ગુજરાતમાં પંચાયતી શાસનનો અંત: 31 જિલ્લા અને 229 તાલુકા પંચાયતોમાં ‘વહીવટદાર રાજ’ શરૂ
ઉઉઘ-ઝઉઘને બદલે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર સ્તરના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરાયા
- Advertisement -
ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થતા જ પંચાયત વિભાગે મોડી સાંજે વહીવટદારોની નિમણૂકના આદેશ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા શાસકોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં જ હવે વહીવટી લગામ સરકારી અધિકારીઓના હાથમાં આવી ગઈ છે. રાજકોટ સહિત રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 229 તાલુકા પંચાયતોમાં સોમવારે મુદત પૂર્ણ થતા રાજ્ય સરકારના પંચાયત વિભાગે મોડી સાંજે વહીવટદારોની નિમણૂકનો મહત્વનો આદેશ જાહેર કર્યો હતો.દરેક જિલ્લામાં વહીવટદાર તરીકે જે-તે જિલ્લાના કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી અથવા કેટલાક કિસ્સાઓમાં ડેપ્યુટી કલેક્ટરને જવાબદારી સોંપાઈ છે. શરૂઆતમાં એવી અટકળો હતી કે જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) અને તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ) ને જ આ જવાબદારી અપાશે, પરંતુ સરકારે વહીવટી પારદર્શિતા અને નિયંત્રણ જાળવવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીઓ પર પસંદગી ઉતારી છે. હવે આગામી ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી પંચાયતોના તમામ નીતિવિષયક નિર્ણયો અને રોજબરોજના વહીવટની સત્તા વહીવટદારો પાસે રહેશે. ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં વિકાસકામોની ગતિ જાળવી રાખવી એ હવે વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે.
- Advertisement -
રાજકોટમાં વિદાયની પળો: પ્રમુખ સહિતના પદાધિકારીઓએ સ્વેચ્છાએ ચાવીઓ જમા કરાવી
રાજકોટ જિલ્લા પંચાયતમાં સોમવારે એક યુગનો અંત આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુદત પૂર્ણ થતાની સાથે જ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે નૈતિકતાના ધોરણે પોતાની સરકારી ગાડી, બંગલો અને ચેમ્બરની ચાવીઓ તંત્રને સુપરત કરી દીધી હતી. શાસનના અંતિમ દિવસે પંચાયત કચેરીમાં રાજકીય ગરમાવો ઓછો જોવા મળ્યો હતો અને માત્ર ગણ્યા-ગાઠ્યા સભ્યો જ વિદાય લેતા નજરે પડ્યા હતા.



