણાવ્યું છે. ભારતીય માર્કેટ મંગળવારે બંધ હતું, પરંતુ વૈશ્ર્વિક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જાપાનનું શેરમાર્કેટ નિક્કેઈ શેરમાર્કેટમાં 2.5 ટકાનો, હોંગકોંગના હેંગ સેંગ શેરમાર્કેટમાં 0.82 ટકાનો અને દક્ષિણ કોરિયાની કોસ્પી શેરમાર્કેટમાં લગભગ ત્રણ ટકા વધારા સાથે બંધ થયું છે.



