ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ, ભાજપાનો ઈતિહાસ અને વિકાસ, આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી વિચારધારા, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યો સહીત ૧૫ સત્રોમાં જુદા-જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા આગામી તા.૨૫ થી ૨૭ ઓકટોબરના રોજ રાજકોટ જીલ્લાના ૨૦૦ અપેક્ષિત હોદેદારોનો પ્રશિક્ષણ વર્ગ શિબિરનું મેંદરડા પાસે આયોજન કરાયું છે. આ પ્રશિક્ષણ વર્ગની માહિતી આપતા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત ભાજપાના ૨૦૦ હોદેદારો તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓને શિક્ષિત અને દીક્ષિત કરવા ત્રણ દિવસનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવેલ છે.
- Advertisement -
વધુમાં કહ્યું હતું કે, પ્રશિક્ષણ શિબિરમાં વિવિધ સત્રોમાં ૧૫ થી વધુ વક્તાઓ વિવિધ વિષયો જેવા કે, વ્યક્તિત્વ વિકાસ, આપણો વિચાર પરિવાર, ભારતનું સુરક્ષા સામર્થ્ય, ૨૦૧૪ પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ, આપણી કાર્ય પદ્ધતિ સંગઠન સંરચનામાં આપણી ભૂમિકા, મીડિયાનો વ્યવહાર અને ઉપયોગ, કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ, ભાજપાનો ઈતિહાસ અને વિકાસ, રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, પ્રેસ મીડિયા અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ, આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી વિચારધારા, ૭ વર્ષમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં અંત્યોદય પ્રયત્ન આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, ભારત વૈશ્વિક પરિદ્રશ્ય, બદલાયેલ પરિસ્થિતિ, ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ સહીતના વિષયોના વક્તા તરીકે જયેશભાઈ વ્યાસ, કેશવભાઈ આણેરાવ, મહેન્દ્રસિંહજી સરવૈયા, હિરેનભાઈ હીરપરા, પ્રદીપભાઈ ખીમાણી, ડો.ઋત્વિજભાઈ પટેલ, ગૌતમભાઈ ગેડીયા, આર.સી.ફળદુ, જયેશભાઈ રાદડિયા, મહેશભાઈ કસવાલા, ભરતભાઈ પંડ્યા, ડો.ભરતભાઈ બોઘરા, જયંતીભાઈ કવાડિયા, પ્રશાંતભાઈ વાળા, વર્ષાબેન દોશી સહીતના વક્તાઓ દરેક સત્રમાં ૫૦ મિનીટના વ્યક્તવ્યમાં ઉપરોક્ત વિવિધ વિષયો ઉપર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં આવનારી ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

વધુમાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ થયેલા વિકાસકાર્યોની માહિતી જીલ્લાના કાર્યકર્તાઓને આપવામાં આવશે. જેથી ગ્રામ્ય-વિસ્તારના લોકોને સરકાર ની યોજનાઓની માહિતી ઘરે બેઠા મળી રહે અને પ્રજાને સરકારની યોજનાકીય લાભો આસાનીથી મળી રહે તે હેતુથી ભાજપાના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવેલ છે.
- Advertisement -
આ પ્રશિક્ષણ વર્ગમાં જીલ્લાના હોદેદારો, કારોબારી સભ્ય, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રી ઓ, સાંસદ ઓ, ધારાસભ્ય ઓ, છેલ્લી બે ટર્મના પૂર્વ સાંસદ ઓ તેમજ પૂર્વ ધારાસભ્ય ઓ, મંડલના પ્રભારી, પ્રમુખ તેમજ મહામંત્રી ઓ, જીલ્લા પંચાયતના સભ્ય ઓ સહકારી સંસ્થાના ચેરમેન ઓ, જીલ્લા સેલના કન્વીનરઓ, સહીતના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
મેંદરડા ખાતે યોજાતા આ પ્રશિક્ષણ વર્ગની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલયપ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, જયેશભાઈ પંડ્યા, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય ઉપાધ્યાય, યશ વાળા, કમલ કોરિયા સહીતના કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળશે.



