કાર-બાઈકમાં આવેલા 7 લૂંટારુઓએ કસ્ટમ અધિકારીની ઓળખ આપી રાજકોટનાં કે વી એન્ડ સન્સ પેઢીની સોનું ભરેલી 3 બેગ સાથે એકને કારમાં ઉઠાવી જઈ સનસનીખેજ લૂંટ ચલાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બિહારના દાનાપુરમાં રાજકોટના સોની વેપારીને કસ્ટમ અધિકારીની ઓળખ આપી 25 કરોડની કિંમતના 17 કિલો સોનાની ધોળા દિવસે લૂંટ થતાં ખળભળાટ સર્જાયો છે સાતેક લૂંટારૂઓ સોનું ભરેલી ત્રણ બેગ લૂંટીને એક વેપારીને પોતાની કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતા અને અવાવરું સ્થળે ઉતારી મુક્યો હતો બનાવને પગલે રાજકોટની કે વી એન્ડ સન્સ પેઢીના વેપારીઓ બિહાર દોડી ગયા હતા ગુનાનો ભેદ ઉકેલવા તથા લૂંટારૂઓને પકડવા માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
સનસનીખેજ લૂંટ અંગે સિલસિલાબદ્ધ પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મહેશ મામતોરા તથા પ્રિન્સ રામપરિયા અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં બિહારના દાનાપર પહોંચ્યા હતા. સોનુ ભરેલી ત્રણ બેગ સાથે બાકરગંજ સ્થિત કેવીએસ એન્ડ કંપનીમાં જવા રીક્ષા કરી હતી અને રીક્ષા થોડી આગળ વધી ત્યાં ફ્લાઇઓવર પર કાર અને બાઇકમાં સાત શખ્સોએ તેમને આંતરી કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપીને સામાન ચેક કરવા લાગ્યા હતા.
તમામ સાત લૂંટારૂઓએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યા હતા અને વર્તન અધિકારીઓ જેવા જ હોવાથી કોઇ શક પણ પડ્યો નહતો સોનુ ભરેલી ત્રણેય બેગ સાથે લૂંટારૂઓએ રાજકોટના બેમાંથી એકને કારમાં બેસાડી થોડો આગળ જઇને સૂમસામ જગ્યાએ ઉતારીને ફરાર થઇ ગયા હતા.
કે વી એન્ડ સન્સ પેઢીનાં વેપારીઓ બિહાર દોડી ગયા: ધોળા દિવસે બનેલી ઘટનાને પગલે ખળભળાટ
શું હતો સમગ્ર ઘટનાક્રમ ?
- Advertisement -
રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહન ચાલકની મદદથી પોલીસ અને રાજકોટ સ્થિત માલિકને જાણ કરી હતી. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભોગ બનનાર મહેશે કહ્યું હતું કે અમારી ઓટોને આંતર્યા બાદ સોનુ ભરેલી ત્રણેય બેગ લૂંટીને મને કારમાં બેસાડી દીધો હતો અને હાથ-મોઢું બાંધી દીધા હતા બાદ મારૂ પાકિટ અને ફોન પણ લઇ લીધા હતા અને એક લૂંટારૂએ ફોનમાં વાતચીત કરતા સામેવાળી વ્યક્તિને એમ કહ્યું કે તમારી બાતમી સાચી નિકળી છે પાંચ દિવસથી પ્રતિક્ષા કરતા હતા. દસ-પંદર મીનીટ કાર આગળ ચલાવ્યા બાદ અધવચ્ચે ઉતારી મૂક્યો હતો. રસ્તા પરના અન્ય એક બાઇક ચાલકે મદદ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
રાજકોટના વેપારીના લૂંટાયેલા સોનાની કિંમત 25 કરોડ અંદાજવામાં આવી છે. ત્રણ બેગમાં કુલ 17 કિલો સોનુ હતું. રાજકોટના વેપારી બિહાર પહોંચ્યા હતા કારમાં પોલીસ-સરકારી વિભાગના લોગો પણ હતા એટલે કોઇ શંકા ગઈ ન હતી. યુવકને અધવચ્ચે કારમાંથી ઉતારીને નાસી ગયા બાદ લૂંટાયાનો અહેસાસ થયો હતો.
લૂંટારાઓની પૂર્વ તૈયારી હતી વેપારીનાં બેગમાંથી ૠઙજ ઉખાડીને ફેંકી દીધું: તપાસ માટે જઈંઝની રચના
બિહારની રાજધાની પટનાના દાનાપુર જિલ્લામાં એક સનસનાટીભર્યા લૂંટથી ખળભળાટ મચી ગયો છે. અહીં, ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખગૌલ ઓવરબ્રિજ પર, નકલી કસ્ટમ અધિકારીઓએ ગુજરાતના સોનાના વેપારીઓ પાસેથી આશરે 15 કિલો સોનાના દાગીના લૂંટી લીધા. સોનાની અંદાજિત બજાર કિમત આશરે રૂ.25 કરોડ હોવાનો અંદાજ છે. સુરક્ષા હેતુ માટે વેપારીની બેગમાં ૠઙજ પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ લૂંટારુઓએ પહેલા તેને ઉખેડી નાખી અને લૂંટ પછી ફેંકી દીધું. ફરિયાદ બાદ, બિહાર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દાનાપુરના અજઙ શિવમ ધાકડએ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જઈંઝ ટીમની રચના કરી.
ગુનેગારો પોલીસ લોગોવાળી કારમાં અને બે બાઇક પર કસ્ટમ્સ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને આવ્યા હતા. તેઓ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલા હતા, જેનાથી તેઓ સંપૂર્ણપણે વાસ્તવિક અધિકારીઓ જેવા દેખાતા હતા. ત્યારબાદ ગુનેગારોએ શોધખોળના બહાને ત્રણ બેગ જપ્ત કરી હતી. તપાસ દરમિયાન, વેપારી મહેશ મામતોરાને બળજબરીથી કારમાં બેસાડીને થોડે દૂર લઈ જવામાં આવ્યા હતા અને પછી તેમને નૌબતપુર રોડ પર ફૌજી ધાબા પાસે છોડી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય વેપારીને ઘટનાસ્થળે જ છોડી દેવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં, ખગૌલ પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું. પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલી ચોરાયેલી કાર, એક બાઇક અને ચોરાયેલી બેગ કબજે કરી છે. ફોરેન્સિક ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ મામલાને ગંભીરતાથી લેતા, દાનાપુરના અજઙ શિવમ ધાકડે તાત્કાલિક જઈંઝ ટીમની રચના કરી. અજઙએ જણાવ્યું કે પીડિત વેપારીએ પોતાની લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે 15 કિલો સોનું લઈ જવામાં આવી રહ્યું છે. પોલીસ હાલમાં ગુનેગારોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે. ઓટો ડ્રાઈવર અને નજીકના સ્ટાફને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પોલીસ દરેકની પૂછપરછ કરી રહી છે.
પીડિત વેપારીએ પોલીસને જણાવ્યું કે ગુનેગારો એટલા વ્યાવસાયિક હતા કે તેઓ વાસ્તવિક કસ્ટમ અધિકારીઓની જેમ વર્તે છે. તેઓએ કોઈ શંકા વ્યક્ત કરી નહીં અને થોડીવારમાં જ આખી કાર્યવાહી પૂર્ણ કરી અને ભાગી ગયા. આ ઘટના બાદ, પટનાના સોનાના વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. પોલીસ તમામ ખૂણાઓથી તપાસ કરી રહી છે અને ઈઈઝટ ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનેગારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં ખગૌલ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.



